________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૩ જે આત્મા અશુદ્ધ છે તે સંસાર છે અને જે આત્મા શુદ્ધ છે તે મોક્ષ છે. જાગૃત રહીને સાંભળો. કલિકાલ સર્વજો યોગશાસ્ત્રના ચોથા અધ્યાયમાં એક ગાથા આપી છે તે મૌલિક છે.
अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः
તમેવ દિનેતા, મોક્ષમાદુર્મનીષિણ: . (૪/રૂ) આ ગાથામાં ૧૧૬મી ગાથાનો સાર છે. આ આત્મા એ જ સંસાર છે. સ્ત્રી, પુત્ર, ધન, મકાન, છોકરાં, પૌત્રો એ સંસાર નથી. સંસાર બહાર નથી. સંસાર બીજો નથી. સંસાર જગતમાં નથી પણ આત્મા એ જ સંસાર છે. કષાયો વડે જીતાયેલો આત્મા, ઈન્દ્રિયો વડે જીતાયેલ આત્મા, વિષયો વડે જીતાયેલો આત્મા, એ સંસાર છે. ક્રોધ વડે જીતાયેલો અને અહંકાર વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. જીભના સ્વાદ વડે જીતાયેલો આત્મા અને આંખ વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. કાન વડે જીતાયેલો અને વિષયો તરફ ઢળેલો આત્મા સંસાર છે. વાસનાઓ તરફ ખેંચાયેલો આત્મા તે સંસાર. સંસાર બહાર નથી. - પૂ. આનંદધનજી મહારાજે લાક્ષણિક શૈલીમાં વાત કરી, ભગવાન ! તમારી પાસે આવું કેવી રીતે ? મને તો તમારી પાસે આવતાં શરમ લાગે છે. લજ્જા આવે છે. કબીરજીએ પણ કહ્યું કે મેલી ચાદર ઓઢીને હું તમારા ચરણમાં કેવી રીતે આવું? આ મારું શરીર, મારું મન તે ચાદર છે અને એ ચાદર મેલી છે. હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, કામવાસના, ક્રોધ, મોહ અને લોભના કેટલા બધા ડાઘાઓ પડ્યા છે ! પ્રભુ ! હું કેવી રીતે તમારી પાસે આવું? તમે બહાર નીકળો ત્યારે ઠસ્સાબંધ સજાવટ કરીને નીકળો છો. આનંદઘનજી મહારાજ અજીતનાથ પ્રભુને કહે છે કે ભગવાન ! તમે અજીતનાથ છો. તમને કોઈ જીતી ન શકે. તમને મોહ જીતી ન શકે, ક્રોધ કે અહંકાર જીતી ન શકે, તમે અજીત છો. તમે કષાયો અને વાસનાઓને જીતી. તમે જેને જીત્યા તેઓએ આવી મને ઘેરી લીધો. તેઓ તમારી પાસેથી નીકળી અમને વળગ્યા. અલંકારિક ભાષામાં તેમણે કહ્યું કે,
જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ? કષાયોથી જીતાયેલ આત્મા તે સંસાર. વિષયો વડે જીતાયેલો આત્મા તે સંસાર. સંસાર બહાર નથી, સંસાર કોઈએ પેદા કર્યો નથી કે વળગાડ્યો નથી. સંસાર કયાંયથી આવ્યો નથી પણ આત્મા એ જ સંસાર. તો પછી મોક્ષ? “તમેવ તક્રિનેતા' તું જ મોક્ષ છો, જેણે કષાયોને જીત્યા તે આત્મા મોક્ષ છે. જેણે ઇન્દ્રિયો અને વાસનાઓને જીતી તે આત્મા મોક્ષ. જેણે વિકારો અને રાગ દ્વેષ જીત્યાં તે આત્મા મોક્ષ. મોક્ષ પણ તું અને સંસાર પણ તું. અભુત વાત છે. તમે બહાર જોવા જાઓ છો પણ સબ કુછ ભીતર છે. સંસાર પણ અંદર અને મોક્ષ પણ અંદર. આત્મા એ જ સંસાર અને આત્મા એ જ મોક્ષ.
अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः
तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥ જ્ઞાની પુરુષોએ એને જ મોક્ષ કહ્યો છે. ‘છો મોક્ષ સ્વરૂપ આ ગાથાની વ્યાખ્યા અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org