________________
૨ ૩૪
પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્રમાંક-૧૧૬ થઈ. મોક્ષ બહાર નથી અને સંસાર પણ બહાર નથી. તું અશુદ્ધ પણ થઈ શકે છે અને શુદ્ધ પણ રહી શકે છે. બહુ હિંમતવાળી વાત છે, સાહસવાળી વાત છે. કાળ, કર્મ, નિયતિ બધાને બાજુએ મૂકયાં. કોઈ જવાબદાર નથી. તે પોતે જ જવાબદાર છો. આપણે જ્ઞાનીને પૂછીએ છીએ કે મોક્ષ કયારે મળશે? જ્ઞાની જવાબ આપે છે કે તું બદલાઈશ ત્યારે. કાળ સાથે મોક્ષનો સંબંધ નથી. મોક્ષનો સબંધ તારી સાથે છે. જ્યારે તારે મોક્ષમાં જવું હશે ત્યારે તને કોઈ રોકી શકે તેમ નથી. બહાનાં ન કાઢીશ કે આ પંચમકાળમાં મોક્ષ થતો નથી. તું બીજા, ત્રીજા અને ચોથા આરામાં પણ હતો. મોક્ષ કેમ ન થયો ? ને રખડતો જ કેમ રહ્યો ? કાળ અને કર્મ તને શું નડશે ? જે કંઈ છે તે તું જ તને નડે છે. તું છો મોક્ષ સ્વરૂપ, ભાઈ ! તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. અશુદ્ધતા બાજુએ મૂક તો મોક્ષ. જ્યારે તું શુદ્ધ બને છે ત્યારે તેને કહેવાય છે શુદ્ધ આત્મપદ. કેવો આત્મા ! શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા એ જ શુદ્ધ આત્મપદ છે અને એ મોક્ષમાં જે અનંતજ્ઞાન ખીલેલું દેખાશે, અનંતદર્શન ખીલેલું દેખાશે, અનંત આનંદ લહેરાતો દેખાશે, અવ્યાબાધ અવસ્થા તને દેખાશે તે બધું જ અત્યારે આ ક્ષણે પણ તારામાં ભરેલું જ છે પણ અશુદ્ધિના કારણે ઢંકાઈ ગયેલું છે.
સરળ વાત છે. અશુદ્ધિ દૂર કરો તો મોક્ષ હાથવેંતમાં છે અને અશુદ્ધિ દૂર નહિ કરો તો ભટકી ભટકીને થાકી જશો તો પણ મોક્ષ નહિ મળે. આમ તો મોક્ષ માટે તોફાનો ઓછાં નથી થતાં. ગીરનાર પાસે ભૈરવ નામનો પહાડ છે ત્યાં ઊંડી ખાઈ છે. કોઈ કહે કે પહાડ ઉપરથી ખાઇમાં કૂદકો મારો તો મોક્ષ મળે, કોઈ કહેશે કે કાશીએ જઈ કરવત મૂકાવો તો મોક્ષ મળે, કોઈ કહેશે જગન્નાથજીના રથ નીચ ચગદાઈ જવાય તો મોક્ષ મળે, કોઈ કહે કે જમનાજીમાં ડૂબકી મારો તો મોક્ષ મળે. આમ તે મોક્ષ મળતો હશે? મોક્ષ તો તારો સ્વભાવ છે. બહારથી મોક્ષ ન મળે. ભીતર દેખો ! યશોવિજયજી મહારાજે બહુ પ્રેમમાં આવીને પોતાના આત્માને કહ્યું કે, મેરો પ્રભુ! તું સબ બાતે પૂરો. હે મારા આત્મા ! તું બધી વાતે પૂરો છે. તેઓએ એ અર્થમાં કહ્યું છે કે પ્રભુ ! તું બધી રીતે સંપૂર્ણ છો. અનંત જ્ઞાન, અનંતદર્શન, બધું તારી પાસે છે. તમે નિગોદમાં હતા ત્યારે પણ તમારો ખજાનો તમારી સાથે હતો. તમે પ્રવાસ કરતાં હો ત્યારે પાકીટ લટકાવો છો ને ? જ્યાં જાવ ત્યાં સાથે ને સાથે ? નીચે ન મૂકો એને, એમાં બધું જ છે. તેમ તમે જ્યાં જાવ ત્યાં, નિગોદમાં પણ બધો ખજાનો તમારી સાથે જ છે. પ્રશ્ન થશે કે તો અનુભવ કેમ થતો નથી ? તું અશુદ્ધ છો માટે અનુભવ થતો નથી. શુદ્ધ થા એટલે અનુભવ થશે, મોક્ષ થશે. શુદ્ધ થા, સંસાર નષ્ટ થઈ જશે.
સમાપન કરતાં થોડાં સૂત્રો જીવ સમજી લે પરમકૃપાળુદેવે “એ જ ધર્મથી મોક્ષ છે', આ દૈતની વાત કરી, ભેદની વાત કરી, મોક્ષ જુદો અને મેળવનાર જુદો ? પણ તુરત જ કહ્યું કે “તું છો મોક્ષ સ્વરૂપ.” મોક્ષ બહાર નથી અને મોક્ષમાં જે અનંતજ્ઞાન અને અનંત દર્શન એ તું જ છો. તું અનંત જ્ઞાન સ્વરૂપ છો. તું જ અનંત દર્શન અને તું જ અવ્યાબાધ સ્વરૂપ છો. શું ગાથા થઈ ? “એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ'. અનંતદર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org