________________
૧૯૨
પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ વધારે છે. તેના કરતાં ખીસામાં રહેલ એકાદ રતનની કિંમત સૌથી વધારે છે, તે મૂલ્યવાન છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સાધક સાધનાની શરૂઆત કરે છે પછી ધીમે ધીમે સૂક્ષ્મ થતો જાય છે, સાધના સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે અને એક તબક્કો એવો આવે છે કે શાસ્ત્રો પણ તેનું વર્ણન કરી શકતાં નથી. આવી અદ્ભુત સાધના છે. આનો સમાવેશ અસંખ્ય ભૂમિકામાં થાય. કેવી રીતે પ્રારંભ થાય ? વચમાં કયા કયા અવરોધો આવે, કયા અંતરાયો આવે ? સાધક તો પોતે એકલો છે. મથામણ પોતે એકલો કરે છે. કયાંક વૃક્ષ નીચે, કયાંક ગુફામાં, કયાંક સ્મશાનમાં કોઈપણ ઠેકાણે એકલો મથામણ કરે છે. કોઈ એકાંત સ્થાનમાં નિર્વસ્ત્ર ઊભો હોય, સાધના કરતો હોય, અંદર વૃત્તિઓ ઊઠતી હોય, તે એને ખૂંચતી હોય તેને દૂર કરવાની હોય. કયાંક જોર વાપરતો હોય. આપણને તો ઊભેલો જ દેખાય પરંતુ સાધક ભઠ્ઠીમાં તપી રહ્યો છે. વૃત્તિઓ ઊઠે છે એનો તેને ખ્યાલ છે. એ વૃત્તિઓ પકડાય છે અને એ વૃત્તિઓને દૂર કરવાના ઉપાયને પણ એ જાણે છે અને પોતાનું બળ અને પુરુષાર્થ પણ વાપરે છે. આ સાધકનો ઇતિહાસ કદી લખી શકાય નહિ. જો કોઈ ઈતિહાસ સાધનાને લગતો હોય તો તે બહુ સાચો નહિ હોય. લખવો કઈ રીતે ? શું અંદર મંથન ચાલ્યું છે ? કયા ભાવો ઊઠ્યા છે ? કઈ અવસ્થાઓ આવી અને કઈ ઘટનાઓ ઘટી ? કયા દોષ અને અવરોધો આવ્યા ? કેવી રીતે દૂર કર્યા ? એ બધું તો એ પોતે જ જાણે છે. તે તો એકાંતમાં ઊભો છે. તે કોઈને કહેવા જતો નથી અને તેણે કોઈને કહેવું પણ નથી. આવી અદ્ભુત સાધનાની પ્રક્રિયા છે. આ સાધક પ્રચંડ પુરુષાર્થ કરી તેમાંથી પસાર થાય છે.
ક્ષેત્ર વિશુદ્ધિની વાત કરવી હોય તો માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો અને યોગની પૂર્વ સેવા એ ક્ષેત્ર વિશુદ્ધિની વાત છે અને મિત્રા, તારા, બલા, દીપ્રા આ ચાર દૃષ્ટિઓ સમ્યગ્દર્શનની પૂર્વની અવસ્થાઓ છે.
બીજો તબક્કો યથાર્થ બીજ - સમક્તિની પ્રાપ્તિ થઈ, તેની સાથે જ એની વૃત્તિ, એની ધારા, એની પરિણતિ આખી બદલાઈ ગઈ. બે પ્રકારના ભાવ છે. એક નિજભાવ અને બીજો પરભાવ. બીજા પણ શબ્દો છે, એક સ્વભાવ અને બીજો વિભાવ. ત્રીજા પણ શબ્દો છે, સહજભાવ અને વિકૃતભાવ. આ ત્રણે ત્રણ શબ્દો મહત્ત્વના છે. તો નિજભાવ એટલે સ્વરૂપનો ભાવ, આત્માનો ભાવ, સ્વભાવ ભાવ અને તેની સામે છે પરભાવ. રાગ પરભાવ છે અને વીતરાગતા સ્વભાવ છે. દ્વેષ પરભાવ અને મૈત્રી સ્વભાવ છે. સ્વભાવને પણ જાણવો અને વિભાવને પણ જાણવો. આ બંનેને જાણી વિભાવ તરફ જતી વૃત્તિને રોકીને સ્વભાવમાં ઠેરવવી, તે કામ સમ્યગ્દષ્ટિ મહાત્મા નિરંતર કરતાં હોય છે.
“વર્ધમાન સમક્તિ થઈ', આ શબ્દો અદ્ભુત છે. સમક્તિ વર્ધમાન એટલે વધતું જાય તેનો અર્થ જેમ જેમ પોતાનો આત્મા સ્વરૂપમાં સ્થિર થતો જાય તેમ તેમ સામે પક્ષે કર્મનો ક્ષય થતો જાય. કર્મનો ક્ષય અલગ રીતે કરવાની વાત નથી. એ રીઝલ્ટ-પરિણામ છે. સ્વીચ ઓન કરો અને લાઈટ થાય તે પરિણામ છે. સમ્યગ્દર્શનમાં પોતાના સ્વભાવમાં, નિજ સ્વરૂપમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org