________________
૧૩૦
પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા ક્રમાંક-૧૦૫-૧ કરે તોપણ જ્ઞાન પોતાથી ન થાય, પામવાનું હોત તો પામ્યો હોત. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સર્વ આગ્રહનો ત્યાગ કરે, સદ્ગના બોધનું અનુસરણ કરે અને એમની આજ્ઞાએ વર્તવાનો પ્રચંડ પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે. ૪૮ મિનિટમાં કેવળજ્ઞાન પામી શકે. આવી તૈયારી સાધક જીવ પોતે પોતાના જીવનમાં કરે.
આ ગાથામાં મોક્ષમાર્ગના પ્રારંભની વાત પરમકૃપાળુદેવે કરી. હવે મોક્ષમાર્ગ માટે જુદા જુદા એંગલથી ચર્ચાનો પ્રારંભ થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
સાધના એ હઠ નથી, પ્રયત્ન નથી, ક્રિયા નથી, વિચાર નથી, એક ભાવ દશા છે.
સાધના કરવાથી થાય છે એમ નથી. ભાવની જે અભિવ્યક્તિ તે ક્રિયા છે, તે કર્મ છે, તે અનુષ્ઠાન છે. ભાવ પોતે તો વિધેયાત્મક છે જ પણ સાથે એની અભિવ્યક્તિ પણ છે. વિધેયાત્મક ભાવની અભિવ્યક્તિ પણ છે. વિધેયાત્મક ભાવની અભિવ્યક્તિ તે ક્રિયા, તે અનુષ્ઠાન, તે ધર્મ માટે જૈન શાસ્ત્રોએ ધર્મની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું ““ઉપયોગે ધર્મ” ઉપયોગ એ જ ધર્મ, કર્મનું કેન્દ્ર સ્થળ કે કાળ નથી; વ્યક્તિ કે વિચાર નથી. ચેતનાનો ઉપયોગ તે ધર્મનું કેન્દ્ર છે. એ ઉપયોગમાં શું થઈ રહ્યું છે, એ જોવું એ ધર્મની ક્રિયા છે, માટે ભાવ અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે અને એ ભાવ શુદ્ધ બનતો જાય, પરમ શુદ્ધ બનતો જાય તેમ તેમ ધર્મ થાય છે. ભાવ એક અવસ્થા છે. -પૂ.ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ પ્રણીત
ચૈતન્ય યાત્રા ભાગ-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org