________________
૩૧૬
પ્રવચન ક્રમાંક - ૧૦૩, ગાથા માંક-૧૨૯-૨ તથા ૧૩૦ દવા ખાય નહિ. રોગ કાઢવો હોય તો દવા ખાવી પડે તેમ મોક્ષ મેળવવો હોય તો પુરુષાર્થ કરવો પડે. સામર્થ્ય, તાકાત અને બળ વાપરવું પડે અને આવું સામર્થ્ય જો વાપરવાની ઇચ્છા હોય તો કૃપાળુદેવ કહે છે કે સંકલ્પ, વિકલ્પ, રાગ, દ્વેષ અને મોહ મૂકી દે. તને આ સંકલ્પ વિકલ્પથી શું ફાયદો થયો ? નુકશાન જ થયું છે.
અહીં એકલો પુરુષાર્થ શબ્દ નથી વાપર્યો પણ કહ્યું છે કે “કરો સત્ય પુરુષાર્થ.” જે મહેનત કરો તે સાચી, યથાર્થ અને સમ્યક પ્રકારની હોવી જોઇએ. ખરેખર મોક્ષ જોઈતો હોય તો સત્ પુરુષાર્થ કર. તેમાં તને હાનિ થવાની નથી પણ પ્રાપ્તિ થવાની છે. પરંતુ આ જીવ એટલો સરળ અને સીધો નથી. એ શાસ્ત્રો વાંચી તેમાંથી ખોળી કાઢે છે કે સાહેબ ! મોક્ષ કયાંથી મળે? ભવસ્થિતિ પરિપકવ થયા પછી મળે ને ? જનમ્યો પંચમકાળમાં તો હવે મોક્ષ કયાંથી મળે? અરે ! એક વખત તું ચોથા આરામાં પણ હતો ને? ત્યાં પણ તું આમ જ કરતો હતો કે કાળ પરિપકવ થયો નથી. સદ્દગુરુ મળતા નથી, સંતો મળતા નથી, શરીર સારું નથી, સંજોગો પણ અનુકૂળ નથી. લડવું હોય તો બધું અનુકૂળ છે પણ ધ્યાન કરવું હોય તો કહેશે કે શરીરનાં કયા ઠેકાણાં છે? કેવી રીતે ધ્યાન કરીએ ? લડવા માટે જબરો થઈ શકે પણ ધ્યાન કરવું હોય તો સંજોગોનો વાંક કાઢે છે.
આ ભવસ્થિતિ વિગેરેનું નામ લઈ તમારો પુરુષાર્થ છેદો નહિ. ‘ભવસ્થિતિ પરિપકવ થશે અને જે કાળે મોક્ષ થવાનો હશે તે કાળે થશે. ક્રમ પ્રમાણે જ બધું થાય છે ને.” આ તો ગુરુનો પણ ગુરુ નીકળ્યો. વળી કહે કે ઉધામા કરવાની શું જરૂર છે ? મોક્ષમાં જવાનું નક્કી હશે ત્યારે જવાશે. કોઈ મહાપુરુષ આવીને માથે હાથ મૂકશે એટલે મોક્ષ થશે. કેટલાક તો કહે છે કે મોક્ષ માટે કંઈ મથામણ કરવાની જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી. ઘણા કહે કે કપાળમાં કે હથેળીમાં લખાયેલો હશે તો એની મેળે મળશે. કપાળમાં મોક્ષ લખાતો હશે? - પ્રારબ્ધથી મોક્ષ મળતો નથી. પુરુષાર્થથી મોક્ષ મળે છે. આટલું તો ખ્યાલમાં રાખજો કે સંસાર પ્રારબ્ધથી મળે છે અને મોક્ષ પુરૂષાર્થથી મળે છે. જ્ઞાની કહે છે કે તું પ્રારબ્ધની વાત ન કરતો. અને પૂર્વના કર્મો એવા છે એમ પણ ન માનતો. કારણકે તેં કર્મોને જોયાં તો નથી ને ? પ્રારબ્ધ અને પૂર્વના કર્મોની વાત પડતી મૂકી તું પુરુષાર્થ કરવા મંડી પડીશ તો જરૂર મોક્ષ મળશે. પુરુષાર્થ જ કરવાની જરૂર છે. પુરુષાર્થ કરતાં પહેલાં રુચિ ફેરવવી પડે. રુચિ ફેરવ્યા પછી પ્રવૃતિ કરવી પડે અને પ્રવૃતિ કર્યા પછી સત્યને શોધવું પડે. સત્ય શોધ્યા પછી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું પડે. સમ્યગ્રદર્શન પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપમાં ઠરવું પડે અને સ્વરૂપમાં ઠરવા માટે વિકલ્પો છોડવાં પડે. આ રીતે જો તું કરે તો મોક્ષ તારા હાથમાં છે. મોક્ષ મેળવતાં તને વાર નહિ થાય. માટે મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય તો સાધકે જીવનમાં પ્રચંડ પુરુષાર્થ કરવો પડે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org