________________
૧૯૦
પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨
પ્રવચન ક્રમાંક - ૮૭
ગાથા ક્રમાંક - ૧૧૨
વીતરાગપદ વાસ
વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ;
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. (૧૧૨) ટીકા ? તે સમક્તિ વધતી જતી ધારાથી હાસ્ય-શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જે થી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય.
આધ્યાત્મિક જગતમાં સર્વથી શ્રેષ્ઠ સર્જન, જેમાં તત્ત્વજ્ઞાનનો અને ખાસ કરીને ભારતીય તમામ દર્શનનો નિષ્કર્ષ છે તેવું શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર. તેની ૧૧૨મી નાની ગાથામાં ચૌદ પૂર્વ નીચોવી દીધા છે. ચૌદપૂર્વનો સંક્ષેપ એટલે ૧૧૨મી ગાથા. આ ગાથાને સમજવા ચોદપૂર્વ સમજવા પડે અથવા એવું પણ કહેવાય કે ૧૪ પૂર્વમાં જે કહેવાનું છે તે બધું જ ૧૧૨મી ગાથામાં સમાવી દીધું છે. એક એક શબ્દ ગંભીર છે. સમગ્ર જૈન ધર્મની સાધના-પ્રથમથી સમાપ્તિ સુધીનું પૂરેપૂરું વર્ણન આ નાનકડી ગાથામાં છે.
સમગ્ર સાધના ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, પહેલો ભાગ ક્ષેત્ર વિશુદ્ધિ, બીજો ભાગ યથાર્થ બીજ, ત્રીજો ભાગ પરમપદની પ્રાપ્તિ. સમ્યગ્દર્શન થતાં પહેલાં ક્ષેત્ર વિશુદ્ધિ કરવી પડે છે. માર્ગાનુસારીથી માંડીને સમ્યગ્દર્શનની અવસ્થા સુધી મિત્રા, તારા, બલા, દીપ્રા ચાર દૃષ્ટિ સુધી જે કંઈ પ્રક્રિયા થાય એ ક્ષેત્ર વિશુદ્ધિની પ્રક્રિયા છે. બહુ સાદી વાત છે. બિયારણ ઊંચામાં ઊંચું હોય, ખેડૂત કુશળ હોય અને ખેતર સારું હોય, પરંતુ ખેતરને ચોખ્ખું કર્યા સિવાય બીજ વાવવામાં આવે તો બી પૂરેપૂરું ઊગે નહિ. ગમે તેવો ચિત્રકાર હોય પરંતુ કેનવાસ ચોખ્ખું અને સ્વચ્છ હોય તો જ ચિત્ર સારું થાય, એ રીતે સૌથી પહેલાં ક્ષેત્ર શુદ્ધ કરવું પડે. તેમાં ચાર સૂત્રો-નીતિ, સંતોષ, સદાચાર અને સંયમ છે. આ ચાર સિવાય કદી પણ સાધનાનો યથાર્થ પ્રારંભ થઈ શકતો નથી. તેને ક્ષેત્ર સંશુદ્ધિ પણ કહે છે. ભગવદ્ ગીતામાં આને દેવી સંપત્તિ પણ કહે છે. સાદી ભાષામાં વરસાદ આવતા પહેલાં આકાશમાં વાદળાંઓ ઘેરાય છે તેમ સાધનાનો પ્રારંભ થતા પહેલાં તે પોતાના શરીરને, પોતાની ઇન્દ્રિયોને, પોતાના મન અને અંતઃકરણને શુદ્ધ અને સ્વચ્છ બનાવે છે. પાણી ગાળ્યા વગર જેમ પીવાતું નથી, થાળી સાફ કર્યા વગર ભોજન પીરસાતું નથી તેમ ક્ષેત્ર વિશુદ્ધિ કર્યા સિવાય યથાર્થ બીજની સાધના થઈ શકતી નથી.
બે શબ્દો છે, (૧) ક્ષેત્ર અને (૨) ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રમાં શરીર, ઇન્દ્રિયો, મન, પ્રાણ, બુદ્ધિ આવે અને ક્ષેત્રજ્ઞ એટલે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા.સર્જન ડોકટર જ્યારે ઓપરેશન કરે ત્યારે ઓપરેશનમાં બધા સાધનો સ્ટરીલાઈઝ એટલે જંતુમુક્ત- સ્વચ્છ કરેલાં હોવાં જોઈએ, નહિ તો ઈન્ફકશનની માત્રા વધી જાય. અંતઃકરણ શુદ્ધ-મન શુદ્ધ, ઇન્દ્રિયો શુદ્ધ, હૃદય શુદ્ધ, પ્રાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org