________________
૧૪૮
પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્રમાંક-૧૦૮ પુરુષાર્થની તીવ્રતા તેટલી મોક્ષ માર્ગની સુગમતા. આ ગણિત છે. આ ભવે સાચા સદ્ગુરુ મળ્યા છે અને શક્ય હોય તેટલાં કર્મ ખપાવી શકાય તેવો પુરુષાર્થ સાધક જો કરે તો આત્મસિદ્ધિ કરી તેમ કહેવાય. ૧૦૭ મી ગાથામાં પરમકૃપાળુદેવને આ વાત કરવી હતી. હવે ૧૦૮મી ગાથા શરૂ થાય છે.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ પ્રસિદ્ધ ગાથા છે. આપણને આ ગાથા મોઢે થઈ ગઈ છે. વારંવાર રીપીટ કરીએ છીએ. ધૂનમાં ને ધૂનમાં ગાઈ જઈએ છીએ અને એમ માન્યું કે અહીં અટકીને ઊભા રહેવા જેવું નથી, હવે આગળ વધો. આ ગાથા આત્મસાત્ કર્યા વગર આગળ કયાં વધશો ? સાધકને આગળ વધવા ભૌતિક અને આધ્યાત્મિક એમ બે પ્રકારની મૂડી જોઈએ. બંને મૂડી હશે તે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી શકશે. શાસ્ત્રો એમ કહે છે કે ખેતી કરવી હોય તો જમીન જોઇએ, ધંધો કરવો હોય તો ધન જોઈએ, ગીત ગાવું હોય તો કંઠ જોઈએ, બગીચો બનાવવો હોય તો ફૂલોના છોડ જોઈએ, તેમ સાધનામાં ભૌતિક અને આધ્યાત્મિક બે પ્રકારની મૂડી જોઇએ. ભૌતિક મૂડીમાં પુણ્યની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂડીમાં પુરુષાર્થની વ્યવસ્થા છે. ભેદ સમજી લો. આર્યદિશમાં જન્મ થવો, આર્યકુળ-ઉત્તમ કુળ મળવું, માનવદેહ મળવો, પાંચ ઇન્દ્રિયો સંપૂર્ણ મળવી. વિચાર કરવા માટે મન અને નિર્ણય કરવા બુદ્ધિ મળવી. લાગણીઓ અનુભવવા હૃદય મળવું, સંસ્કારી માતા પિતા મળવા, સદ્ગુરુનો યોગ થવો, સત્સંગ પ્રાપ્ત થવો. આ બધી ભૌતિક મૂડી છે. પરંતુ એકલી આ મૂડીથી કામ થતું નથી. સાથે આ આધ્યાત્મિક મૂડી, આ ચાર બાબતો અત્યંત મહત્ત્વની છે.
(૧) શાંત સ્વભાવ, (૨) આશય શુદ્ધિ અર્થાત્ નિષ્કામ ભાવ, માત્ર મોક્ષ અભિલાષ, સંવેગ, (૩) નિર્વેદ, વિષયો - ભોગો પ્રત્યે અંતરમાં ઉદાસીનતા-ભવે ખેદ અને (૪) છેલ્લી બાબત - પ્રેમથી છલકતું હૃદય – પ્રાણીદયા.
યાદ રાખજો, આના વગર આધ્યાત્મિક સાધના થઈ શકશે નહિ. લોકો પૂછે છે કે કયા મંદિરમાં જવું? મોટા કે નાનાં ? મંદિર નાનું કે મોટું તેનું કામ નથી. ભગવાન મંદિરમાં બિરાજમાન હોવા જોઈએ. ગાથા છે કષાયની ઉપશાંતતા' આનો અર્થ એ થયો કે સ્વભાવ શાંત હોવો જોઈએ. તમે અંદરથી શાંત હો, અંદર ઘસમસતા વેગે પૂર વહેતું ન હોય, અંદરમાં ઉકાળા વળતા ન હોય, વૃત્તિઓ તોફાન કરતી ન હોય, અંદર વમળો પેદા થતા ન હોય, વારે વારે ડહોળાઈ જતા ન હોઈએ, આવી એક અવસ્થા તેને કષાયની ઉપશાંતતા કહે છે. ઉપશાંત થવું એટલે શાંત થવું. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે તમામ વૃક્ષો, તમામ વનસ્પતિ, તમામ નદીઓ, તમામ પર્વતો એ બધાનો આધાર પૃથ્વી છે, તે પ્રમાણે સમગ્ર સાધનાનો આધાર શાંતિ છે. શાંત થવું તે સાધનાનો મુખ્ય આધાર છે. અશાંત થવાથી બે બાબતો બને છે. અશાંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org