________________
૨૦૦
પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્રમાંક-૧૧૩ सूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः। પૂ. હરિભદ્રસૂરીજી મહારાજે કહ્યું ધર્માર્થી સાધકોએ પરમતત્ત્વનાં રહસ્યોને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણવા જોઈએ. નિર્ણય કર્યા પછી બુદ્ધિ બાજુ પર મૂકી દે. એટલા માટે પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું કે
सद्धाओ मेहाओ धिईओ धारणाओ अणुप्पेहाओ वड्ढमाणीओ ठामि काउस्सग्गं ।
અહીં શ્રદ્ધા એ શબ્દ પહેલાં મૂક્યો. આપણે સૂચન કરીએ કે બુદ્ધિ શબ્દ પહેલાં મૂકોને? પણ ના, શ્રદ્ધાથી શરૂઆત થશે. શ્રદ્ધા એટલે રુચિ, પ્રેમ, સંવેદન, આહૂલાદ. શ્રદ્ધા એટલે સંપૂર્ણ સ્વીકૃતિ. શ્રદ્ધા એટલે ભૂખ.જમવા બેસો એટલે પીરસનારને ખ્યાલ આવી જાય કે આ ખરેખર ભૂખ્યો છે કે નહિ ? ખેડૂત ખેતર ખેડીને બરાબર થાક્યો હોય, બરાબર ભૂખ્યો થયો હોય અને ઘરવાળી કંતાનના કટકામાં ભાત લઈને આવે. ભાત એટલે રોટલો, ગોળ કે છાસ લઈને આવે પછી ખેડૂતને પ્રેમથી ખાવાનું આપી બાજુમાં ઘરવાળી બેઠી હોય ત્યારે ખેડૂતને પાંચે પકવાન પીરસાયા છે એવું લાગે. કારણ કે ભૂખ લાગી છે. મીરાં કહે છે કે મને સ્વપ્નમાં પગરવ સંભળાયો, “હરિ આવનકી ઘડી'. પરમાત્માનો પગરવ સંભળાય છે, હવે ભવસાગર અમારા માટે ક્યાં છે ? મીરાં ! તને આટલું બધું જોર ? તો કહે, હા ! મોહે લાગી લગન હરિ ચરનન કી, ભવસાગર અબ સુખ ગયો છે. ભવસાગર હવે સૂકાઈ ગયો છે, આનું નામ શ્રદ્ધા.
સમગ્ર સાધના બે શબ્દો વચ્ચે છે. સમ્યગ્દર્શન એ પ્રારંભ અને વીતરાગ અવસ્થા એ સમાપ્તિ. સાધનાના પરિણામે વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વીતરામયશ્નો: સ્થિતધર્મનિરુચ ' (૨/૬) જેમની ચેતના રાગ દ્વેષથી વિમુક્ત થઈ ગઈ છે તેને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ. સોળથી ઓગણીસ વર્ષના ગાળામાં પરમકૃપાળુદેવના મુખેથી આ સનાતન સત્ય પ્રગટ થયું કે “જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું તે અમારો ધર્મ છે” આ વીતરાગ અવસ્થા તે સાધનાની સમાપ્તિ છે. વીતરાગ અવસ્થા પછી જે પ્રાપ્ત થાય છે તે કેવળજ્ઞાન છે. “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો કયારે આવશે? નિધાન એટલે ખજાનો. આ અમારું પોતાનું નિધાન કયારે પ્રગટાવું? શ્રેપકશ્રેણી માંડી, સંપૂર્ણપણે મોહનો ક્ષય થયા પછી ત્રણ ઘાતિ કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો વ્યચ્છેદ થાય અને અંદરથી જે પ્રગટ થયું તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન ફળ છે. જેમ આંબાના ડાળ ઉપર કેરી બેસે ત્યારે કેરી જોઈને આપણે રાજી રાજી થઈ જઈએ કે હવે આંબો ખીલ્યો. વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય એટલે પછી સર્વજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય.૧૧ ૩મી ગાથામાં સર્વજ્ઞ અવસ્થાનું અદ્ભુત વર્ણન છે.
“કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવાણ. એક નહિ હજારો વાતો આમાં છે. દરેક વખતે હું આમ જ કહું છું. આ અમને દેખાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org