________________
૨૪૬
પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ પરમકૃપાળુ દેવ કહે છે કે આ પાંચ વિભૂતિઓ અમે વર્ણવી. પંરતુ આટલી જ આત્માની વિભૂતિઓ નથી. આવી તો અનેક વિભૂતિઓ આત્મામાં છે. તેનું વર્ણન કર્યું પાર આવે તેમ નથી. અત્યારે અજ્ઞાનને લઈને, દેહની સાથે તાદામ્ય બુદ્ધિ હોવાને કારણે તને તારા વૈભવની સમજ પડતી નથી. પણ આ લક્ષણો વિચારી જો ભેદજ્ઞાન કરે અને આત્મા અનુભવવામાં આવે તો પહેલા વિચાર થાય કે આવો છે આત્મા! બરાબર સાંભળે સદ્ગુરુ પાસે, પ્રેમથી સાંભળે, સાંભળ્યા પછી અંદર સદ્ભાવના અને પ્રેમ થાય અને ભાવના થયા પછી અંદર રુચિ થાય. રુચિ એટલે ગમો, પ્રિય લાગે. મહારાષ્ટ્રમાં આવડ શબ્દ છે. ભાવે છે. ગમે છે. સાંભળતાં સાંભળતાં તેને રુચિ થાય. “રુચિ અનુયાયી વીર્ય'. પોતાની શકિત જે ગમે છે તે તરફ વાળે છે. અને શકિત તે તરફ વાળે તો અવશ્ય આત્મપ્રાપ્તિ થાય.
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. હવે અમે તારા ઉપર છોડી દઈએ છીએ. સમાધિશતકમાં એમ કહ્યું છે કે પોતે આવો આત્મા છે તેમ સાંભળે પણ છે અને બીજાને કહે પણ છે. છતાં પોતે આવો આત્મા છે તેમ નિર્ણય કરતો નથી માટે તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્મા બીજાને કહેવો તે એક વાત છે અને પોતે અનુભવ કરવો તે બીજી વાત છે. જ્ઞાની પુરુષો કહે છે કે જેમ વાસણમાં પાણી મેલું દેખાતું હોવા છતાં પાણી ચોખ્ખું થઈ શકે છે તેમ વર્તમાનમાં આત્મા અશુદ્ધ દેખાતો હોય તો પણ આત્મા શુદ્ધ થઈ શકે છે. કારણ કે તે મૂળભૂત શુદ્ધ છે. જેમ તારો આત્મા શુદ્ધ થઈ શકે છે તેમ બધા આત્માઓ શુદ્ધ થઈ શકે છે. આટલી બધી વાત અમે તારી પાસે કરી કે આ તારી અવ્યક્ત અવસ્થાને તારે વ્યક્ત કરવાની છે, પ્રગટ કરવાની છે.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્રે સમાય ;
ધરી મોનતા એમ કહી, સહજ સમાધિ માંય. (૧૧૮) અહીં આત્મસિદ્ધિ સમાપ્ત થાય છે. ૧૪૨ ગાથામાં નહીં પરંતુ ૧૧૮ ગાથામાં સમાપ્ત થઈ. તેથી એમ કહ્યું કે “નિશ્ચય સર્વે જ્ઞાનીનો', જગતમાં જેટલાં જ્ઞાનીઓ છે તે બધાનો એકમત છે. એક અજ્ઞાનીના સો મત અને સો જ્ઞાનીનો એક જ મત, કોણ સાચું છે તે કહો?
એક સંત ફરીદ કબીરને ત્યાં ગયા. કબીરજીના ભક્તો અને ફરીદના ભક્તો ભેગા થયાં. તેઓને થયું કે બંને ચર્ચા કરશે, વાદવિવાદ કરશે અને આપણને જાણવા મળશે. જ્ઞાનીઓ ભેગા થાય તો મઝા પણ આવે અને જાણવાનું પણ મળે. ફરીદ અને કબીર ભેગા થયા, કલાક બે કલાક બેઠા પરંતુ કોઈ કંઈ બોલ્યું નહિ. કંઈપણ બોલ્યા વગર વાત પૂરી થઈ ગઈ. તેઓ હસતા હસતા ઊભા થયા. લોકોને નવાઈ લાગી, કેમ કંઈ વાતો ન કરી ? પછી તેમણે કબીરજીને પૂછ્યું. આપ કુછ બોલે નહિ ? કબીરજીએ કહ્યું કે બોલને જૈસા કુછ હૈ હી નહિ, જો બોલને જૈસા હૈ વો હમ અનુભવ કર રહે છે. પરંતુ જો અજ્ઞાનીઓ ભેગા થાય તો વાદવિવાદ સિવાય બીજું કંઈ ન હોય. જ્ઞાનીઓ ભેગા થાય ત્યારે પ્રેમ સિવાય બીજું કંઈ હોય નહિ. એટલા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org