________________
12
‘‘આત્મસિદ્ધિ રચવાનું કોઈ આયોજન નહિ, વિકલ્પ નહિ અને રચવાની વૃત્તિ પણ નહિ અને પ્રગટ થાય એ આત્મસિદ્ધિ ધરતી ઉપરની દિવ્ય ઘટના છે.’’ ‘આત્મસિદ્ધિ એ પરમ ગંભીર દ્રવ્યાનુયોગનો ખજાનો છે. દ્રવ્યાનુયોગ જૈન દર્શનનો નિચોડ છે, પરંતુ આ તો જીવનનું શાસ્ત્ર છે.’’
‘આત્મસિદ્ધિ એ જૈનદર્શનનો ડ્રાફટ છે. એ ૪૫ આગમોનો ડ્રાફટ છે. એક આત્મસિદ્ધિ જીવનમાં હશે તો કરોડો રૂપિયાની સંપત્તિ હાથમાં હશે. જૈનદર્શનનાં તમામ રહસ્યો આમાં છે.'' -આત્મવાદ, કર્મવાદ, મોક્ષવાદ, સાધનવાદ, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર, મતાર્થી અને આત્માર્થી, જ્ઞાન અને ક્રિયા, જિજ્ઞાસુ અને મુમુક્ષુ, બોધબીજ, ગુરુ શિષ્ય, ભેદજ્ઞાન, જ્ઞાતા દ્રષ્ટા, સમર્પણ, સદેહી-વિદેહી-અદેહી બધાં જ ગંભીર રહસ્યો આમાં સમાયેલ છે. * ‘‘તમામ શાસ્ત્રોનો સાર સર્વાંગીપણે અનેકાંતના પાયા ઉપર કહ્યો છે.’’ ‘‘મોક્ષમાર્ગના પ્રારંભથી માંડી મોક્ષ થાય ત્યાં સુધીની સાધનાઓનું વર્ણન આ શાસ્ત્રમાં છે.’’
*
*
*
*
*
*
"
‘‘આધ્યાત્મિક જગતમાં સર્વથી શ્રેષ્ઠ સર્જન, જેમાં તત્ત્વજ્ઞાનનો અને ખાસ કરીને ભારતીય તમામ દર્શનનો નિષ્કર્ષ છે તેવું શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર - જેનું પ્રાગટ્ય પરમકૃપાળુ દેવ દ્વારા થયું.’’
‘‘આત્મસિદ્ધિ શાસ્ત્ર ! પરમ રહસ્યથી ભરેલું, તમામ પ્રકારનાં પાસાઓને સ્પષ્ટ કરતું અને અધ્યાત્મના મૌલિક સિદ્ધાંતોને વિગતવાર જણાવતું એવું અજોડ શાસ્ત્ર !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org