________________
૪૧૬
પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્યાંક-૧૪૧-૧૪૨ એ મને કહે કે ગુરુજી ! તમે એમ ન માનશો કે તમે છાતી ઠોકીને બોલશો એટલે અમે માની જઇશું, મેં અત્યાર સુધી મારા જીવનમાં અગિયાર હજાર પ્રવચનો સાંભળ્યાં છે, છતાં મારી છાતી અકબંધ છે. મેં કહ્યું કે ધન્યવાદ.
જગતનાં આકર્ષણો તોડવા અનિત્ય ભાવના, અશરણ ભાવના વિગેરે ઉપાયો છે. જગતમાં કોઈ કોઈનું નથી એમ લમણે હાથ દઈને બોલવાનું નથી, પણ જગતનાં આકર્ષણો, વસ્તુઓનાં આકર્ષણો, પદાર્થો અને વ્યકિતઓનાં આકર્ષણો, આ બધામાંથી આપણે શેમાં ઊભા રહી ગયા છીએ? તે જોવાનું. પેરીસમાં દોડવાની એક હરિફાઈ હતી. બે માણસો છેલ્લા રહ્યા. તેમાં એક માણસ આગળ હતો. પાછળવાળાને થયું કે આ મારી આગળ જાય છે તેને રોકવો કઈ રીતે? બીજો ઉપાય ન હતો. તેણે એક કામ કર્યું. તેની પાસે સોનાની લગડી હતી તે રસ્તામાં આગળ ફેંકી. પેલો આગળ જતો હતો તેણે તે જોઇ. તેને થયું કે હું તો આગળ જ છું. આ લેતાં મને કેટલી વાર લાગવાની ? એ લગડી લેવા ગયો અને પાછલો માણસ આગળ વધી ગયો અને પહેલો હતો તે દોડ હારી ગયો. કારણ ? સોનાની લગડીનું આકર્ષણ.
દુનિયાના પદાર્થોના આકર્ષણને કારણે આપણે પરમાત્માને ખોઈ બેસીએ છીએ. વૈરાગ્યના શાસ્ત્રો રાગાદિને દૂર કરવાના માટે કહ્યાં છે. હું વારંવાર સ્પષ્ટતા કરું છું કે વૈરાગ્ય કોઈ નિરાશા નથી. વૈરાગ્ય એક મસ્તી છે, આલાદ છે, ખુમારી છે. વૈરાગ્ય બાદશાહી છે. જેટલું અભિમાન, જેટલી ઉન્મત્તતા ધનવાનમાં છે એવું અભિમાન નહિ પણ કોઈ અલૌકિક મસ્તી વૈરાગ્યમાં હોય છે. કોઈ સંતે કહ્યું છે કે
ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બે પરવાહ;
જાકુ કછુ ન ચાહિએ, વો શાહનકો શાહ. ચાહ ગઈ એટલે જોઈએ જોઈએ તેવી ઇચ્છા ગઈ, જયાં માંગ છે ત્યાં ચિંતા છે. તમારે ચિંતા નથી જોઇતી પણ તમારે ચાહ, તો જોઈએ છે. ચિંતા એમ કહે છે કે તમારે મને બોલાવવાની જરૂર નથી. તમે ઇચ્છા કરજો હું વગર બોલાવ્યે આવી જઇશ. તમે તમારે ઈચ્છા કર્યા કરો. આ જોઇએ છે, આ જોઇએ છે. આ ચાહ ઊભી થઈ એટલે તેમાંથી ચિંતા આવે. બાળકને ચિંતા નથી પણ વૃધ્ધને ચિંતા છે. પથારો કર્યો છે હવે કોણ સાચવશે? દીકરા કેવા પાકશે? વહુ કેવી આવશે? ઘર સાચવશે કે નહિ ! બરાબર બારણાં બંધ કરશે કે નહિ ? દૂધ કોઈ પી જશે તો? તું શા માટે ચિંતા કરે છે? તું તો જવાની તૈયારીમાં છો, પણ આકર્ષણો છે ને આમ બધા જગતના પદાર્થોના આકર્ષણ ટાળવા માટેનો ઉપાય તે વૈરાગ્ય છે.
જગતના સૌ જીવો પ્રત્યેનો દ્વેષ, નફરત, તિરસ્કાર વિગેરેને દૂર કરવાનો ઉપાય તે મૈત્રીભાવ અને પ્રેમભાવ છે. જગતના જીવો સાથે પ્રેમનો અનુભવ કરો, વાત્સલ્યનો અનુભવ કરો. દ્વેષ અને અહંકારને દૂર કરો. અભિમાન અને તિરસ્કારને દૂર કરો. તમારી પાસે પૈસો હોય તો ભલે રહ્યો, બુદ્ધિ હોય તો ભલે રહી, સત્તા હોય તો ભલે રહી પણ પૈસો, બુદ્ધિ અને સત્તા કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org