________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૭ પડે. ભાવને બદલાવે નહીં, ભાવ પલટાવે નહિ, ભાવમાં પરિવર્તન કરે નહિ અને વેષ પરિવર્તન કરે અને કોઈ જાતિની વાત કરે તો એથી મોક્ષની પ્રાપ્તિ ન થાય.
બહુ ભારપૂર્વક આ વાત થાય છે. સાચો માર્ગ મળ્યો હોય, અને માન્ય પણ કર્યો હોય પણ જો તે પ્રમાણે વર્તે નહિ તો કામ ન થાય. માર્ગ સાચો મળ્યો, સમજ્યો, સ્વીકાર્યો, માન્ય પણ થયો. દિવ્યમાર્ગ છે, સત્યમાર્ગ છે, એ પ્રમાણે સ્વીકારી શ્રદ્ધા સુધી પહોંચ્યો, શ્રદ્ધાથી સ્વીકાર્યો પરંતુ તે પ્રમાણે વર્તે નહિ તો કામ ન થાય. શ્રદ્ધા હોવી એક વાત છે અને વર્તન તે બીજું કામ છે. દ્રવ્યાનુયોગની પરિભાષામાં સમ્યગ્દર્શન એ શ્રદ્ધાગુણનું કાર્ય છે. અને શ્રદ્ધામાં જેનો સ્વીકાર થયો તે પ્રમાણે વર્તવું તે ચારિત્ર ગુણનું કાર્ય છે, આગળ ગાથામાં આવશે, “વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત.'
જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે,
લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. સાચો માર્ગ મળ્યો, તે પ્રમાણે વર્તન કરવું પડે અને જ્યારે વર્તવા જાય ત્યારે સંઘર્ષ થાય. અંદરથી ક્રોધ ઊઠે છે. અહંકાર કહે છે કે કર, આ ક્રોધ વગર નહિ ચાલે. લોકો કહે છે કે સંસારમાં રહેવું હોય તો તું સાપની જેમ ફૂંફાડો તો મારજે, પણ કરડીશ નહિ. ફૂફાડો એટલે ક્રોધ કરજે, એના વગર તારી છાપ નહિ પડે. ઢીલા રહેવાથી બધા તને ઘોળીને પી જશે. ટાઈટ રહેવા જેવું છે” લોકો તો ડાહ્યા થઈને જાતજાતની સલાહ આપે છે અને ઉપાયો બતાવે છે. પણ અંદર ક્રોધ ઊભો થાય અને તે વખતે વૃત્તિ જોર કરે, ત્યારે પ્રચંડ પુરુષાર્થ કરીને, એ વૃત્તિને વાળવી પડે, કાપવી પડે. ગાડીનો ટર્ન લેવો હોય તો જોર વાપરવું પડે છે. દોડતી રેલગાડીને બદલવા પણ જોર કરવું પડે છે અને નદીના વહેણને બદલવા પણ ઘણી મહેનત કરવી પડે છે. આ બધા કરતાં વૃત્તિને બદલવા સૌથી વધારે જોર વાપરવું પડે છે. વૃત્તિને આધીન થવાથી તો હાર થાય છે. પછી કહેશે કે ક્રોધ કરવો ન હતો પણ થઈ ગયો. આ નિર્બળતાનું સૂચક ચિન્હ છે. પુરુષાર્થ કરીને વૃત્તિને બદલવી પડે. વૃત્તિને બદલવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. અંદર લોભની વૃત્તિ ઊઠે ત્યારે લોભની વૃત્તિને પલટાવી, બદલવી અને સંતોષમાં પરિવર્તિત કરવી, તે અસાધારણ પુરુષાર્થ માંગી લે છે.
પહેલું કામ વૃત્તિઓનું સમ્યગ્રદર્શન. તમારી અંદર જે વૃત્તિઓ ઊઠે છે તેને સમ્યક પ્રકારે જુઓ. એનો બચાવ ન કરો. તેને મહોરું ન પહેરાવો અને તેને બીજા ઢાંચામાં ન ઢાળો. ક્રોધ તે ક્રોધ જ છે, પછી એમ ન કહો કે “ગુસ્સો કર્યા વગર ન ચાલે. એવો બદલાવ ન આપો.” વૃત્તિ જેવી ઊઠી તેવી જ, તેવા સ્વરૂપમાં જોવી. વૃત્તિને પરિવર્તિત કરવી, તે કરવામાં પ્રચંડ પુરુષાર્થ જોઈએ. પરમકૃપાળુદેવ કહે છે કે માન્ય કર્યું, સાંભળ્યું, જાણું, સમજ્યો, વિચાર્યું, શ્રદ્ધા પણ થઇ, અહીં સુધી આવ્યો, પરંતુ તે પ્રમાણે જો વર્તે નહિ તો કાર્ય ન થાય. બંને જુદા જુદા વિભાગો છે. શ્રદ્ધા એક ઉપાય છે અને વર્તવાનું કાર્ય બીજું છે. જેટલી પુરુષાર્થની કચાશ તેટલો મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ. હવે કોઈને પૂછશો નહિ કે મોક્ષ કઈ રીતે મળે ? જેટલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org