________________
૨૭૮
પ્રવચન ક્રમાંક ૯૮, ગાથા ક્ર્માંક-૧૨૩-૧૨૪ માઇલની ઝડપે સડસડાટ ચાલી જાય. માર્ગ બતાવનારાએ માર્ગ શોધી રાખ્યો છે તેથી આપણે સડસડાટ જઇ શકીએ. રોડ બનાવવો તે મહત્ત્વનું છે તેમ મોક્ષપંથ બતાવવો તે ઘણું જ મહત્ત્વનું છે. તીર્થંકર દેવોએ માર્ગ નક્કી કરી દીધો છે. તેમણે માર્ગ બતાવ્યો. ભગવાનને ઘણી ઉપમાઓ આપી છે તેમાં એક ઉપમા એ આપવામાં આવી છે કે પરમાત્મા હાથ પકડીને માર્ગ ઉપર ચલાવનારા છે અને પોતે પોતાના જ્ઞાનથી બતાવનારા પણ છે. તત્ત્વાર્થ સૂત્રમાં પહેલું સૂત્ર મૂકયું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. પરમકૃપાળુદેવે ‘મૂળ મારગ સાંભળો જીનનો રે'. એ શબ્દો વાપર્યા. આ રસ્તો છે, પંથ કે માર્ગ છે. તો ‘તે પામે તે પંથ’. જેનાથી રાગ દ્વેષનો ક્ષય થાય તેનું નામ પંથ. તે ઉપાય તે માર્ગ, તેનું નામ ધર્મ, તેનું નામ યોગ, તેનું નામ સાધના. તેનું નામ અભ્યાસ અને તે જ પુરુષાર્થ છે. તમારે તમારી અંદર જોઇ નક્કી કરવું પડશે કે રાગ દ્વેષ કઇ ડીગ્રીમાં હતાં ? જો ધર્મ સમજ્યા પછી પણ રાગ દ્વેષ ૧૧૦ ડીગ્રી પર હોય તો સમજવું કે ધર્મ સમજ્યા નથી. રાગ દ્વેષની તીવ્રતા ઘટતી જાય, જેનાથી ઘટે તે પંથ. તેનાથી આત્મા શુદ્ધ થાય. તમારે એ જોવાનું કે કોઇપણ સાધના કરો પછી ભલે તે શ્રેષ્ઠ સાધન હોય પરંતુ આત્માની શુદ્ધિ થાય છે ? આત્માની શુદ્ધિ થાય તે જ મોક્ષનો ઉપાય છે. એ જ મોક્ષનો માર્ગ છે. સ્વરૂપની સિદ્ધિશુદ્ધિ થાય એટલે જ્ઞાન નિર્મળ થાય.જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે આત્માની શ્રદ્ધા નિર્મળ થાય. જ્ઞાન નિર્મળ થાય. ચંચળતા અને અસ્થિરતા જાય એટલે ચારિત્ર નિર્મળ થાય. જ્ઞાન, દર્શન ચારિત્ર બધા જ ગુણો નિર્મળ થતાં જાય એવી જે અવસ્થા થતી જાય તે મોક્ષનો માર્ગ છે, પંથ છે.
-
મોક્ષ એ આત્માની શુદ્ધતા અને શુદ્ધતા જેનાથી પ્રાપ્ત થાય તેવો પંથ તે મોક્ષનો ઉપાય છે તે છઠ્ઠું સૂત્ર થયું. શિષ્ય કહે છે. ગુરુદેવ ! આ છ એ છ સૂત્રો અમને સમજાવ્યાં. આપે સંક્ષેપમાં માર્ગ બતાવ્યો, આ માર્ગમાં વીતરાગ પરમાત્માનો પૂર્ણ માર્ગ આવી જાય છે. હવે બહુ અદ્ભુત શબ્દ વાપર્યો છે. ‘સકળ માર્ગ નિગ્રંથ’. પરમકૃપાળુ દેવ એમ નથી કહેતાં કે અમે માર્ગ બતાવ્યો છે. નિગ્રંથ ભગવંતોએ કહ્યો છે તે આ માર્ગ છે. નિગ્રંથ એટલે જેની ગ્રંથિઓ ભેદાઇ ગઇ છે. ઉપનિષદમાં એક સ્તુતિ આવે છે. છિદ્યતે લયપ્રન્થિ:, મિદ્યન્ત સર્વસંશયા: હૃદયની ગ્રંથી છેદાઇ ગઇ છે અને મનના સંશયો છેદાઇ ગયા છે તેવી પરિપૂર્ણ અવસ્થા. ગ્રંથિ પણ નથી અને સંશયો પણ નથી. શંકા અને સંદેહ વગરનો માર્ગ ગુરુદેવ જેમ છે તેમ સમજાવેલ છે. આ વાત કરતાં શિષ્યનું હૃદય ભરાઇ જાય છે.
હવેની જે ગાથાઓ પ્રગટ થાય છે તેમાં ત્રણ વાત આવે છે. એક વાત ઋણ સ્વીકાર, બીજી વાત, સદ્ગુરુ પ્રત્યે પોતાનો અહોભાવ અને ત્રીજી વાત સદ્ગુરુના ચરણોમાં પોતાની અર્પણતા. જેને આજની પરિભાષામાં ગુરુદક્ષિણા કહે છે. આજે તો રૂપિયા મૂકો. સવા રૂપિયો મૂકો કે સવા લાખ મૂકો, તે ગુરુદક્ષિણા. અહીં કયાંય રૂપિયાની વાત જ નથી. શિષ્ય દક્ષિણા આપે છે પણ અદ્ભુત આપે છે. એક ઋણ સ્વીકાર ઃ- ઋણ એને કહેવાય કે જેણે આપણને
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org