________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બંધ પણ થયો, જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ તેના પ્રમાણમાં કર્મનો બંધ અને તેના પ્રમાણમાં આ સંસાર.
શિષ્ય કહે છે હે ગુરુદેવ ! જેટલાં પ્રમાણમાં રાગ દ્વેષનો ક્ષય તેટલા પ્રમાણમાં આત્માની શુદ્ધિ. તમારો ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ તમે કેવી રીતે સાધશો ? શેના ઉપરથી નક્કી કરશો ? કોઈ ગુરુ કહેશે કે તું છટ્ટે ગુણસ્થાને પહોંચી ગયો તેથી કામ પતી ગયું ? કોઈ તો કહેશે કે તમે સાતમી અથવા બારમી ભૂમિકા ઉપર છો, પણ એ સર્ટીફીકેટ તમને નહિ બચાવે. તમારી પાસે તમારી અંતરની અવસ્થા જોઇશે. જેટલાં પ્રમાણમાં રાગદ્વેષનો ક્ષય તેટલાં પ્રમાણમાં આત્માની શુદ્ધિ થઈ કહેવાય. યશોવિજયજી મહારાજે કહ્યું કે
જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ,
સમ્યગ્દષ્ટિ ગુણઠાણા થકી જાવ લહે શિવશર્મ જેટલા જેટલા અંશમાં આત્મામાંથી રાગદ્વેષની ઉપાધિ ઘટતી જાય એટલા એટલા અંશમાં ધર્મ. જેટલો ઘસારો લાગે તેટલું ઉજળું. રાગદ્વેષ કેટલા ક્ષય પામ્યા ? કેટલાં ઓછાં થયાં ? ઓછા થયા શબ્દ વાપરવા કરતા કેટલાં ક્ષય થયાં એ શબ્દો વાપરો તે વધારે યોગ્ય છે જેટલાં ક્ષય થાય એટલાં કાયમ માટે ગયાં. બાકીનો નિકાલ થશે. સમ્યગ્દર્શન ચતુર્થ ગુણસ્થાને થાય. ચારથી દશ ગુણસ્થાન સુધી જેટલા જેટલા અંશે રાગ દ્વેષ અને મોહનો ક્ષય થાય તેટલા તેટલા અંશમાં આ ગુણસ્થાન વધતું જાય. આ બાજુ રાગદ્વેષ ઘટતાં જાય અને બીજી બાજુ ગુણસ્થાન વધતું જાય.
“મોક્ષ કહ્યો નિજશુદ્ધતા'. આત્માની શુદ્ધતાનું નામ મોક્ષ. કોઈ બીજી વ્યાખ્યા જ નથી. કોઈને પૂછવાની જરૂર નથી. લોકો કહે છે કે સીમંધર સ્વામીને પૂછતા આવો કે અમને મોક્ષ કયારે મળશે? સીમંધર સ્વામી સ્પષ્ટપણે કહેશે કે “મોક્ષ કહ્યો નિજશુદ્ધતા’ જેટલા પ્રમાણમાં તારી શુદ્ધિ તેટલા પ્રમાણમાં મોક્ષ. આમ સંપૂર્ણ આત્મા શુદ્ધ થઈ શકે. - એક વાત સમજવાની છે કે આજે પણ આત્મા અંશે તો શુદ્ધ છે જ, કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશોમાં આઠ રૂચક પ્રદેશો એવા છે કે તેને કર્મોનો મેલ લાગતો નથી. આઠ રૂચક પ્રદેશો કર્મ વગરના નિર્મળ પ્રદેશો છે. નિગોદમાં પણ આઠ રૂચક પ્રદેશો નિર્મળ છે. જો આ રૂચક પ્રદેશોને પણ કર્મ વળગે તો આત્મા જડ થઈ જાય. આત્મા, આત્મા ન રહે, પણ આજે આત્મા છે આટલા પ્રમાણમાં જે શુદ્ધિ છે તે વસ્તુ વ્યવસ્થાને કારણે છે. સંપૂર્ણપણે શુદ્ધિ થાય એટલે “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા'.
આટલી સરળ વાત કહેવી અને સમજવી મુશ્કેલ છે. મોક્ષનો ઉપાય શું ? જો મોક્ષની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જાય અને મોક્ષની વાત સમજાય તો મોક્ષનો ઉપાય પણ સમજાય. એટલે કહ્યું કે “તે પામે તે પંથ'. પંથ એટલે માર્ગ, રસ્તો. ભગવાનની સ્તુતિ કરતાં નમુત્થણમાં કહ્યું છે કે હે ભગવાન ! આપ કેવા છો ? તો કહે મમ્મદયાણું, શરણદયાણ, બોદિયાણી મોક્ષ માર્ગને બતાવવાવાળા છો જેમ સડક તૈયાર થાય એટલે ગાડી પાણીના રેલાની જેમ ૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org