________________
પ્રતિપાદક કેઈ ભાગ ઉડાવી દીધો નથી. જેમ અચેલ દળ કહેતું કે, મૂલ અંગશ્રુત લુપ્ત થઈ ગયું છે, તેમ તેની સામે સએલ દળ એમ કહેતું કે, જિનકલ્પ અર્થાત પાણિપાત્ર કે અચેલત્વને જિનસંમત આચાર પણ કાલભેદને કારણે લુપ્ત જ થયો છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ કે, સચેલ દળ દ્વારા સંસ્કૃત, સંગૃહીત, અને નવસંકલિત શ્રુતમાં અચેલત્વને આધારભૂત બધા પાઠ તથા તેને અનુકૂલ વ્યાખ્યાઓ મેજૂદ છે. સચેલ દળ દ્વારા અવલંબિત અંગકૃત મૂલ અંગશ્રતને અતિશય મળતું હોવાની સાબિતી એ છે કે, ઉત્સર્ગ– સામાન્ય ભૂમિકાવાળું છે, તેમાં અચેલ દળના બધા અપવાદોનું અથવા વિશેષ માર્ગોનું વિધાન પૂર્ણપણે આજ પણ મેજૂદ છે. જ્યારે અચેલ દળ દ્વારા સંમત નગ્નત્વાચારશ્રત ઔત્સર્ગિક નથી, કારણ કે, તે માત્ર અચેલત્વનું વિધાન કરે છે. સલદળનું શ્રત અચેલ તથા સચેલ બંને આચારોને મોક્ષનું અંગ માને છે; વાસ્તવિક અચેલ–આચારની પ્રધાનતા પણ બતાવે છે. તેને મતભેદ તેની સામયિતા માત્રમાં છે. જ્યારે અચેલદળનું શ્રત સચેલત્વને મોક્ષનું અંગ જ નથી માનતું, તેને તેનું પ્રતિબંધક પણ માને છે. આ સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે, સચેલ દળનું શ્રત અચેલ દળના મૃતની અપેક્ષાએ મૂલ અંગશ્રતને ઘણું મળતું છે.
૧. જુઓ આ “પરિચય ૫ ૨૯ ધ નં. ૩.
२. गण-परमोहि-पुलाए आहार-खवग-उवसमे कप्पे । संजमतिय-केवलि-सिज्झणा य जम्बुम्मि बुच्छिण्णा ॥ विशेष० २५९३ ।
૩. “સર્વાર્થસિદ્ધિ માં નગ્નત્વને મેક્ષનું મુખ્ય તથા અબાધિત કારણ માન્યું છે–પૃ૦ ૨૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org