________________
૩૮૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રત્યે આસકિત, મોહ, મમત્વ નહિ થાય. નદીમાં પૂર આવ્યું તે પણ જુઓ અને પછી પૂર
ઓસરી જાય છે તે પણ જુઓ. નાનું બાળક જનમ્યું છે તે પણ જુઓ અને ૮૦ વર્ષના વૃધ્ધને મૃત્યુ પામતાં પણ જુઓ. આ પ્રકારની અવસ્થાઓ જાણવાથી, અંદરમાં તેનું ભાન થતાં આકર્ષણ તૂટે. તેને કહેવાય છે વૈરાગ્ય. રાગ એટલે આકર્ષણ, રાગ એટલે ખેંચાણ. કોઈને સારાં કપડાં પહેરેલાં જોઈને પૂછીએ છીએ કે ક્યાંથી લાવ્યા? કેટલાનાં છે ? સરસ છે. ભાગ્યશાળી છો કે આ લઈને પહેરી શકો છો. અમે તો આવા ગાભા પહેરીએ છીએ. આ બધું કોણ બોલાવે છે ? તેણે પહેર્યું છે તે પણ ગાભા છે, ને તેં પહેર્યું તે પણ ગાભા છે. આમાં શું જીવ નાખવો? પદાર્થ જેવા છે તેવા જાણવા, પણ જાણ્યા પછી તેનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આપણને બાહ્ય પદાર્થોનું આકર્ષણ થાય છે. કોઇએ ઘરેણા પહેર્યા હોય તો બહેનોને જરૂર આકર્ષણ થાય છે. કયાંથી લાવ્યા ? કેવા છે ? શું કિંમત છે ? કોણે આપ્યું ? કેમ આપ્યું ? અર્ધી કલાક તેની પૂછપરછ ચાલે. પૂછનારને કંઈ લેવા દેવા નથી. ઘરેણું કાઢીને બાઈ આપી દેવાની નથી, છતાં પદાર્થ અને ઘરેણાં પ્રત્યે આકર્ષણ. પદાર્થ પ્રત્યેના આકર્ષણને કહેવાય છે રાગ અને પદાર્થ પ્રત્યે આકર્ષણ ન થવું તેને કહેવાય છે વૈરાગ્ય.
વૈરાગ્ય તો ઘટના છે. જગતમાં બધું જોવે અને જોવા છતાં તેના પ્રત્યે ખેંચાણ થતું નથી, તેને પદાર્થો ખેંચી શકતા નથી. આ વૈરાગ્યની અવસ્થા છે. આજે આપણી હાલત એવી છે કે પદાર્થો આપણને ખેંચી જાય છે. ચિદાનંદજી મહારાજે કહ્યું કે “કીડીકે પગ કુંજર બાંધ્યો, જલમેં મકર પીયાસા, સંતો અચરિજ રૂપ તમાસા.” તેમને પૂછ્યું કે આપ આ શું કહેવા માંગો છો ? પદાર્થના આકર્ષણને કારણે તેના તરફ ખેંચાણ થાય છે. આત્મા જેવો આત્મા, જેમાં અનંત જ્ઞાન, દર્શન, આનંદ, અજર, અમર, અવિનાશી, અવ્યાબાધપણું કેટલા બધા ગુણો! આવો આત્મા મીઠાઈનું પડીકું જોઇને ખેંચાઈ જાય છે. અરે ! તું અનંતજ્ઞાનનો ધણી છે. તું કયાં એક નાની ચીજ પ્રત્યે આકર્ષાય છે. તને આ પદાર્થની ખબર નથી, આ પદાર્થ અનિત્ય છે. જે ઉત્પન્ન થયું છે, જનમ્યું છે, તે એક દિવસ વિખરાઈ જવાનું છે. જે ધ્રુવ છે, કાયમ ટકનાર છે તેને તું લક્ષમાં લેતો નથી. જે કાયમ રહેવાનું નથી, એમાંથી ઊંચો આવતો નથી. જે શાશ્વત છે તે તો તેં ખોયું છે અને શાશ્વત નથી તે પણ ખોયું. એટલે આત્મા પણ ખોયો અને પદાર્થો પણ ખોયા. આ કુંડાળામાંથી જે બચે છે તેને કહેવાય વૈરાગ્ય. વારંવાર ઘૂંટી ઘૂંટીને વૈરાગ્યની વાત આપણે કરીએ છીએ. નિષ્કુલાનંદ મહારાજે કહ્યું કે “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરતા કોટિ ઉપાય.” વૈરાગ્યનો ઊભરો એક વખત આવી જાય છે. સંસારમાં જેટલાં માણસો છે તેને એક વખત તો વૈરાગ્ય આવતો જ હશે કે બળ્યો આ સંસાર, પણ અર્ધા કલાક પછી પાછું જે છે તે ઠીક છે. આના વગર ચાલે તેમ નથી. એ તો હોય, હાલ્યા કરે, એમ સંસાર છોડી ભાગી થોડું જવાય? હિંમત રાખીને રહેવાનું. એમ એકબીજાને આશ્વાસન આપે છે.
જ્ઞાની પુરુષ કહે છે કે પદાર્થ પ્રત્યેના આકર્ષણમાં માણસ તણાઈ જાય છે અને તે સ્વરૂપને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org