________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૧ શુદ્ધ અને શરીર શુદ્ધ, આ બધા શુદ્ધ થાય ત્યાં સમ્યગ્દર્શનની ઘટના ઘટે છે, એમને એમ નહિ ઘટે. એટલા માટે હરિભદ્રસૂરિજી મહારાજે પણ કહ્યું કે સાધકને સૌથી પહેલાં ક્ષેત્ર વિશુદ્ધિ કરવી પડશે.
બીજી સાધના યથાર્થ બીજ, બિયારણમાં ગોટાળો ન ચાલે. ખોટા બી આવે છે. નામ ગમે તે હોય પણ કૃત્રિમ બી આવે છે. આ યુગ આવો છે. લેબલ ગમે તે હોય પણ અંદર વસ્તુ ખોટી. જેમ બીજ વગર વૃક્ષ ખીલી શકતું નથી તેમ સમ્યગદર્શન વગર સાધનાનો બગીચો ખીલી શકતો નથી. અને ત્રીજો તબક્કો પરમ પદની પ્રાપ્તિ. અસંખ્ય ભૂમિકાઓ છે સાધનાની અને સાધકોની, સાધક અસંખ્ય ભૂમિકામાંથી પસાર થાય છે. આ સૂક્ષ્મ ભૂમિકાઓ છે. ૧૪ ગુણસ્થાનકનું વર્ણન ઘણું સ્થળ છે. અનેક સાધકો જગતમાં સાધના કરતા હોય છે અને તેઓ જુદી જુદી ભૂમિકા પરથી પસાર થાય છે. છેવટે વીતરાગપદની પ્રાપ્તિ થાય ત્યારે સાધના પૂરી થાય છે. તેની પ્રાપ્તિ પછી ચૌદમા ગુણઠાણાના અંતે કર્મો છૂટી જાય છે, દેહ છૂટી જાય છે, તેના પરિણામે જન્મ અને મરણ પણ છૂટી જાય છે. તમારે જન્મ મરણ ટાળવા છે એ મને ખબર નથી પણ શાસ્ત્રો જે વાત કરે છે તે એમ સમજીને વાત કરે છે. તમે જન્મમરણથી કંટાળ્યા છો અને તમારે એનાથી છૂટકારો મેળવવો છે. આવી ગડમથલ તમારા હૈયામાં ચાલતી હોય તો એ ગડમથલનું સમાધાન કરવા અમે આવ્યા છીએ. આ ગડમથલ જો ન હોય તો અમારું કહેવું નકામું છે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' એ અંતિમ ગાથા આવશે. હવે દેહ બાધક નથી. ઘટના ઘટે છે આત્મામાં અને પ્રગટ થાય છે દેહ દ્વારા. શરીર વીતરાગ થતું નથી, આત્મા વીતરાગ થાય છે અને વીતરાગ થયેલો આત્મા જે દેહમાં રહે છે તે દેહને ધન્ય છે. વીતરાગ થયેલો આત્મા જે દેહમાં છે તેને સાકાર પરમાત્મા કહે છે અને દેહ છૂટી જાય છે ત્યારે તેને નિરાકાર પરમાત્મા કહેવાય છે, તેથી એમ કહ્યું કે “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત'. આ જ્ઞાની છે. દેહ હોવા છતાં દેહ નથી એવી વીતરાગ અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરે છે પછી ક્રમ પ્રમાણે દેહ છૂટે છે. દેહ છૂટયા પછી જ્યાં સ્થિરતા થાય તેને મોક્ષ અવસ્થા કહે છે. ખરેખર તો મુકત અહીં થાય છે અને પછી મોક્ષમાં જાય છે. વીતરાગ અહીં થાય છે, સર્વ કર્મોનો ક્ષય મનુષ્ય દેહમાં થાય છે.
ફરીથી ત્રણ શબ્દો યાદ કરીએ. ત્રણ શબ્દો વચ્ચે સમગ્ર જૈન ધર્મની સાધના છે. પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ, પછી યથાર્થ બીજ અને છેલ્લે પરમપદની પ્રાપ્તિ. શાસ્ત્રમાં આના માટે ઘણી ભૂમિકાઓ છે છતાં શાસ્ત્રો પણ પૂરેપૂરી ભૂમિકા કહી શકતાં નથી અને અનેક સાધકો એક સાથે સાધના કરતા હોય, છતાં દરેકની આંતરિક અવસ્થાઓ-ભૂમિકાઓ જુદી જુદી હોય છે.
આ ગાથાને તમે સામાન્ય ન સમજશો. શબ્દ શબ્દ ખોલવો પડશે. જેમ કોઈ માણસ પાસે ખટારા ભરાય તેટલો જથ્થાબંધ ભંગાર હોય, તેની કિંમત આંકો અને કોઈ માણસ પાસે સોનાની લગડીઓ જ છે, ભંગાર કરતાં લગડીઓનું વજન ઓછું ભલે હોય પણ તેની કિંમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org