________________
36
આત્મસિદ્ધિશાસ્ત્ર’માં માત્ર તત્ત્વજ્ઞાનની વાત નથી, પણ સાધના, ધ્યાન, ગુરુભક્તિ, સમર્પણ, નિજ વૃત્તિના રૂપાંતરણ, માર્થી, આત્માર્થી, સાધક, મુમુક્ષુ, જ્ઞાની ન હોય છતાં દેખાવ કરે, આત્મજ્ઞાની સત્પરુષના લક્ષણો, અને દેહાધ્યાસ તથા દેહાધ્યાસમાંથી પૂર્ણ મુક્તિ અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિની પણ વાત છે.
આત્મસિદ્ધિશાસ્ત્રને માત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવા કરતાં તે સાધનાની પૂર્ણ સંહિતાનું શાસ્ત્ર કહેવાય.
આ વાત પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે પણ “વૃત્તિ વહી 'નિજ ભાવમાં પરમાર્થે સમકિત’ સ્વરૂપે જોવા મળશે. આ વૃત્તિ નિજ ભાવમાં અર્થાત્ સ્વરૂપમાં કેવી રીતે જાય, કેવી રીતે ગઈ તથા કઈ રીતે જોઈ શકાય તેનું સૂક્ષ્મતમવિવરણ
આ શાસ્ત્રમાં છે. સ્વાનુભવ, દેહાતિત અવસ્થા અને પૂર્ણ 'વીતરાગતા પ્રાપ્ત કરવાનું આ સાધના શાસ્ત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org