________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૯
પ્રવચન ક્રમાંક - ૮૮
ગાથા ક્રમાંક - ૧૧૩ કેવળજ્ઞાનનું સ્વરૂપ
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. (૧૧૩) ટીકા - સર્વ આભાસરહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે કયારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. (૧૧૩)
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સિદ્ધાંતો અને સાધનાની સંહિતા પ્રગટ થયેલી છે. ગૃહસ્થ જીવનમાં જીવતી વિભૂતિને આવું ઘોલન ? અને ઘોલનમાં ને ઘોલનમાં દુનિયાભરનાં તમામ શાસ્ત્રોનો નિચોડ આવી જાય તેવું અવતરણ ધરતી ઉપર વારંવાર થતું નથી. આ અદ્ભુત ઘટના છે. અહીં કોઈ પ્રયત્ન થયો નથી. જ્યાં પ્રયત્ન છે ત્યાં અહંકાર છે, ત્યાં ભૂલ છે. પરંતુ અહીં કંઈ જ પ્રયત્ન નહિ, કોઈ વ્યવસ્થા નહિ, આયોજન નહિ. લેખણી હાથમાં લીધી, અને એક જ આસને બેસીને લેખણી ચાલી તે ચાલી. ગ્રંથ પૂરો થયો ત્યારે લેખણી અટકી. કવિઓ, વિદ્વાનો અને સાહિત્યકારો ઢગલાબંધ પુસ્તકો લઈને બેઠા હોય ત્યારે તેનું લેખનકાર્ય થાય. આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું ત્યારે તેમની પાસે એક પણ ગ્રંથ ન હતો. પ્રાસ મેળવવા કે શબ્દબદ્ધ કરવા કંઈ મથામણ કરવી પડી નથી. જેમ ધરતીમાંથી-પાતાળમાંથી પાણી સ્લરે તેમ અંદરથી જ્ઞાન Úર્યું. જાણવું એક વાત, કહેવું બીજી વાત અને શબ્દબદ્ધ કરવું તે ત્રીજી વાત છે.
છેલ્લા ત્રણ દિવસથી હું સમ્યગ્રદર્શનની વાત કરી રહ્યો છું. અનંતકાળમાં આ જીવાત્માએ સૌથી વધારે ઉપેક્ષા સમ્યગ્દર્શનની કરી છે, માટે મોક્ષની નજીક પહોંચી શકતો નથી. યાદ રાખજો સમ્યગ્દર્શન થતાં વાર લાગશે, મોક્ષ મેળવતાં વાર નહિ લાગે. માટે પરમકૃપાળુદેવે કહ્યું કે “તું છો મોક્ષસ્વરૂપ' યશોવિજયજી મહારાજે કહ્યું કે જેમ નગરમાં પ્રવેશ કરવા માટે આગળ મોટો દરવાજો હોય, તેમ મોક્ષ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યગદર્શન ભવ્ય દરવાજો છે. જેમ ઝવેરી કિંમતી રત્નોને સાચવીને પેટીમાં મૂકે, તેમ સમ્યગ્દર્શન રત્નોની પેટી છે. જેટલાં અધ્યાત્મ રત્નો પ્રાપ્ત થશે તે આ પેટીમાંથી પ્રાપ્ત થશે. સમ્યગ્દર્શન મૂળ છે. એટલા માટે સાધક જ્યારે સાધનાનો પ્રારંભ કરશે ત્યારે સૌથી પહેલાં ભૌતિક ભૂમિકા ઉપર તેને યથાર્થપણે તત્ત્વનો નિર્ણય કરવો પડશે. તત્ત્વ નિર્ણય કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે પણ તેનો અનુભવ કરવા માટે બુદ્ધિ બાધક બને છે. નિર્ણય કરવો હોય ત્યાં સુધી બુદ્ધિ ઉપયોગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org