________________
૧ ૨ ૨
પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા ક્રમાંક-૧૦૫-૧
પ્રવચન ક્રમાંક - ૭૯
ગાથા ક્રમાંક - ૧૦૫-૧ સાધનામાં સંવેગની મહત્તા
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહનાં અલ્પ. (૧૦૫) અંબાલાલભાઈની ટીકા આ ગાથા ઉપર મહત્ત્વની છે. “આ મારો મત છે, માટે મારે વળગી રહેવું', આના જેવો સાધનામાં બીજો કોઈ અવરોધ નથી. જ્ઞાની પૂછે છે કે તારે મતને સિદ્ધ કરવો છે કે તારે સની પ્રાપ્તિ કરવી છે ? મતને સિદ્ધ કરવો હોય તો અહંકારની તૃપ્તિ છે અને સત્ની પ્રાપ્તિ કરવી હોય તો જીવનની સમસ્યાનો ઉકેલ છે. તારે કરવું છે શું ? મતને તું માનીશ તો મતની આજુબાજુમાં જ રહીશ. વિકલ્પો, વિચારો અને માન્યતા એ પ્રમાણે રહેશે. તારી સમજણ પણ એ રીતે કામ કરશે અને સૌથી મોટી વાત એ છે કે તારી સામે સત્ વસ્તુ કહેનાર કોઈ જ્ઞાની પુરુષ આવશે તે વખતે તું એમને સાંભળી નહિ શકે. તું તરત જ એમ કહીશ કે તમે ગમે તેમ કહો પરંતુ મારો મત આ છે. આ મારો મત છે અને આ મારું દર્શન છે. હું જૈન છું એટલે જૈનદર્શન. હું વૈષ્ણવ છું માટે વૈષ્ણવદર્શન. હું બુદ્ધ છું તો બૌદ્ધ દર્શન અને ઇશ્વરવાદી છું તો ઈશ્વરદર્શન. નાસ્તિક છું તો નાસ્તિક દર્શન. તો ગમે તેમ કરી આવા જુદા જુદા દર્શનો સામે મારું દર્શન સત્ય છે તેમ બીજા દર્શનો સામે સાબિત કરવું, એ જ તેની સાધના થઈ.
આનંદધનજી મહારાજે કહ્યું છે કે છ જુદા જુદા દર્શનો જુદા જુદા દૃષ્ટિકોણથી વાત કરે છે. દરેક દર્શન પોતાની ભાષામાં વાત કરે છે.
બંભન કે ઘર નાતી ધોતી, જોગી કે ઘર ચેલી, કલમા પઢ પઢ ભઈ રે તુરકડી તો, આપ હી આપ અકેલી.
અવધૂ એસો જ્ઞાન વિચારી. શ્રદ્ધા સખી એમ કહે છે કે મને નિસ્પક્ષ રહેવા ન દીધી. બ્રાહ્મણને ઘેર જનમ્યાં ત્યારે પૂછ્યું, તમારો ધર્મ શું? તો નહાવું, ધોવું, આભડછેટ જાળવવી. સ્નાન કર્યા પછી જો બીજાના છાંટા ઊડે તો એટલો ગુસ્સો કરે કે સામો હેબતાઈ જાય. પરંતુ એ માને છે કે હું બરાબર છું કારણ કે આ મારો ધર્મ છે, મારું આ દર્શન છે. મારી આ માન્યતા છે. “યોગી કે ઘર ચેલી', યોગીઓના ઘેર જ્યારે ગયા ત્યારે ચલમ ભરવી, દમ મારવો, પ્રાણાયામ કરવા, હયોગ કરવા એ બધું અમારું કાર્ય છે. “કલમા પઢ પઢ ભઈ રે તુરકડી' મુસ્લીમના ઘેર જનમ્યા ત્યારે કલમો પઢવી, અને “આપ હી આપ અકેલી'. આ બધું કરવા છતાં મારા હાથમાં કંઈ આવ્યું નહિ, મને પ્રાપ્તિ થઈ નહિ. કારણ? આ મારું દર્શન, ગમે તે રીતે મારે મારા દર્શનને સિદ્ધ કરવું છે. આ મારો મત, તેને વળગી રહેવું છે. આ જીવે આવું કરવામાં એક નહિ પણ અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org