________________
૧૩૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે. વિચાર એ જાગૃત અવસ્થાનું ચિન્હ છે. તું જાગૃત થયો અને જાગીને આ પ્રશ્નો પૂછયા છે અને અમે પણ તને હૈયું ખોલીને જવાબ આપ્યો છે. ચારેબાજુથી વિચારીને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે, બાકી રાખ્યું નથી. - હવે તે પદની સર્વાગતા સમજી લે. આ બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરવાની છે. તે છ પદ વિષે પ્રશ્નો પૂછયા અને તે પદ વિષે અમે જવાબ આપ્યા. તે છએ છ પદની સર્વાગતા એટલે તે છએ પદો એકી સાથે સ્વીકારવાં. આત્મા છે તેમ માને પણ નિત્ય છે તેમ ન માને, નિત્ય છે તેમ માને તો કર્મનો કર્યા છે તેમ ન માને. કર્મનો કર્તા છે તેમ માને પણ કર્મનો ભોક્તા છે તેમ ન માને અને મોક્ષ છે તેમ માને પણ મોક્ષનો ઉપાય છે તેમ ન માને અથવા પાંચે પાંચ પદ માને અને એક પદને ન માને અથવા છએ છ પદનું જે રીતથી વર્ણન કર્યું છે તેવું ન માને તો સર્વાગતા કહેવાય નહિ. આપણે જે શરીર બન્યું છે તેમાં બે હાથ, બે પગ, બે કાન, બે આંખ અને એક નાક, એક મસ્તક, એમાંથી એક પણ ઓછું થાય તો ઓછું કહેવાય. આંખ ન હોય તો હાલત શું થાય ? કાન નથી તો શું હાલત થાય ? એ કહો. સર્વ અંગોથી સંપન્ન શરીર જોઈએ તેમ વસ્તુ તત્ત્વનો સ્વીકાર પણ સર્વાગીણ કરવો. આ વ્યવહાર સમ્યગ્દર્શનની વાત છે. આગળ પરમાર્થ સમકિતની વાત આવશે. નિશ્ચય સમકિત એ સૂત્ર આવવાનું છે. પહેલાં વ્યવહાર સમકિત એટલે છએ છ પદો જેમ છે તેમ સ્વીકારવાં. આ નિશ્ચય સમકિત નથી. નિશ્ચય સમકિતમાં અનુભવ છે, આમાં અનુભવ નથી, દર્શન નથી, સાક્ષાત્કાર નથી, પ્રતીતિ નથી. શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે તેનો બુદ્ધિ દ્વારા સ્વીકાર કર્યો છે. રખે ભૂલમાં તમે એમ ન માનશો કે તમે નવ તત્ત્વો ભણ્યા, જાણ્યાં અને સમજીને સ્વીકાર્યા અને નવ તત્ત્વોની શ્રદ્ધા સમ્યગૂ થઈ એટલે નિશ્ચય સમ્યગ્દર્શન થઈ ગયું. સમ્ય દર્શન તો અંદરની ઘટના છે. તેમાં આત્માનો સ્પર્શ થવો જોઈએ, આત્માનો ટચ થવો જોઇએ.
છ પદોની સર્વાગતા એટલે છએ છ પદો સર્વાગરૂપમાં સ્વીકારવાં. જ્ઞાનીના એક પણ પદ કે એક પણ વાક્યને આઘું પાછું કરે તો તેનો અનંત સંસાર વધે. આ સૂત્ર સમજી લ્યો સૂત્ર, અર્થ, તદુભય કૂડાં કહ્યાં' સૂત્ર ખોટું બોલે અને અર્થ પણ ખોટો કરે અને પ્રતિપાદન પણ ખોટું કરે, આવું કૂડું જે કરે, તેનો અનંત સંસાર વધે. બાકી બધાના વચનમાં ફેરફાર કરી શકાય પણ જ્ઞાનીનાં વચનોમાં ફેરફાર કરી ન શકાય. જ્ઞાનીનાં વચનો મરડવાની અથવા અર્થ બદલવાની કોશિશ જે કરે છે, તે પોતાનો અનંત સંસાર વધારે છે. જોખમ છે, મોટું જોખમ છે. મહાપુરુષોએ કહ્યું કે દેશના આપવી, તત્ત્વ ઉપદેશ આપવો તેના જેવી મોટી કોઈ જવાબદારી નથી, તેના જેવું મોટું જોખમ કોઈ નથી. એક પણ જીવ મિથ્યા સમજે, ખોટો હઠાગ્રહ કે ખોટી પકડ કરે અને તે ખોટા આગ્રહમાં સપડાયો તો એ જીવ અનંતકાળ સંસારમાં રખડશે? તેનો જવાબદાર ઉપદેશક છે. એના કારણે થયું, કર્મતંત્ર માફ નહીં કરે.
છએ છ પદ સર્વાગરૂપમાં સ્વીકારવાં તે જ મોક્ષમાર્ગ છે, એમ તું નિશ્ચય કરી લે. આ ગાથા ખૂબ જ માર્મિક છે. અંબાલાલભાઈ એના ઉપર ટીકા લખે છે, હે શિષ્ય ! તે છ પદના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org