________________
३६
દળવાળા તેની બાબતમાં કાંતા ઉદાસીન હતા અથવા તેના ત્યાગ જ કરી બેઠા હતા. જો ઉમાસ્વાતિ માથુરીવાચનાથી થોડાક પહેલાં થઈ ગયા હાય તે તો તેમના વડે અવલખિત અંગ તથા અનગશ્રુતની બાબતમાં અચેલપક્ષ પ્રાયઃ ઉદાસીન હતા. પરંતુ જો તે વાલભી વાચનાની આસપાસ થયા હાય, તે તે તેમના દ્વારા અવલંબિત શ્રુતની બાબતમાં અચેલ દળમાંથી કેટલાક ઉદાસીન જ નહીં, પરંતુ વિરોધી પણુ બની ગયા હતા. અહીં એ પ્રશ્ન જરૂર થાય કે, જે ઉમાસ્વાતિ અવલંબિત શ્રુત અચેલ દળમાંથી કેટલાકને માન્ય ન હતું, તેા તે દળના અનુયાયીઓએ તત્ત્વાર્થને આટલું બધું અપનાવ્યું શા માટે ? તેના જવાબ ‘ભાષ્ય' અને ' સર્વાસિદ્ધિ ’ની તુલનામાંથી તથા મૂલસૂત્રમાંથી મળી જાય છે. ઉમારવાતિ જે સચેલપક્ષાવલખિત શ્રુતને ધારણ કરતા હતા, તેમાં નગ્નત્વનું પણ પ્રતિપાદન તથા આદર હતાં જ, કે જે સૂત્રગત (૯, ૯) • નાન્ય ' શબ્દથી સૂચિત થાય છે. તેમના ભાષ્યમાં અગબાહ્યરૂપે જે શ્રુતના નિર્દેશ છે, તે બધું - સર્વાં་સિદ્ધિ ’માં નથી આવ્યું; કારણ કે દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર આદિ અચેલ પક્ષને અનુકુલ જ નથી. તે બધાં સ્પષ્ટપણે સંચેલપક્ષનાં પોષક છે; પરંતુ ‘ સર્વાસિદ્ધિ 'માં દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનનુ નામ આવે છે; તે જોકે ખાસ અચેલ પક્ષના કાઈ આચાર્યની કૃતિ છે એવું નિશ્ચિત ન હેાવા છતાં પણ અચેલપક્ષનાં સ્પષ્ટ વિરોધી નથી.
.
ઉમાસ્વાતિનાં મૂલસૂત્રોની આકર્ષકતા, તથા ભાષ્યને છેાડી દેવા માત્રથી તેમને પોતાના પક્ષને અનુકૂળ બનાવવાની યોગ્યતા જોઈ ને જ પૂજ્યપાદે તે સૂત્રો ઉપર એવી વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org