________________
૨૪૪
પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ સ્વયંજ્યોતિ ઃ ભગવદ્ ગીતામાં એક શ્લોક છે. ન ત૮ માર્યાતિ તે સૂર્યમ ! ત્યાં સૂર્ય પ્રગટ થઈ શકતો નથી, ત્યાં ચદ્ર પ્રકાશ આપી શક્તો નથી. દુનિયાનો કોઈ પ્રકાશ તેને પ્રકાશી શકતો નથી. પરંતુ બધાને જે પ્રકાશ આપે છે તેને કહેવાય છે સ્વયંજ્યોતિ. બીજી વાત જ્યોતિ પ્રગટાવવી પડે. દીવો પ્રગટાવવો પડે, લાઇટ ચાલુ કરવી પડે, સૂર્ય જ્યારે ઊગે ત્યારે પ્રકાશ આપે. પરંતુ આત્મા એવો છે કે તેને પ્રગટ કરવા કોઈની જરૂર નથી. સ્વયં પોતાથી પ્રગટ થાય છે માટે આત્માને જોવા જાણવા કશાની મદદ લેવી પડતી નથી. કારણ ? આત્મા સ્વયંજ્યોતિ છે. સ્વયં પોતે પોતાની જ્યોતિમાં પ્રગટ છે. અસંખ્યાત પ્રદેશો હોવા છતાં એકપણ તેનો પ્રદેશ છૂટો પડતો નથી. આત્મા માટે સ્વયંભૂ શબ્દ છે. પોતાનું જ્ઞાન પોતાની મેળે પ્રકાશે છે. અખંડપણે પ્રકાશે છે. જ્ઞાનથી તે અન્ય પદાર્થને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે.
આત્મા સુખનું ધામ છે : બહુ મઝાની વાત છે. તમે સુખ માટે ઓછાં વલખાં નથી મારતા. કેટલાયે પ્રયોગો કર્યા કે આનાથી સુખ મળશે પણ આજ સુધી કંઈ નક્કી થયું નથી. બે થઇશું ત્યારે સુખ મળશે, ત્રણ થઈશું ત્યારે સુખ મળશે, પણ પછી ખબર પડી કે આ તો ઉપાધિ વધી, પણ સુખ ન વધ્યું. સુખ ન મળે ત્યાં સુધી તમને ચેન નહિ પડે. ચક્રવર્તી કે ઇન્દ્રને પણ સુખ લાગતું નથી. કંઈક ખૂટે છે. જેમ દાળ પીતા હો ત્યારે કોઈક પૂછે કે દાળ કેવી થઈ છે ? તો કહેશો કે કંઈક ખૂટે છે પણ ખબર પડતી નથી. તેમ બધા સુખો મળ્યાં છતાં કંઈક ખૂટે છે. તમને આત્માનું પોતાનું સ્વતંત્ર સુખ નહિ મળે ત્યાં સુધી ચેન નહિ પડે. તમારે પુરુષાર્થ આત્માના સુખ માટે કરવો પડશે. શ્રીમદજીએ કહ્યું છે કે તને હિત કહું છું. તું ભ્રમા મા. હે જીવ ! સાચું સુખ અંતરમાં છે. બહાર નથી. આત્મા સિવાય બીજે કયાંય સુખ રહેતું નથી. અને બીજી વાત શાંતિથી સમજો. બહારના અને ભૌતિક સુખ ભોગવવા તમારી હાજરી જોઇશે. તે મેળવવા મહેનત પણ કરવી પડશે. અંતમાં તે પોતે જ અવ્યાબાધ, સ્વાધીન, અનંતસુખનું ધામ છે. સુખ એ આત્માનો સ્વભાવ છે. જ્યાં રાગ, દ્વેષ, મોહ છે ત્યાં આકુળતા છે તેથી ત્યાં દુઃખ છે. આથી આત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલ જે અતીન્દ્રિય સુખ જ્ઞાની ધર્માત્મા અનુભવે છે, તે આત્માને જ આધીન છે. સ્વયં આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. એટલા માટે એમ કહ્યું કે સુખનું ધામ તું છે. અને આત્મિક સુખ મળ્યા પછી એ સુખનો કોઈપણ દિવસ અંત આવતો નથી. એવી સમજણ સાધકને પ્રાપ્ત થાય તો પોતે પોતાથી સુખી રહી શકશે ને શાંતિનો અનુભવ થશે.
કોઇપણ જાતના બાહ્ય પદાર્થો વગર સુખ અનુભવી શકાય એવો સુખમય તમારો સ્વભાવ છે. સુખનો પ્રવાહ અંદરથી બહાર વહે છે. હજારો વાર સાંભળ્યું હોય તેવું દૃષ્ટાંત યાદ કરીએ. જ્યારે કૂતરાને હાડકું મળે છે ત્યારે તેને લાગે છે કે તેને ધીરૂભાઈ અંબાણી જેવી સંપત્તિ મળી ગઈ, મોટો ખજાનો મળી ગયો. હાડકું મળ્યા પછી તે ચૂપચાપ એક ખૂણામાં ચાલ્યો જાય છે. એ જાણે છે કે તેના હરીફો ઘણા છે. તેથી ખૂણામાં જઈ હાડકું ચૂસતાં ચૂસતાં હાડકાની અણી જડબામાં ભરાઈ જાય છે, અને જડબામાંથી લોહી નીકળે છે. એ લોહીનો સ્વાદ કૂતરાને આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org