________________
25
દ્વિતીય પદ “આત્મા નિત્ય છે” વિશે પ્રશ્નો)
શ્રી ગુરુના નિર્મળ અંતરમાંથી વહેતા વચનામૃતના પવિત્ર ઝરણામાં ડૂબકી મારતાં શિષ્યના અંતરમાં “આત્મા છે જ એવો સમ્યગૂ નિર્ણય પ્રકાશિત થાય છે. પરંતુ દેહની ઉત્પત્તિ-નાશરૂપ સ્થૂળ ભવપર્યાયની અપેક્ષાએ (ચાર્વાક મતના પ્રભાવથી) અને સમયે સમયે પલટાતી ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાયની અપેક્ષાએ (બૌદ્ધમતના પ્રભાવથી), આત્માનું નિત્યત્વ નહીં સ્વીકારનારા આ બે દર્શનોની પ્રચલિત દલીલો, તે દર્શનનાં નામ લીધા વિના શિષ્યની શંકાઓ જિજ્ઞાસારૂપે અહીં રજૂ કરે છે.
પ્રશ્ન - ૧ આત્માના અસ્તિત્વ સંબંધી નિઃશંક થવા છતાં શિષ્યને શંકા થાય છે કે જેમ ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, તેમ આત્મા દેહની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થાય છે અને દેહના મૃત્યુ સાથે તેનું પણ મૃત્યુ થાય છે. આમ આત્મા ત્રણે કાળ હોય એવો નિત્ય પદાર્થ નથી.
પ્રશ્ન - ૨ વસ્તુ માત્ર ક્ષણિક સ્વભાવી છે, નિત્ય નથી, તેમ દેહના યોગથી આત્મા ઉપજે છે અને દેહના વિયોગથી આત્મા નાશ પામે છે એમ દેહકાળવાર્તાપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે.
તૃતીય પદ “આત્મા કર્મનો કર્તા છે' વિશે પ્રશ્નો પરમકૃપાળુદેવે આત્માના કર્તુત્વને નહીં સ્વીકારનારાં એવા સાંખ્ય, ન્યાય વગેરે વૈદિક દર્શનની પ્રચલિત દલીલ, તે દર્શનોનાં નામ લીધા વિના શિષ્યની શંકારૂપેજિજ્ઞાસારૂપે મૂકી છે.
પ્રશ્ન - ૧ કર્મનો કર્તા કોણ ?' એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં શિષ્યને એમ લાગે છે કે કર્મનો કર્તા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ તેનો કર્તા હોવો જોઈએ. આત્મા ચેતન અને અરૂપી છે, તો તે જડ અને રૂપી એવા કર્મનો કર્તા કેવી રીતે બની શકે? જીવને જ કર્મનો કર્તા ગણીએ તો કર્મ કરવાં એ જીવનો ઘર્મ અર્થાત્ સ્વભાવ ઠરે છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org