________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૧ છે એટલે કહું છું. અમને શબ્દો દેખાતા નથી, તાણાવાણા દેખાય છે. સિદ્ધાંતો પ્રગટ થયેલા દેખાય છે અને આધ્યાત્મિક તથ્યો ગૂંથાયેલાં દેખાય છે. કેવળજ્ઞાનની અનેક વ્યાખ્યાઓ છે. આ બધી વ્યાખ્યાથી એક અલગ વ્યાખ્યા કેવળજ્ઞાનની છે. શાસ્ત્ર પરિપાટી પણ છે. કેવળજ્ઞાન કહો, સર્વજ્ઞતા કહો, પૂર્ણજ્ઞાન કહો, પરિપૂર્ણજ્ઞાન કહો, શબ્દો જુદા વાપરી શકાય પણ કેવળજ્ઞાનમાં શું થાય છે ? સંપૂર્ણપણે વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં આત્માનો પોતાનો સ્વયં જે જ્ઞાનગુણ, આત્માનો સ્વભાવ છે તે સંપૂર્ણપણે ખીલી ઊઠે છે.
જ્ઞાનગુણ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાન અંદરથી પ્રાપ્ત થાય છે. એક સંત ગામડાની ભાષામાં કહેતા હતા કે પુસ્તકમાંથી મસ્તક આવ્યું કે મસ્તકમાંથી પુસ્તક આવ્યું? મસ્તકમાંથી પુસ્તક આવ્યું, પુસ્તકમાંથી મસ્તક નથી આવ્યું. પુસ્તકનો આધાર જ્ઞાન છે. જ્ઞાનને અનંતજ્ઞાન કહ્યું છે. જગતનાં જેટલાં શેયો જાણવા લાયક પદાર્થો છે તે તમામને એક સમયમાં જાણી શકે તેવું સામર્થ્ય જ્ઞાનમાં છે. અગ્નિના કણિયામાં આખી દુનિયાને બાળી શકે તેવું સામર્થ્ય છે તેમ જ્ઞાનમાં પણ બધાને જાણવાનું સામર્થ્ય છે. જ્ઞાન બહારથી નથી આવતું. બહારથી જે આવે છે તે માહિતી આવે છે, જ્ઞાન નહિ. ચંદનનું ઝાડ સુગંધ આપે છે. પણ સુગંધ કયાંથી આવી? સુગંધ ચંદનનો સ્વભાવ છે. સહજ રીતે સુગંધ પ્રગટ થાય છે. કોઈ તમને પૂછે કે તમારો સ્વભાવ શું ? તમે તરત કહેશો કે ગુસ્સો કરવો, મારો સ્વભાવ, બહુ ગુસ્સો આવી જાય છે. અહંકાર કરવો, લોભમાં તણાઈ જવું, કોઇકનું સ્વાહા કરી જવું મારો સ્વભાવ. આ જે કરો છો તે તમારો સ્વભાવ નથી. તમારો સ્વભાવ તો જ્ઞાન છે. તમે હંમેશા જ્ઞાયક, જાણનાર છો. ક્ષણે ક્ષણે તમે જાણો છો. આ જાણંગ શબ્દ દેવચંદ્રજીનો છે, જાણંગ એટલે જાણનાર. શરીર દ્વારા, ઈન્દ્રિયો અને મન દ્વારા તમે જાણો છો. પુસ્તક દ્વારા તમે જાણો છો. પરંતુ જાણનારો અંદર બેઠો છે. આ બધા દ્વારા તે જાણે છે. જ્ઞાની એમ કહે છે કે આંખથી નહિ પણ આંખ દ્વારા જાણો છો. આંખ સાધન છે, જાણનાર અંદર બેઠો છે, તે આંખનો ઉપયોગ કરે છે. સાંભળનાર અંદર બેઠો છે તે કાનનો ઉપયોગ કરે છે, નાકનો પણ તે ઉપયોગ કરે છે. આતમરામ ચાલ્યા જાય પછી વ્હાલામાં વહાલો દીકરો બાપની છાતી પર માથું મૂકી રડે કે બાપા ! એકવાર બોલો પણ કેવી રીતે બોલે ? બોલનાર, જાણનાર અંદર બેઠો હતો તે ગયો.
પહેલી વાત જ્ઞાન આત્માનો ગુણ છે, સ્વભાવ છે. જ્ઞાનને ચેતના કહે છે અને ચિતિ શક્તિ પણ કહે છે. ચૈતન્ય અથવા જાણપણું પણ કહે છે. અને જૈન પરંપરાનો શબ્દ છે ઉપયોગ. ઉપયોગ એટલે વાપરવું તે અર્થમાં નહિ પણ ઉપયોગ એટલે જ્ઞાન. તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વાતી મહારાજે કયો ઢક્ષણ’ ઉપયોગને આત્માનું લક્ષણ કહ્યું છે. નવતત્ત્વ પ્રકરણમાં આત્માનું લક્ષણ જણાવે છે.
नाणं च दसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो च, अअं जीवस्स लक्खणं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org