________________
૧૩૪
- પ્રવચન ક્રમાંક – ૮૦, ગાથા ક્રમાંક-૧૦૬ છ પ્રશ્નો વિચાર કરી પૂછયા છે. સદ્ગુરુ ધન્યવાદ આપી પીઠ થાબડે છે. સદ્ગ ખોટા વખાણ કરતા નથી. સગુરુના મુખેથી વખાણ સાંભળવા તે બહુ સભાગ્યની વાત છે. સદ્ગુરુ તમને રાજી કરવાં કે ખુશામત કરવા આવ્યાં નથી. તમે નાખુશ થાવ તેની ચિંતા પણ કરતાં નથી. તેઓ સત્ય જેવું છે તેવું કહે છે. તેઓ પ્રેમથી, સરળતાથી, નમ્રતાથી જરૂર કહે પણ સાહેબ! સત્યને ગમે તેટલું મરડો અને મીઠાશ લાવવા જાવ પણ તેમાં કડવાશ આવ્યા વગર રહેતી નથી. મૂળ વાત તો કહેવી જ પડે કે તું જે ક્રોધ કરે છે તે ખોટું કરે છે. તેને પૈસા મળ્યા છે એટલે તું અભિમાન કરે છે અને બીજાને દબડાવે છે. મંદિરમાં કે આશ્રમમાં જાય ત્યાં હું પૈસાવાળો ! અને બધા ઉપર દાદાગીરી કરે છે તે કરવા જેવું નથી. ગમે તેટલી મીઠાશથી કહો પણ કહેવું તો પડે ને ? ઓલો સાંભળે ખરો ? તેને સત્ય કડવું જ લાગશે.
મહાપુરુષોએ કહ્યું કે આ છ પ્રશ્નો તે પૂક્યા, તેની પાછળ તારો વિચાર જણાય છે. બસ, આ વિચાર જાગૃત થવો તે જીવનમાં મોટી ઘટના છે. વિચાર જાગૃત ન થવો તેને ઓધસંજ્ઞા કહે છે. ઓધસંજ્ઞા એટલે પ્રવાહ પતિત. આખું જગત, આખો સંસાર જે પ્રવાહમાં ચાલે છે તેના પ્રવાહમાં ચાલવું તેને કહેવાય છે ઓઘસંજ્ઞા. હેય, શેય અને ઉપાદેય આ ત્રિપદીનો વિચાર કર્યા સિવાય જગત જેમ ચાલે છે તે પ્રમાણે ચાલવું તેને કહેવાય ઓઘસંજ્ઞા. આવી ઓઘસંજ્ઞામાં વિચાર કે જાગૃતિ નથી. ઘેટાનું ટોળું જેમ ચાલે છે તેમ. એક ઘેટું આગળ ગયું અને ખાડામાં પડ્યું તો તેની પાછળ ચાલનાર બધાં જ ખાડામાં પડે, તેમ આખો સંસાર કરે છે. ખાવું, પીવું, હરવું-ફરવું, પહેરવું-ઓઢવું, ધન મેળવવું, મારો પુત્ર, પુત્રી, મારી વસ્તુ, મારું ધન, મારું ઘર અને મારાં સગાં સંબંધી, આમ રડતાં રડતાં એક દિવસ આંખ મિંચાઈ જાય એટલે છેલ્લો વરઘોડો નીકળે. બધા આ જોવે છે છતાં બધા એના એ માર્ગે જ ચાલે છે. આ ઓઘસંજ્ઞા. અહીં ઓઘસંજ્ઞાનું સામ્રાજ્ય છે જ્યાં કોઈ પોતાનો વિચાર જ નથી. હે શિષ્ય ! તું આ જગતના જીવોથી જરા જુદો છે. તારામાં ઓઘસંજ્ઞાનું બળ તૂટ્યું અને વિચારની જાગૃતિ થઈ. તમે જાણ્યા વગર બોલ્ય જ જાઓ છો કે “એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા', પણ જરાક તો ઊભા રહો. ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞામાંથી બહાર નીકળી, તત્ત્વચિંતનનો પ્રારંભ થવો તે જગતથી અલગ પડીને જીવન જીવવાની કળા છે. તમારે કરવું હશે પણ લોકો નહિ કરવા દે. ઘરનાં અને સમાજનાં લોકો ના પાડશે. મીરાંબાઈને પણ આવું બન્યું હતું, કારણ કે તે ભજન કરતી હતી. નરસિંહ મહેતાને અને આનંદધનજીને પણ તગડી મૂકવાની કયાં જરૂર હતી? તેઓ તો ભજન કરતા હતા પણ તગડી મૂકયા. આ તો લોકો અને લોકસંજ્ઞા ! કાઢી મૂક્યા. ન ચાલે, તમે અમને ખુશ ન કરો તો, અમને ખુશ રાખો અને અમારું માન સન્માન તમે જાળવો. અરે ! આખો સંસાર છોડી જે મુનિ બન્યાં હોય તેને પણ સંસારમાં જે ડૂબેલાં છે તેની પીઠ થાબડવી પડે છે, સન્માન કરવું પડે છે. શાસ્ત્રો કહે છે કે જ્ઞાની પુરુષનું આવું કામ નથી. જગતના પ્રવાહથી તમે થોડા જુદા પડો તો વિચારની જાગૃતિ થશે. આવી વિચારની જાગૃતિ થઈ છે તેથી હે શિષ્ય ! તને ધન્ય છે. અને આ છ પદની સર્વાગતામાં જ મોક્ષમાર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org