________________
૧૩૨
પ્રવચન ક્રમાંક - ૮૦, ગાથા ક્રમાંક-૧૦૬ જેવી છે. સદ્ગુરુ શિષ્યને કહે છે આ પર્ષદના છ પ્રશ્નો તે બહુ વિચાર કરીને હે શિષ્ય! અમને પૂછયા છે. તું વિચારક અને ચિંતક છો. તારી વિચારદશા પ્રગટ થઈ ચૂકી છે. તે વિચાર કરે છે. ઊંઘમાંથી ઊઠીને તેં પૂછયું નથી. તારું મંથન છે તેથી અમે તને ધન્યવાદ આપીએ છીએ. અમારા હૃદયમાં જે અમૃત ભર્યું હતું, અમારા હૃદયમાં જે ખજાનો અને અણમોલ ધન હતું કે અમારે પ્રગટ કરવું જ છે, પણ કરવું કોની પાસે ? અમારો વૈભવ અમારે બતાવવો હતો પણ બતાવવો કોને? અર્થ અને કામભોગની વાર્તા સાંભળવી ગમે, રાજકારણમાં શું થયું તે સાંભળવું ગમે, નિંદા સાંભળવી ગમે પણ પરમાર્થની વાત સાંભળવી આ જીવને ગમતી નથી. જે પોતે આત્મા છે, તે આત્મા વિષે જાણવાની જરા પણ ઇચ્છા નથી, તે આશ્ચર્યની વાત છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે અમારા હૃદયમાં પ્રેમનું અમૃત ભરેલું હતું, કહેવું હતું, પ્રગટ કરવું હતું, વ્યક્ત કરવું હતું, અમારે ખાલી કરવું હતું. કુવાને પણ ખાલી થવું પડે છે. આકાશમાં વાદળોને પણ વરસીને ખાલી થવું પડે છે. વાદળાં વરસે છે અને ખુશ થાય છે. મા વરસે છે, ગુરુ વરસે છે. આ ઠેકાણે હે શિષ્ય, તું વરસ્યો. અમે તને અમારા હૃદયમાં જે અમૃત ભર્યું હતું તે પાયું, પણ પીનારો જોઇએ ને ? “વિવેકી વીરા રે મળવા અતિ દોહ્યલા રે કયાં જઈ કરવી, અંતરની ગુહ્ય વાત જો' જ્ઞાનીને બીજી મૂંઝવણ નથી. તેમને બોલવાના અભરખા નથી, એમને પાંડિત્ય બતાવવું નથી, એમને પોતે કેવા વક્તા છે તે બતાવવું નથી. પરંતુ હૃદયમાં અમૃત ભર્યું છે, તે પીનારો આવે તો પાવું છે. તૃષાતુરને પાવાની મહેનત કરવી છે. ગુરુ કહી રહ્યાં છે કે અમારે ખાલી થવું હતું પણ જ્યાં ત્યાં ખાલી ન થવાય. અમે છલોછલ ભરાઈ ગયા હતા અને અમારે વ્યકત થવું હતું, પરંતુ જ્યાં ત્યાં વ્યક્ત ન થવાય. હે શિષ્ય ! તેં રસ્તો કરી આપ્યો. અમે તારા નિમિત્તે ઠાલવી શક્યા છીએ. તું અમારા માટે નિમિત્ત છે. આગળ શિષ્ય સદ્ગુરુને કહેવાનો છે કે તમે અમને આત્મા ઓળખાવ્યો અને અહીં સદ્ગુરુ એમ કહે છે કે તે આત્માની વાત પૂછી અમારા હૈયાને ખાલી કરવાની તક આપી. જરા સમજી લો, આધ્યાત્મિક ક્ષેત્રમાં કેવી ઘટના ઘટે છે ?
ભગવાન મહાવીરને ગૌતમ સ્વામી પ્રશ્નો પૂછે છે અને ભગવાન મહાવીર સમાધાન કરે છે તેમાંથી શાસ્ત્ર બન્યું ભગવતી સૂત્ર, તેમાં ૩૩ હજાર પ્રશ્નો છે. તે ભગવાન મહાવીરને પૂછાયા છે. કોઈ પ્રશ્નો પૂછે અને તેનું સમાધાન કરવાનું ચાલુ થાય તેમાંથી શાસ્ત્રની રચના થાય. ઘણાં શાસ્ત્રો પ્રશ્નોના જવાબ રૂપે છે. હે શિષ્ય ! તને ધન્યવાદ, તું નિમિત્ત બન્યો છે. આ ધરતી ઉપર મહાપુરુષો અકારણ બોલ્યા નથી. કોઈ સાધક જીવ કે મુમુક્ષુ જીવ કે લાયક જીવ, ખપી જીવ, પાત્ર જીવ હોય અને તેનામાં મંથન ચાલતું હોય, ચિંતન ચાલતું હોય, વિચારનો ધોધ વહેતો હોય અને તત્ત્વ સ્પષ્ટ થતું ન હોય અને અનુભવ ન હોય એ પણ તેવાં પાત્રને શોધે છે કે કયાં જઈને મારું હૈયું ઠાલવું ? અને સદ્ગુરુ પણ એવા પાત્રને શોધે છે કે હું મારું હૈયું ઠાલવું. આવા જીજ્ઞાસુ થઇને પૂછનાર અને પ્રેમપૂર્વક સમાધાન કરનાર જ્યાં મળે ત્યાં ગુરુ શિષ્યની સંધિ થાય. હે શિષ્ય ! તને ધન્યવાદ આપું છું. તે વિચાર કરીને પ્રશ્નો પૂછયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org