________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૨૧ માત્રથી કામ પૂરું થતું નથી, પછી મોક્ષનો ઉપાય કરવો પડશે. ડોકટરોની પેનલ બોલાવી નક્કી તો કર્યું કે આ રોગ છે, પરંતુ તેટલાથી કામ પતતું નથી. નક્કી કર્યા પછી ઉપચાર કરવો પડે છે. પહેલાં યથાર્થપણે નક્કી કરી લો કે મોક્ષ છે અને પછી મોક્ષનો ઉપાય કરો.
મોક્ષનો ઉપાય શું છે? એમ કહ્યું કે પહેલાં છોડો. શું છોડો? મતનો આગ્રહ, દર્શનનો આગ્રહ અને તેના વિષેના વિકલ્પો. આ જેઓ છોડશે તે એક નેગેટીવ પોઈન્ટ અને “કહ્યો માર્ગ આ સાધશે' તે પોઝીટીવ. પહેલા પણ કહ્યું કે “હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” બે શબ્દો બોધ અને વીતરાગતા તે અચૂક ઉપાયો છે. એક દર્શનમોહને હણે છે અને એક ચારિત્રમોહને હણે છે. સંપૂર્ણ મોહનું જવું તે પરિપૂર્ણ મુક્ત અવસ્થા છે. આ માર્ગ જે કહ્યો તે સાધશે તે અવશ્ય મોક્ષ પામશે. અહીં એમ કહેવું છે કે માર્ગ પામ્યાથી મુકિત નહિ થાય. માર્ગને સાધવો પડશે. પામવું જુદી વાત અને સાધવું જુદી વાત. પામવું તે માર્ગનો બોધ થયો, અને સાધવામાં તમારો પુરુષાર્થ આવે અને પુરુષાર્થ જ્યારે થાય ત્યારે અમે નિશ્ચિતપણે કહીએ છીએ કે “જન્મ તેહના અલ્પ'.
અલ્પ જન્મ શા માટે કહ્યા તેનો વિચાર આગળ કરીશું. કહેવું તો એમ છે કે આ માર્ગ સાધશે તેનો તત્ ક્ષણ મોક્ષ થાય, પણ સાધના કરનારમાં એ માટેનો જુસ્સો, પ્રબળ પુરુષાર્થ એને કહેવાય છે સંવેગ. સંવેગ ત્રણ પ્રકારે છે. એક ઉત્કૃષ્ટ સંવેગ, મધ્યમ સંવેગ અને એક જધન્ય સંવેગ. જેવો સંગ તેવી પ્રાપ્તિ. જેવી તીવ્રતા તેવી પ્રાપ્તિ. આ જધન્ય, આ ઉત્કૃષ્ટ એવા જે ભેદ પડે છે તે સાધનામાં નથી પડતા પણ સાધના કરનાર સાધકની આંતરિક અવસ્થાના કારણે થાય છે. શબ્દ ખ્યાલમાં રાખજો. શબ્દ છે સંવેગ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ર૯મા અધ્યાયમાં
જ્યારે જંબુસ્વામીને સુધર્માસ્વામી કહેવાનો પ્રારંભ કરે છે ત્યાં કહે છે કે સંવેગેણં ભત્તે નીવે, વુિં ગળેફ? આ સંવેગથી હે ભગવાન ! જીવમાં શું પ્રગટ થાય છે ? એ સવેગની વાત આગળ પ્રવચનમાં આવશે. હવે પછીથી એક એક મહત્ત્વની વાત શરૂ થશે. વારંવાર ભલામણ કરું છું કે શબ્દો બરાબર સમજજો. અને એ પણ સ્પષ્ટતા છે કે માત્ર પામવાથી કામ નહિ થાય. માત્ર પામવાથી પચાસ ટકા અને સાધવાથી સો ટકા કામ થાય. સો ટકા કામ કરવું હશે તો પામવું અને સાધવું બંને સાથે કરવાં પડશે. આવી અવસ્થા તમે તમારા જીવનમાં પ્રાપ્ત કરજો.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org