________________
૨ ૩ ૨
પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્રમાંક-૧૧૬ બે અપેક્ષાથી બે નયથી વાત કરવાની છે એક પર્યાયાર્થિક નય અને બીજો નિશ્ચયનય. આત્મા ત્રિકાળ શુદ્ધ છે તે નિશ્ચયનય. વ્યવહાર એમ કહે છે કે ત્રિકાળ શુદ્ધ છે તો વર્તમાનમાં અનુભવ કેમ થતો નથી ? કયાંક વિક્ષેપ છે. વ્યવહારનય કહે છે કે વર્તમાનમાં અશુદ્ધ છે, અને શુદ્ધ તે ત્રિકાળની અપેક્ષાએ. આત્મા અશુદ્ધ બન્યો છે, અશુદ્ધ થઈ શકે છે પણ એ આત્મા મટી શકતો નથી. સોનું ખાણમાં માટી ભેગું છે પણ સોનું મટી શકતું નથી. આત્મા અશુદ્ધ થઈ શકે છે અને તે પોતાની ભૂલના કારણે થાય છે. તેને કોઈ અશુદ્ધ બનાવતું નથી. તમે ન થાવ તો તમને કોણ અશુદ્ધ બનાવે? અશુદ્ધ આપણે થઈએ છીએ તે આપણી ભૂલ છે. પરમકૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે આ અમારી જ ભૂલ છે. અમે ભૂલથી કર્મો કર્યા છે માટે અમે ભોગવીએ છીએ. ભૂલ છે આત્માની અને ભૂલ એ કે સ્વરૂપનું ભૂલી જવું. આ મોટી ભૂલ છે. સ્વરૂપનું વિસ્મરણ એ સૌથી મોટી ભૂલ. આત્મસિદ્ધિમાં પહેલી લીટીમાં જ ઘોષણા કરી કે “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત' સ્વરૂપ તો છે, આત્મા તો હાજર છે. અત્યારે પણ હાજર છે. નિગોદમાં રહેલ અશુદ્ધ આત્મા પણ શુદ્ધ બનીને મોક્ષમાં બીરાજમાન થઈ શકે છે. મોક્ષ માટે બીજો શબ્દ છે સિદ્ધ. આગળ આવશે કે “સર્વ જીવ છે સિદ્ધ સમ’ બધા જીવો સિદ્ધ જેવા છે. તો કેમ થતા નથી ? તો કહ્યું કે “જે સમજે તે થાય'. આ સમજે તો થાય. સમજવાના સાધન છે, તેની પ્રક્રિયા છે, તેની રીત છે. તેનો વિકાસ છે. અશુદ્ધ પોતે થયા. તમને કોઈએ અશુદ્ધ કર્યા નથી. જેનદર્શનની માર્મિક વાત સમજી લો કે જૈનદર્શન ભૂલ માટે બીજા કોઈને જવાબદાર ગણતું નથી, પણ તમને સો ટકા જવાબદાર ગણે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે
अप्पा कत्ता विकत्ताय, दुहाण च सुहाण च પપ્પા મિત્તમમિત્ત વ, તુપૂદિયસુપટ્ટિકો . (૨૦/૩૭) अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
મMા વંતો સુધી દોડું, અરિ રોગે પરસ્થ (૩/૨૧) આ બે ગાથામાં અનેકવાર અપ્પા અપ્પા શબ્દ આવ્યો છે. અપ્પા માગધી શબ્દ છે. અપ્પા એટલે આત્મા. આત્મા કર્મનો કર્તા છે અને આત્મા જ તેને દૂર કરનાર પણ છે. આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે. તે આત્મા, તું તને નિયંત્રણમાં લે અને આત્માને નિયંત્રણમાં લઇશ તો આ લોકમાં સુખી થઈશ અને પરલોકમાં પણ સુખી થઈશ. તમને કોઈ બીજાએ અશુદ્ધ બનાવ્યા નથી. તમે અશુદ્ધ થયા છો. અશુદ્ધિ એ આપણી પોતાની ભૂલ છે. આપણી ભૂલ સુધારી શકાય તેવી છે અને આ ભૂલનો સ્વીકાર જો થાય તો જ્ઞાની બીજી વાત કરે છે. મૃત્યુદંડની ફાંસીની શિક્ષા રદ થાય કે ન થાય તે રાષ્ટ્રપતિ પર આધાર છે. પરંતુ આપણી ભૂલ આપણે સુધારી શકીએ છીએ. આપણામાં ક્ષમતા અને સામર્થ્ય છે, શક્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org