________________
૩૯૦
પ્રવચન ક્રમાંક - ૧૧૧, ગાથા ક્રમાંક-૧૩૮-૨ ભૂલે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે તમારી પાસે લાખો રૂપિયાની કિંમતનો હીરો હોય અને કંદોઈની દુકાને જઈ ગાંઠિયાનું પડીકું લો અને તેના બદલામાં કિંમતી હીરો કે ઝવેરાત આપો તો તે સોદો કેવો કહેવાય ? તેમ જડ પદાર્થના ખાતર અનંત જ્ઞાન અને અનંત આનંદથી ભરેલા આત્માને આપી દો છો. એવું જે કરે નહિ તેને કહેવાય છે વૈરાગ્ય. એ સમજી ગયો કે મૌલિક તત્ત્વ આવી તુચ્છ વસ્તુઓ માટે મારે વેચવું કે આપવું નથી. આનો અર્થ એ થયો કે ઉપર કહેલા સાત ભાવો, સાત સિધ્ધાંતો જીવનમાં જે જાગૃત રાખે છે, તે મુમુક્ષુ છે.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટ વિષે, તે છે સદાય સુજાગ્ય. મુમુક્ષુના ઘટમાં સાતે સાત તત્ત્વો પ્રદિસપણે કામ કરતાં હોય છે અને તેથી મુમુક્ષુની યાત્રા અદ્દભુત રીતે ચાલે છે.
ઉપસંહાર કરીએ છીએ. પહેલાં દયા એટલે આત્માની દયા વિચારો. આત્મા અનંતકાળથી સંસારમાં રખડે છે, દુઃખી છે તેમ લાગે છે એટલે દુઃખ દૂર કરવાના ઉપાયો તે કરે છે અને ઉપાયો કરતાં તેને શાંતિ લાગે છે. જયારે શાંતિનો અનુભવ થાય ત્યારે તેને સમતાભાવ પ્રાપ્ત થાય છે. દયા પછી શાંતિ અને શાંતિ પછી સમતા. સમતા પ્રાપ્ત થાય એટલે સ્વરૂપનો નિર્ણય થઈ જાય કે મારું સ્વરૂપ આવે છે અને એવો નિર્ણય થાય ત્યારે લાગે કે આજે નહિ તો કાલે આત્માને પ્રાપ્ત કરવો છે તો વિલંબ શા માટે ? માટે મારે ક્રોધ, માન, લોભ, માયા વિગેરે ભાવોમાં જવું નથી. મારે તો આત્માની પ્રગટ અનુભૂતિ કરવી છે, માટે પછી આવે છે ક્ષમા. દયા પછી શાંતિ પછી સમતા અને તેના પછી ક્ષમા. આ ક્રમબધ્ધ પ્રોસેસ સાધકના જીવનમાં થાય છે. તે કષાયોને ટાળવાનો પુરુષાર્થ કરે છે. આ કષાયો- ક્રોધાદિ વિકારો દૂર કરવા છે, તે માટે પારમાર્થિક સત્યનો સ્વીકાર કર્યો છે. પારમાર્થિક સત્ય તે ચૈતન્ય તત્વ છે, આત્મ તત્ત્વ છે. હવે તે પ્રાપ્ત કરવું છે તેથી પોતાના સ્વરૂપનું સત્યનું અવલંબન લે, પોતાના સ્વરૂપનો આધાર પોતે લે. પરમકૃપાળુ દેવે મુમુક્ષુના જીવનમાં ક્રમિક વિકાસ કેવી રીતે થાય છે તેની સીડી આપી છે. આ ગાથામાં ક્રમિક પ્રોસેસ આપ્યો છે. દયા પછી શાંતિ પછી સમતા પછી ક્ષમા અને પછી સત્ય, ત્યાગ અને વૈરાગ્ય. ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી આ બધા પદાર્થો જેવા છે તેવા જાણે છે અને પોતાની મુમુક્ષુતા પ્રાપ્ત કરે છે. આવો મુમુક્ષુ જીવ પરમાર્થ માર્ગની યાત્રા કરવાનો પ્રારંભ કરે છે. સંસારની જે ક્રિયા કરવી પડે તે કરે છે, પરંતુ તેમાં તન્મય થતો નથી. તેનો વિચાર એવો જ હોય છે કે સત્યને પામવા જાગૃત અવસ્થા માટે પ્રાપ્ત કરવી છે.
૧૩૮મી ગાથામાં જે વર્ણન થયું તે મુમુક્ષુનો વૈભવ છે. એ મુમુક્ષુની મૂડી છે. ભગવ ગીતામાં એક શબ્દ છે દેવી સંપત્તિ. બે શબ્દો છે દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. અહીંયા મુમુક્ષુની આ દેવી સંપત્તિ છે. આ સાતે સાત ગુણો જેના જીવનમાં આવે છે તે મુમુક્ષુ છે અને આવો મુમુક્ષુ પરમાર્થ માર્ગની સાધના કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org