________________
૨૩૬
પ્રવચન ક્રમાંક
૯૨, ગાથા ક્ર્માંક-૧૧૬ આ મિથ્યાત્વ ગયું એટલે બધી બલા ગઇ. બલા ગુજરાતી શબ્દ છે. અણગમતું ટળે એટલે કહેવાય કે બલા ગઇ. સૌથી મોટી બલા તે મિથ્યાત્વની છે. હું જ નથી, અથવા હું દેહ છું તેવી ભ્રાંતિ કરાવે તે મિથ્યાત્વ. આ કેવું કહેવાય !
આપ આપસે ભૂલ ગયે, ઇનસે કયા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર.
એવી કેવી બુદ્ધિ થઇ કે હું જ નથી. આત્મા જ નથી તેવી બુદ્ધિ તે મિથ્યાત્વનો પ્રતાપ છે. મિથ્યાત્વ એમ નથી કહેતું કે તું નથી, મૂળમાં તારું અસ્તિત્વ નથી, પરંતુ એમ કહે છે કે તું જે નથી તે તું છો અને તું જે છો તે તું નથી. તું દેહ નથી પણ તું દેહ છો એમ માની બેઠો છે અને તું આત્મા છો પણ હું આત્મા નથી એમ તું માને છે, એવું મનાવવાનું કામ જે કરે તેને કહેવાય છે મિથ્યાત્વ, તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ, ખોટી અને મિથ્યા માન્યતા. વિપરીત માન્યતાને લીધે અને કષાયોમાં પરિણમવાને લીધે પોતાને આત્મા માની શકતો નથી. અત્યંત ક્રોધ, અહંકાર, માયા અને કામમાં પરિણમવાના લીધે પોતાને ઓળખી શકતો નથી.
ત્રીજી મહત્ત્વની વાત એ કે આ કષાયોના કારણે આત્માને કર્મનું આવરણ આવેલ હોવાથી એ આત્મા હોવા છતાં આત્માનો અનુભવ કરી શકતો નથી. કેવી આ વાત કહેવાય કે આત્મા પ્રત્યક્ષ છે, હાજર છે છતાં તમે ખખડીને કહી શકતા નથી કે હા, હું આત્મા છું. કોઇ તમને કહે કે તમે રૂપાળા છો, હોશિયાર છો, પૈસાવાળા છો તો રાજી થઇ જશોને કહેશો કે હા, તમારી વાત સાચી છે. પણ કોઇ કહેશે કે તમે આત્મા છો તો ? આત્માના અનુભવ વગર ઉત્સાહ નહિ આવે. આ વિપરીત અને ઊંધી માન્યતા ઊંધુ મનાવે છે, કષાયોમાં પરિણમાવે છે. રાગ દ્વેષ કરાવે છે માટે કર્મ તૈયાર થાય છે અને કર્મ થાય છે તેથી તેનું આવરણ આવે છે અને તેથી આત્મા વર્તમાનમાં હાજર હોવા છતાં અને આ પાંચ ફૂટના કોથળામાં રહેલ હોવા છતાં તેનો અનુભવ થતો નથી. આત્માનો અનુભવ કરવા કયાં જશો ? કોઇ ગુફામાં જવું પડે? આત્મા તો અંદર છે અને એ અનુભવ પોતે કરવાનો છે. આ ઘટના અંદર ઘટે છે.
જેમણે આત્માનો પ્રગટપણે અનુભવ કર્યો છે, અતીન્દ્રિય સૃષ્ટિમાં જે જઇ આવ્યો, તેને માણી આવ્યો છે, તેમાં ફરી આવ્યો છે, એની મોજ માણી આવ્યો છે તેવો જ્ઞાની પુરુષ જો આવીને આપણને કહે કે આત્મા છે તો આપણને પ્રતીતિ થાય. બસ, સદ્ગુરુનું આટલું જ કામ છે. સદ્ગુરુ તમને વળગતા નથી. તમારી પાસેથી કંઇ અપેક્ષા પણ રાખતા નથી. અપેક્ષા રાખે તો એ સદ્ગુરુ નહિ. એને ગુરુવાદ કહે છે. સદ્ગુરુએ-જ્ઞાનીએ પોતે જેમ છે તેમ જાણ્યું, અનુભવ્યું અને તમને કહ્યું. અનુભવ કરવાના પરિણામે તેઓ આવીને એમ કહે છે કે અમે આનંદમાં છીએ, સમાધિમાં છીએ, અમારામાં દુઃખ, ભય, અશાંતિ, બોજો, ટેન્શન, ડીપ્રેશન, ઇગો કંઇપણ નથી. કારણ કે તેમણે આત્માનો અનુભવ કર્યો છે. અને તેઓ એવા નથી કે તે આનંદ એકલા ભોગવે. તમે પણ આનંદ ભોગવો તેવું જ્ઞાનીને ગમે છે. સમજાય છે ? અમે તો આનંદ અનુભવીએ છીએ પરંતુ અમને એમ થાય કે અમે એકલા આનંદ અનુભવીએ તો
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org