________________
૩૮૮
પ્રવચન ક્રમાંક ૧૧૧, ગાથા ક્ર્માંક-૧૩૮-૨ હોય તો એના માટે આત્માથી ભિન્ન જુદું જે કંઇપણ છે એના પ્રત્યેનું મમત્વ છોડવું પડશે. માત્ર પદાર્થને છોડવાની વાત નથી પણ તેના પ્રત્યેનું મમત્વ છોડવું પડશે અને પદાર્થ છોડીને પણ મમત્વ ઊભું હશે તો જ્ઞાની પુરુષો તેને ત્યાગ કહેતા નથી. આત્માથી ભિન્ન અન્ય પદાર્થો સાથે તાદાત્મ્યનો જે અઘ્યાસ તેના ત્યાગને જ્ઞાની પુરુષો ત્યાગ કહે છે. આ મોટી મૂડી સાધક પાસે છે. આવો ત્યાગ ન આવે ત્યાં સુધી પદાર્થો પ્રત્યે, સંયોગો પ્રત્યે, ઘટનાઓ પ્રત્યે ઉદાસીન રહેવું. જયાં સુધી આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી પર પદાર્થ પ્રત્યેનું મમત્વ રહે, પણ તે બંનેને છૂટા પાડવા પડશે.
આત્માથી આ જગતના પદાર્થો જુદા છે, ભિન્ન છે. તેના પ્રત્યેની આસકિતનાં કારણે તે અમથો અમથો બંધાયા કરે છે. જયારે તે પરલોકમાં જાય છે ત્યારે પદાર્થો મૂકતો જાય છે પણ તેના પ્રત્યેની આસકિત સાથે લેતો જાય છે. કોઇ વ્યવસ્થા એવી નથી કે આંગડિયા સાથે આ બધો માલ મોકલી શકાય. એવી વ્યવસ્થા જગતમાં થવાની પણ નથી. પદાર્થો અહીં જ રહેશે પણ મારાપણું અને મમત્વ જયાં જશે ત્યાં સાથે લઇને જશે અને જયાં જશે ત્યાં મૂર્છા પાછી કામ કરશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઇ માણસે જંગલમા ઊંડો ખાડો ખોદીને ધન દાટી દીધું હોય અને ઘેર ગયા પછી વિચાર આવ્યા કરે કે કોઇ જોઇ ગયું નહિ હોય ને ? કોઇ જાણશે તો નહિ ને ? કોઇ ખોદશે તો નહિ ને ? પાછો ઊઠીને જોવા જાય કે બરાબર છે ને ? આવી મૂર્છાના કારણે એ મરીને સર્પ યોનિમાં જાય. ત્યાં ધન ઉપર આંટા માર્યા કરે. ચાર પાંચ વસ્તુ સ્પષ્ટ કરવા જેવી છે. જે બહુ કજીયાળો હોય તેને કૂતરાનો અવતાર આવે. ત્યાં છૂટ મળે છે. લડયા જ કરે, કોઇ ના નહિ પાડે. જેને બહુ માયા છે, લોભ છે તે તિર્યંચ ગતિમાં, સર્પયોનિમાં જાય. સાપ પૈસાને શું કરે ? પણ મૂર્છાના કારણે ત્યાં ફર્યા કરે. ‘તિર્યંચ તરુના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે’. ધન દાટયું હોય તે મરીને વૃક્ષ થાય તો તે પોતાના મૂળ ધન ઉપર ફેલાવી દે છે.
આ સાતે સાત ગુણો વર્ણવ્યા તેનો એક ક્રમ છે. એ ક્રમથી સાધકે યાત્રા કરવી પડે અને તેણે મમત્વ બુધ્ધિનો ત્યાગ કરવો પડે. એ બધા પદાર્થોથી પાછો હઠે ત્યારે એને વિચાર કરવાનો અવકાશ મળે. તમે અહીં કલાક સુધી સાંભળો છો, એટલો વખત કદાચ વિચાર રહે પણ અહીંથી ઊતરીને પછી શું વિચાર થાય છે તે મારે પૂછવું નથી. મૂર્છાની, મમત્વની, અઘ્યાસની બુધ્ધિ જેની છૂટી ગઇ છે તેને કહેવાય છે ત્યાગ.
છેલ્લી વાત
આવો ત્યાગ કરતા પહેલા પદાર્થ જેવા છે તેવા જાણો. जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ।
આ જગત જેવું છે તેવું જાણવું, એ મઝાની વાત છે. આકાશમાં ઇન્દ્રધનુષ્ય થયું છે, રંગબેરંગી ચિત્રામણ થયું છે. અદ્દભુત રંગો પૂરાયા છે. જોતાં આશ્ચર્ય થાય છે, તેને પણ જુઓ અને પછી એ પણ જુઓ કે પા કલાક પછી રંગો વિખરાઇ જાય છે. આ જાણ્યા પછી તેના
Jain Education International
-
-
For Personal & Private Use Only
www.jainelibrary.org