________________
૨૭૬
પ્રવચન ક્રમાંક ૯૮, ગાથા ક્ર્માંક-૧૨૩-૧૨૪ મોક્ષ પણ છે. બન્ને સિદ્ધાંતો બહુ મહત્ત્વના છે. આત્મા અશુદ્ધ છે અશુદ્ધ થઇ શકે છે અને તે અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઇ શકે છે. જગતમાં અશુદ્ધિનાં કારણો પણ છે અને શુદ્ધિનાં સાધનો પણ છે અને તેના ઉપાયો પણ છે. એ ઉપાયો શાસ્ત્રોએ વર્ણવેલાં છે.
આત્મા અશુદ્ધ જેનાથી છે, જેના સંગથી અશુદ્ધ બને છે તેવું તત્ત્વ છે તેને કર્મતંત્ર નામ આપેલ છે. હવે સવાલ એ આવ્યો કે આ આત્મા કર્મો સાથે એની મેળે જોડાય છે ? એની મેળે આ કર્મતંત્ર કામ કરે છે ? એની મેળે આ કર્મો અને આત્માનો સંબંધ થઇ જાય છે ? શાસ્ત્રો કહે છે કે એની મેળે આ કર્મો અને આત્મા સંબંધમાં આવતાં નથી. આત્મા તરફથી કર્મોમાં કંઇક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા માટે વિભાવ શબ્દ વાપર્યો છે. વિભાવ એટલે વિકૃત ભાવ, વિકારી ભાવ. જેટલા વિકારી ભાવો છે તેનો સમાવેશ બે શબ્દોમાં કર્યો, રાગ અને
દ્વેષ.
रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाइ - मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयंति ॥
આ ઉત્તરાધ્યયનની ગાથા ઘણી મૌલિક છે. તેમાં કહ્યું કે રાગ અને દ્વેષ આ બન્ને કર્મોનું બીજ છે. સમજવા બરાબર પ્રયત્ન કરજો. મોહના કારણે કર્મની ઉત્પત્તિ થાય છે અને કર્મના કારણે જન્મ-મરણ થાય છે. આ જે કર્મો છે, તેનો સંબંધ આત્માની સાથે રાગ દ્વેષના કારણે થાય છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ તેટલાં પ્રમાણમાં અશુદ્ધિ. જેટલી રાગ દ્વેષની તીવ્રતા તેટલી અશુદ્ધિની તીવ્રતા. કર્મની પ્રકૃતિ, કર્મની સ્થિતિ, કર્મનો રસ, કર્મના પ્રદેશો આ બધા જે બંધાય છે અથવા તેની રચના જે થાય છે તે નિયમ વિરુદ્ધ નથી, અસ્ત વ્યસ્ત નથી પરંતુ નિયમ પ્રમાણે થાય છે. જેટલા પ્રમાણમાં અંદરમાં રાગ દ્વેષ થાય તેટલા પ્રમાણમાં કર્મતંત્રની ગોઠવણ થાય. સીધી વાત છે, જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું થાય. રાગ દ્વેષની જેટલી તીવ્રતા થાય તેટલા પ્રમાણમાં કર્મની રેઇન્જ લંબાય, કર્મમાં તીવ્ર રસ પડે.
કર્મને દોષ આપશો નહિ, કર્મનો વાંક કાઢશો નહિ, કર્મને ઠપકો આપશો નહિ. કર્મ જે વખતે ફળ આપવા આવે ત્યારે આનંદથી કહેજો. તમે આવ્યા ? વેલકમ, આવો ! તમારે આવવું જરૂરી હતું કેમ કે અમે તમને આમંત્રણ આપી રાખેલું જ હતું. અમે ભૂલી ગયા હતા કે કયા જનમમાં હોઇશું અને કોઇના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું હશે, કોઇ ગાય રસ્તામાં ફરતી હશે, અને અમારામાં કેટલું જોર છે તે બતાવવા માટે શીંગડુ પકડીને ગોળ ગોળ ફેરવી આકાશમાં ઉછાળી હશે. કોઇ જનમમાં કોઇ ઉપર ખોટું આળ પણ મૂકયું હશે. બધું જ ભૂલી ગયા પણ તમે આવ્યા એટલે નક્કી થયું કે અમે કંઇક કર્યું જ હશે. તે વખતે અમને સમજણ ન હોવાના કારણે અમે રાગદ્વેષથી તરબોળ હોઇશું. નિકાલ કરવાના બદલે વધુ કર્મો એકત્રિત કર્યાં. આનંદધનજીએ લાક્ષણિક ભાષામાં કહ્યું છે કે મૂલડો થોડો રે ભાઇ, વ્યાજડો ઘણો, કેમ કરીને દીધો રે જાય' ? મૂળ રકમ ઓછી પણ તેનું વ્યાજ વધારે. અશાતાવેદનીય કર્મ બાંધ્યા ત્યારે થોડા, પણ કર્મો ભોગવતી વખતે તીવ્ર આર્તધ્યાન થયું અને તેથી નવા કર્મોનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org