________________
26
સ્વભાવ હોવાથી તેની નિવૃત્તિ ક્યારે પણ સંભવતી નથી.
પ્રશ્ન - ૨ નિર્લેપ, રાગ-દ્વેષરહિત શુદ્ધ સ્વભાવી, સદા અસંગ અને નિર્વિકારી આત્મા કર્મ કઈ રીતે કરી શકે? પરંતુ કર્યા વિના કર્મ હોઈ શકે નહીં તેથી સત્ત્વ-રજસ-તમસ એ ત્રિગુણાત્મક પ્રવૃતિ કર્મનો બંધ કરે છે અથવા તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરી શકે. આમ કોઈપણ પ્રકારે જીવને કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવને કર્મનો બંધ કેમ હોય?
પ્રશ્ન - ૩ કાં તો કર્મનું કર્તાપણું જીવમાં ઘટતું નથી અને કાં તો જીવનો કર્મ કરવાનો સ્વભાવ હોય તો સ્વભાવ મટી શકે જ નહીં. આમ જીવ કર્મનો અકર્તા હોવાથી દોષ રહિત અને અબંધ ઠરે છે તેથી તેના મોક્ષની વાત અસ્થાને છે.
ચતુર્થ પદ “આત્મા કર્મનો ભોક્તા છે' વિશે પ્રશ્નો
શ્રી ગુરુએ આપેલ સમાધાન ઉપર અંતરથી વિચાર કરતાં શિષ્યને શલ્યની જેમ પીડતા વિકલ્પો દૂર થતા જાય છે અને તત્ત્વનિર્ધાર થાય છે. તેમ છતાં અનેક દર્શનોની માન્યતાના પ્રભાવથી તેની મતિ મૂંઝાઈ જતાં તે જીવ કર્મફળનો ભોક્તા ન હોઈ શકે એ પ્રશ્નો પૂછે છે.
પ્રશ્ન - ૧ જ્ઞાનશક્તિ વિહોણા કર્મો તો જડ છે તેને ફળ દેવાની કેમ ખબર પડે? તેથી જીવ કર્મનો ભોક્તા ન હોઈ શકે?
પ્રશ્ન : ૨ ઈશ્વર ફળ આપનાર છે તેમ માનીએ તો જીવને કર્મનો ભોક્તા કહી શકાય. ઈશ્વર એકને શુભ ફળ અને બીજાને શિક્ષા કરવા અશુભ ફળ આપે તો તેને ઈશ્વર કેમ કહેવાય? ઈશ્વર શુદ્ધ સ્વરૂપી હોવાથી એ વીતરાગ પરમાત્મા અનંત પરદ્રવ્યોની વ્યવસ્થાના પ્રપંચમાં પડે નહીં. તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો, તે ન્યાયયુક્ત લાગતું નથી. તો જીવને કર્મનું ભોક્તાપણું ક્યાં રહ્યું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org