________________
૨૪૨
પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ સાથે છે પણ ભળી જતા નથી. દ્રવ્યોનું સાથે હોવું તે વ્યવસ્થા છે, ન ભળવું તે સ્વભાવ છે. ઘરમાં કોઈ માણસ એવો પણ હોય છે કે જે સાથે રહે છે પણ કોઈમાં ભળતો નથી. તેને જ્ઞાન ન કહેશો પણ અતડો છે. કોઈ દ્રવ્ય કોઈમાં નથી ભળતું તેવો દ્રવ્યનો સ્વભાવ અથવા ગુણ છે, તેવી દ્રવ્યોની સ્વતંત્રતા છે, માટે આત્મા શુદ્ધ છે. વર્તમાનમાં આત્મામાં રાગ દ્વેષ દેખાય છે, કષાયો દેખાય છે પરંતુ રાગદ્વેષ સદાય રહી શકે તેમ નથી, એ જવાના છે. દૂધમાં ગમે તેટલું પાણી નાખો પરંતુ અગ્નિ ઉપર મૂકો એટલે પાણી બળી જશે. દૂધ જ રહેશે. આત્મામાં અન્ય જે ભળે છે તે કાયમ રહી શકતું નથી. માટે આત્મા શુદ્ધ જ છે. - ત્રીજી વાત – ત્રણ શબ્દો ખ્યાલમાં લેજો. નોકર્મ, દ્રવ્યકર્મ, અને ભાવકર્મ
(૧) નોકર્મ એટલે કર્મ નહિ પણ કર્મનું કારણ. મુખ્યત્વે શરીર નોકર્મ છે. આ રાગ દ્વેષ, કષાય, વિષયો, વિકારો, કલેશ, કંકાસ, સંતાપ શરીર નથી કરતું પરંતુ શરીરના મેદાન ઉપર થાય છે. લડવા માટે મેદાન હોવું જરૂરી છે. લડનારા જુદા અને લડવા માટે જગ્યા પણ જુદી. જેમ બીજ વાવવા ખેતર જોઈએ. ખેતર વગર અનાજ ઊગે નહિ. ખેતર નોકર્મ જેવું છે. શરીર નોકર્મ છે. કર્મ નહિ પણ કર્મ બંધાવવાનું કારણ. તેનાથી પણ આત્મા જુદો છે માટે આત્મા શુદ્ધ. ઘણી વખત કહેવાઈ ગયું છે કે ૬૦, ૭૦, ૮૦ વર્ષ સુધી આત્મા શરીરમાં રહે છે છતાં જુદો ને જુદો. જુદો ન હોય તો એને પકડીને શરીરમાંથી બહાર કાઢવો પડે. પરંતુ જુદો છે એટલે ફટ દઈને બહાર નીકળી જાય છે એટલે નોકર્મ એટલે શરીરથી આત્મા જુદો છે, માટે શુદ્ધ છે (૨) જે દ્રવ્યકર્મ આઠ કર્મોનો જથ્થો તે કાર્મણ શરીર આપણી સાથે છે. આપણા પ્રવાસમાં દેહરૂપ સ્થૂળ શરીર કાયમ રહેતું નથી પરંતુ તેજસ અને કાર્પણ એમ બે શરીર સાથે જ રહે છે. કાર્પણ શરીરમાં આપણે મેળવેલી ઉપાધિઓ આપણી સાથે છે, તે કર્મો આપણા જીવનમાં સુખ દુઃખ પીડા આપવાનાં છે, તે લઈને આપણે ફરીએ છીએ તે અને તેજસ શરીર, આ બન્નેથી આત્મા રહિત છે. (૩) ભાવકર્મ : વર્તમાનમાં જે રાગ દ્વેષ આપણામાં દેખાય છે તે જાગૃત થયા પછી નહિ દેખાય. આ બધાથી આત્મા જુદો છે. આ આત્માની મૂળભૂત અવસ્થા અને સ્થિતિ છે. ગમે તેવા કર્મો એકત્રિત થયા હશે, પણ ધ્યાનરૂપી અગ્નિમાં એ કર્મો બળીને ખાક થયા સિવાય રહી શકતાં નથી.
છેલ્લી વાત : વર્તમાનમાં આત્મા અશુદ્ધ છે પણ તે અશુદ્ધિ તમે જાગ્યા નથી ત્યાં સુધી છે. તમે જાગશો એટલે અશુદ્ધિ રહી શકશે નહિ.
ઊઠ જાગ મુસાફીર ભોર ભઇ, અબ રેન કહાં જો સોવત હૈ,
જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. જે જાગે છે તે પ્રાપ્ત કરે છે. જે જાગ્યા તેની અશુદ્ધિ ગઈ. ઘણી બહેનો એવી હોય છે કે ઘરમાં ખૂણે ખાંચરે કચરો ભેગો થયો હોય તેને બહાર કાઢતી નથી. જ્ઞાની પુરુષ કહે છે કે આત્મામાં રાગ દ્વેષનો કચરો ભેગો થયો છે. આ મેલના કારણે તે સ્વસ્થતા અનુભવી શકતો નથી. આ બધાથી રહિત જે અવસ્થા છે તે શુદ્ધ અવસ્થા છે. આજે પણ આત્મા શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org