________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૭ ઠીક નહિ. તમને પણ સાથે સામેલ કરીએ. એટલા માટે તે તમારી પાસે આવે છે. બીજું કંઈ લેવા આવતા નથી. તેમને અનુભવ છે. જેમ તમે હાફુસ કેરી ખાતા હો અને દીકરો અમેરિકા હોય તો યાદ આવે ને ? અત્યારે બાબલો હોત તો તેને ખવરાવત. જ્ઞાની પુરુષો કહે છે કે અમે આત્માનો અનુભવ કર્યો છે. દુઃખમાંથી મુક્ત છીએ, મસ્ત છીએ, આનંદમાં છીએ, પહેરવાનું ઓઢવાનું ભલે ન હોય પણ ઔર મસ્તીમાં છીએ. ચક્રવર્તી પણ પાણી ભરે તેવી સાહ્યબી અમારી પાસે છે. તમને થશે જ્ઞાની ગાંડા તો થયા નથી ને ? જ્ઞાની કહે છે, ના! અમે અનુભવ કર્યો છે. આત્મા અમને અનુભવાય છે. આવો આત્મા તું પણ છો એમ અમે તને કહેવા આવ્યા છીએ, માટે તું ઊભો થા અને તેવા આત્માનો તું પણ અનુભવ કર. તને આનંદ મળશે. આ ધરતી ઉપર સદ્ગુરુઓનું આ કામ છે. મતો સ્થાપવા, સંપ્રદાયો ઊભા કરવા, ભ્રમણા ઊભી કરવી કે કોઈની આઘીપાછી કરવી એ કાંઇ સદ્ગનો ધંધો નથી. કુગુરુનો ધંધો છે. સદ્ગુરુ સાદી સીધી વાત કરે છે. અમે ડૂબકી મારી છે, સ્વાદ લીધો છે, મઝા માણી છે, અમૃત પીધું છે. આત્માને ચાખ્યો છે. આનંદ આનંદ થઈ ગયો છે. એવો જ આત્મા તમારી પાસે છે, તમને તેનો સ્વાદ આવે તેમ ઇચ્છીએ છીએ.
કોઈ કહેશે ૫૦૦ રૂ. આપીએ અમને આત્મજ્ઞાન કરાવો. પૈસા અને આત્મજ્ઞાનને લેવાદેવા નથી. એ અંદરની એક અવસ્થા છે. સદ્ગુરુએ જાણ્યું, અનુભવ કર્યો અને અનુભવ કરીને કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ. હવે બહાર કયાંય શોધવા જઇશ નહિ. તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ તારો ખજાનો છે. તું એમ પૂછ કે આવો અમારો ખજાનો ભોગવી કેમ શકતા નથી ? ભાઈ ! તું અશુદ્ધ છો માટે. જેમ બાળક ધૂળમાં રમીને મેલો ઘેલો થઈ આવે અને તેને બહાર લઈ જવો હોય તો નવરાવે, નવા નવાં કપડાં પહેરાવે, કપાળમાં ચાંદલો કરે પછી બહાર લઈને નીકળે એટલે આનંદ આનંદ થાય. તેમ જ્ઞાની પુરુષ કહે છે, આવો, અમે તમને ચોખ્ખા થવામાં મદદ કરીએ. અમે એ કહેવા આવ્યા છીએ કે ખજાનો તમારી જ પાસે છે. તેને પ્રાપ્ત કરશો ત્યારે તમામ બાધાઓ અને પીડાઓથી રહિત તે અવસ્થા તમને મળશે અને આનંદ થશે.
‘તે જ ધર્મથી મોક્ષ છે અને તું છો મોક્ષ સ્વરૂપ' બધી ભ્રમણાઓ એકી સાથે ભાંગી નાખી. ધર્મનાથ ભગવાનનાં સ્તવનમાં આનંદધનજી મહારાજે કહ્યું છે કે
દોડતા દોડતા દોડતા દોડિયો, જે તી મનની રે દોડ જિનેશ્વર ! આ દુનિયામાં લોકો દોડે જ છે. આ આશ્રમમાં ગયા, ઓલા આશ્રમમાં ગયા, પછી પૂછે કે ત્યાં કેવું છે ? પણ તારે શું જોઈએ છે ? કોઈ એમ કહેનાર મળે કે આમ શ્વાસ લે, આવાં કપડાં પહેર. તો ત્યાં આખું ટોળું ઊભું થાય. પછી કહેશે કે અહીં તો કંઈ વળ્યું નહિ. ગયા હતા શું કામ ? અલ્યા! મોક્ષ તો તારી પાસે છે, વિચાર તો કર, શ્રદ્ધા તો રાખ. અમે તારી વાત કરીએ છીએ. કુંદકુંદાચાર્યજી કહે છે કે અમે તારાં ગીત ગાઈએ છીએ. જેમ મા દીકરાનાં હાલરડાં ગાય તેમ જ્ઞાની પુરુષ તમારાં હાલરડાં ગાય છે. તમે આત્મા છો. તમે મુક્ત છો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org