________________
મથુરા પછી વલભીમાં ફરીથી શ્રુત-સંસ્કાર છે, તેમાં સ્થવિર અર્થાત્ સચેલ દળને રહ્યો સહ્યો મતભેદ પણ નામશેષ થઈ ગયો. પરંતુ તેની સાથે જ તે દળ સામે અચેલ દળને શ્રતવિષયક વિરોધ ઉગ્રતર થઈ ગયો. તે દળમાંથી કેટલાકએ હવે રહ્યું રહ્યું ઔદાસીન્ય છેડીને સચેલ દળના શ્રતને સર્વથા બહિષ્કાર કરવાનું ઠરાવ્યું.
૩. વાચક ઉમાસ્વાતિ સ્થવિર અર્થાત સચેલ પરંપરાના આચારવાળા અવશ્ય હતા. નહીં તે તેમના પ્રશમરતિ ગ્રંથમાં સચેલ ધર્માનુસારી પ્રતિપાદન કદી ન હેત; કારણ કે, અચેલ દળના કેઈ પણ પ્રવરમુનિ સચેલ પ્રરૂપણા કરે એ કદી સંભવિત નથી. અચેલ દળના પ્રધાન મુનિ કુંદકુદે પણ એકમાત્ર અચેતત્વને જ નિર્દેશ કર્યો છે, ત્યારે કુંદકુંદના અન્વયમાં થનારા કોઈ અચેલમુનિ સચેતત્વનું પ્રતિપાદન કરે એ સંગત લાગતું નથી. “પ્રશમરતિનું ઉમાસ્વાતિકર્તક હોવાપણું પણ વિશ્વસનીય છે. સ્થવિરદળની પ્રાચીન તથા વિશ્વસ્ત વંશાવલીમાં ઉમાસ્વાતિની ઉચ્ચાનાગર શાખા તથા વાચકપદનું મળી આવવું, એ પણ તેમના સ્થવિરપક્ષીય હોવાનું સૂચક છે. ઉમાસ્વાતિ વિક્રમના ત્રીજા સૈકાથી પાંચમા સૈકા દરમ્યાન કેઈ પણ સમયમાં ભલેને થયા હોય, પરંતુ તેમણે તત્વાર્થોની રચનાના આધારરૂપજે અંગ-અનંગ મૃતનું અવલંબન લીધું હતું, તે પૂર્ણતયા સ્થવિરપક્ષને માન્ય હતું. અને અચેલ
૧. વીનિ ૮૨૭ થી ૮૪૦ ની વચ્ચે. જુઓ વીનિર્વાણ संवत् और जैन कालगणना', पृ० ११०. ૨. પ્રવચનસાર, અધિ૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org