________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ ૩૧
પ્રવચન ક્રમાંક - ૮૦
ગાથા ક્રમાંક - ૧૦૬ વ્યવહાર સમકિતનું સ્વરૂપ
ષપદનાં પપ્રશ્ન તે, પૂછયાં કરી વિચાર;
તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. (૧૦૬) ટીકા : હે શિષ્ય ! તેં છ પદના છ પ્રશ્નો વિચાર કરીને પૂછયા છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈપણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. (૧૦૬)
પરમકૃપાળુદેવ દ્વારા પરમ ગૂઢ આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું. ગ્રંથની સમાપ્તિ વખતે શિષ્ય પોતાના ગુરુની ભક્તિ વ્યકત કરે છે, અહોભાવ અને બહુમાન વ્યક્ત કરી પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ભક્તિમાર્ગની આ મહત્ત્વની ઘટના છે. શિષ્ય એમ કહે છે કે જે અમારી પાસે અમારો ખજાનો હતો, વૈભવ હતો, તે અમારી પાસે હોવા છતાં અમે જાણતા ન હતાં. તમે એ વૈભવને ઓળખાવ્યો. એ અર્થમાં તમે અમને આત્મા આપ્યો. આત્મા તો છે જ, પરંતુ અમને ક્યાં ભાન હતું કે હું આત્મા છું. “તે તો પ્રભુએ આપિઓ'. તમારા ચરણમાં શું ધરું પ્રભુ ! તમને કોઈ અપેક્ષા નથી. ધરવા જેવી ચીજ તો આત્મા છે અને તે તો તમે અમને આપ્યો છે. તમારું તમને અર્પણ કરીએ છીએ. તમે આપ્યો એટલે તમે અમને ઓળખાવ્યો છે. આત્મા હોવા છતાં અમને આત્માનું જ્ઞાન નથી, આત્માનો સ્વીકાર નથી, અને અમને આત્માની પ્રતીતિ નથી. તમામ શાસ્ત્રોને ટપારી ટપારીને એમ કહેવું પડે છે કે 'તત્વમસિ'. આ વેદાંતનું સૂત્ર છે. “તત્ ત્વમ્ અસિ” તત્ એટલે તે. ત્વમ્ એટલે તું. અસિ એટલે છે, તું તે છે - શરીર નહિ, તું જે માને છે તે નહિ. ઈન્દ્રિય તે તું નહિ, પ્રાણ તું નહીં, મન કે બુદ્ધિ તે તું નહિ. બાહ્ય પદાર્થો તું નહિ. તું બધાથી જુદો છે. તત્ એટલે તે. આ તત્ અમારી પાસે હતું. આ તરૂપ અમે હતા. હે પ્રભુ! અમે અમને જાણતા ન હતા, તમે અમને ઓળખાણ કરાવી. એ મહાન ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. સમયસારમાં કુંદકુંદાચાર્યજી કહે છે કે બાળ ગોપાળ, ગરીબ-તવંગર, સામાન્ય, મૂર્ખ, પંડિત, ભણેલ, અજ્ઞાની, સાધુ ગૃહસ્થ સંસારી, બધા જ આત્મા છે પણ પોતે પોતાને ઓળખતા નથી. અમે તમારી પાસે એ આત્માનો વૈભવ ગાવા આવ્યા છીએ. એ ભેટશું, પ્રસાદ, ગીફટ છે. આ ૧૦૬મી ગાથામાં આનાથી જુદી વાત છે.
આ ગાથામાં સદ્દગુરુ શિષ્યને ધન્યવાદ આપે છે. ૧૦૬મી ગાથામાં કહે છે કે ષપદના ષટ્યશ્નો તે વિચાર કરી પૂછયા અને તે પદની સર્વાગતામાં મોક્ષપદની પ્રાપ્તિ છે. આ અદ્ભુત ગાથા છે. છેલ્લી ૪૨ ગાથા તો જાણે ચૌદ પૂર્વના સાર જેવી છે. ૪૫ આગમના નિચોડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org