________________
૨૦૨
પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્યાંક-૧૧૩ જીવનું લક્ષણ જ્ઞાન. જ્ઞાનનો જથ્થો કેટલો? પ્રમાણ કેટલું? શબ્દ વાપર્યો જ્ઞાન અનંત છે. જરા ધીરજથી સાંભળજો. જગતમાં છ દ્રવ્યો છે. આત્મા, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ વિશ્વની વ્યવસ્થા છે. આ છએ પદાર્થને દ્રવ્ય કહે છે. દ્રવ્યમાં અનંત ગુણો છે અને તે પ્રત્યેક ગુણની અનંત પર્યાયો છે. પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે ઘટના, પર્યાય એટલે પરિવર્તન. અહીં એમ કહેવું છે કે આ છએ દ્રવ્યો આખા જગતમાં વ્યાપ્ત છે. તેમાં અનંત ગુણો છે, તેની અનંતી પર્યાયો છે. તે સમગ્ર અનંત દ્રવ્યોને તેના અનંત ગુણોને અને તેની અનંત પર્યાયોને જાણવાનું સામર્થ્ય જે જ્ઞાનમાં છે તેને કહેવાય છે કેવળજ્ઞાન. આવી ક્ષમતા કેવળજ્ઞાનની છે. ૧૪ બ્રહ્માંડ અને તેમાં રહેલ તમામ દ્રવ્યની અવસ્થાઓને એક સમય માત્રમાં જાણી શકે તેવું સામર્થ્ય તેવી ક્ષમતા જ્ઞાનની છે.
આવું જ્ઞાન દબાય છે, અવરાય છે, તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ, તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આનંદઘનજીએ સરસ કહ્યું. સૂર્ય લખલખાટ આકાશમાં પ્રકાશી રહ્યો છે. બાર વાગ્યાનો મધ્યાહ્નનો સમય છે. ધરતી પર સૂર્યના કિરણો રેલાઈ રહ્યાં છે. આખા જગતમાં ઝગમગાટ છે. પરંતુ અચાનક આકાશમાં વાદળાં ભેગાં થાય છે અને સૂર્ય ઢંકાઈ જાય છે. પાછો પવન ફૂંકાય અને વાદળ ખસી જાય છે. સૂર્યનો પ્રકાશ પાછો પ્રગટ થાય છે. તેમ આત્મા ઉપર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ આવ્યું. દશમા ગુણઠાણાના અંતે પ્રથમ મોહનીયકર્મ સંપૂર્ણપણે દૂર થયા પછી બારમા ગુણઠાણાના અંત સમયે જ્ઞાનાવરણીય આદિ ત્રણ કર્મ દૂર થાય તે સીધું દૂર નહિ થાય, આ બધી સત્તા મોહનીયકર્મના હાથમાં છે. તે કહે છે માસ્ટર કી તમારી પાસે છે, મને દૂર કરો તો બાકીના ત્રણને દૂર થતાં વાર નહિ લાગે. જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય ત્યારે અંદરમાં રહેલ અનંતજ્ઞાનની શકિત પૂરેપૂરી ખીલી જાય, એવા ખીલેલા જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. આ જ્ઞાનનું સામર્થ્ય, શકિત અને બળ છે. એટલા માટે કેવળજ્ઞાનથી જગતમાં કંઈ છાનું નથી. આપણે આજુબાજુમાં જોઈએ છીએ કે કોઈ આપણને જોતું તો નથીને ? પણ કેવળજ્ઞાનીઓ બેઠાં છે તે આપણને જોઈ રહ્યા છે. કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાંથી તમે બચી નહિ શકો. આ એક વ્યાખ્યા વ્યવહારનયની છે. આ શાસ્ત્રો, ધર્મો અને સિદ્ધાંતોની વ્યાખ્યા છે. કેવળજ્ઞાનની તાકાત તમામ દુનિયાને સમય માત્રમાં જાણે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને એકી સાથે એક સમયમાં જાણે છે. આ એક વ્યાખ્યા થઈ.
અહીં એક બીજી વ્યાખ્યા છે. કેવળ નિજ સ્વભાવનું. આ કેવળ શબ્દ છે. કેવળ એટલે માત્ર. માત્ર નિજ સ્વભાવ, બીજું કશું નહિ. જેમાંથી બધી બાદબાકી થઈ ગઈ, નિજ સ્વભાવ જ્ઞાન અને આનંદ સિવાય કંઈ રહ્યું નહિ. બધું બાદ કરતાં કરતાં આત્માનો સ્વભાવ આત્મામાંથી બાદ કરી શકાતો નથી. તમે રાગ કાઢી શકો, દ્વેષ, મોહ, અહંકાર, કામ, ક્રોધ, કષાયો, વિકારો, વિકલ્પો, વૃત્તિઓ, સંસ્કારો, નો કર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, આસક્તિ, ઇચ્છાઓ બધું જ કાઢી શકો પણ પોતાનો સ્વભાવ કાઢી શકતા નથી. આ બધું બાદ કરતાં જે સ્વભાવ બચે છે તેને ટાળી શકાતો નથી. જેને બાદ કરી શકાય તેને કહેવાય છે. વિભાવ અને જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org