________________
૧૪૬
પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્રમાંક-૧૦૮
પ્રવચન ક્રમાંક - ૮૨
ગાથા ક્રમાંક - ૧૦૮ જિજ્ઞાસુનું લક્ષણ
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. (૧૦૮) ટીકા : ક્રોધાદિ કષાય જેના પાતળા પાડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. (૧૦૮).
૧૦૮મી ગાથાનો પ્રારંભ થાય છે. આ શરૂ કરતાં પહેલાં ૧૦૦મી ગાથામાં જે સ્પષ્ટપણે સૂચન કરવામાં આવ્યું છે તે સંક્ષેપમાં સમજી લઈએ. બહુ સૂક્ષ્મ અને ઊંડાણભરી ચર્ચા ન કરતાં પ્રથમ કક્ષાના સાધકોને સમજાય તેવી મોક્ષમાર્ગની વાત આ ગાથામાં કહી છે. સદ્ગુરુનો બોધ સાંભળવો, એને સમજવો, એને વિચારવો અને એનું અંતરથી સઘન અવલોકન કરવું, મંથન કરવું, પરામર્શ કરવો, તેમાંથી નિચોડ કાઢવો અને કાઢીને એને માન્ય રાખવું, હૃદયથી
સ્વીકારી કબૂલ કરવું. તેના માટે આ છ પદમાં છ તત્ત્વોનું વર્ણન કરવામાં આવ્યું છે, તત્ત્વથી, શાસ્ત્રથી, અનુમાનથી, પ્રમાણથી. જેટલું આપણી બુદ્ધિથી સમજાય, જેટલા તર્ક થઈ શકે, જેટલી સમજણ કેળવી શકાય તે કેળવીને છ એ છ પદોની શ્રદ્ધા પ્રાપ્ત કરવી અને તેની સાથે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષાદિથી ક્રોધાદિ કષાયો જીતવા માટે જે ઉપાયો બતાવ્યા, ટૂંકમાં રાગ દ્વેષ જીતવા માટે જે જે ઉપાયો બતાવ્યા તે મોક્ષમાર્ગ છે.
સંક્ષેપમાં વર્ણન - કોઈ સ્ત્રી અથવા પુરુષ અથવા કોઈ જાતિ હોય તો જ મોક્ષ થાય એવું નથી. અંદરની ચેતનાનું આ કામ છે. સ્કૂલ દેહનું આ કામ નથી. અમુક વર્ષો પહેરવાથી અને અમુક જાતિમાં હોય તો જ મોક્ષ થાય તેમ નથી. થવું શું જોઈએ ? જે કોઈ પણ રીતે સદ્ગુરુનો બોધ સમજે, તે અનુસાર આત્માની શ્રદ્ધા કરે, ને તે અનુસાર પોતાના કષાયો ઘટાડવા માટે અથવા વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરે, આ રીતે વીતરાગ અવસ્થા જો પ્રાપ્ત કરે તો અવશ્ય મુકિત મળે. ૧૦૭મી ગાથાનો નિષ્કર્ષ – મોક્ષમાર્ગ સર્વ જીવો માટે સરખો છે. સ્ત્રી માટે જુદો, પુરુષ માટે જુદો, સફેદ કપડાવાળા અને કાળા કપડાંવાળા માટે જુદો એમ મોક્ષમાર્ગ જુદો જુદો ન હોય કારણ કે મોક્ષમાર્ગ તો આત્મામાં જ રહ્યો છે. છેવટે આ કામ આત્મામાં અને આત્મા માટે કરવાનું છે. જો આત્મામાં જ કામ કરવાનું હોય તો એને પોતાના ભાવને ફેરવવા પડે. રાગભાવ અને દ્વેષભાવ બદલવા પડે. દ્વેષભાવ બદલવા મૈત્રીભાવ કેળવવો પડે. ક્રોધભાવના બદલે ક્ષમાભાવ કેળવવો પડે. અહંકારને બદલે નમ્રતાભાવ કેળવવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org