________________
થવાય છે. ધર્મની પ્રભાવના થાય છે. અજ્ઞાની જીવ ઘોર તપ વડે કરોડો ભવમાં જેટલાં કર્મ ક્ષય ન કરે તેટલાં બલકે તેથી વધુ કર્મોનો ક્ષય જ્ઞાની આત્મા અંતર્મુહર્તમાં કરે છે. જિનધર્મનો સ્તંભ જ્ઞાનનો અભ્યાસ જ છે. જ્ઞાનના અભ્યાસથી વિષયોની વાંછા છૂટી જાય છે. જ્ઞાન જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાય છે. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. અભીક્ષ્ણ જ્ઞાનોપયોગનો મહિમા કરોડો જીભોથી પણ વર્ણવ્યો જાય તેમ નથી. તેથી નિરંતર તેની ભાવના ભાવો.
અભાવ : અસત્, વ્યય. (૨) ભેદ (૩) ક્ષય. (૪) અસત્ અન્ય દ્રવ્યો. (૫) એક પદાર્થમાં બીજા પદાર્થનું ન હોવું તેને અભાવ કહે છે. (૬) નૈયાયિકોએ જે પ્રમાણે તુચ્છાભાવને સ્વતંત્ર પદાર્થ માન્યો છે તે પ્રમાણે જૈન સિદ્ધાંત અભાવને સ્વતંત્ર-તુચ્છરૂપ માનતો નથી. જૈન મતમાં વર્તમાન સમય સંબંધી પર્યાયનો વર્તમાન સમયથી પહેલાના અભાવને પ્રાભાવ કહે છે તથા તેના જ વર્તમાન સમયથી પછીના અભાવને પ્રÜસાભાવ કહે છે. દ્રવ્યની એક પર્યાયના સજાતીય અન્ય પર્યાયમાં અભાવને અન્યોન્યાભાવ કહે છે અને તેના જ વિજાતીય પર્યાયમાં અભાવને અશ્વયંતાભાવ કહે છે. આ ચારેય પ્રકારના અભાવ પર્યાયરૂપ છે અર્થાત્ અભાવ બીજી પર્યાય છે, તુચ્છાભાવ નથી
પ્રાગ ભાવ, (૨) પ્રધ્વંસાભાવ, (૩) અન્યોન્ય અભાવ અને (૪) અત્યંતાભાવ પ્રમાણે, આગમમાં ચાર અભાવ, ન્યાય શાસ્ત્રમાં કહેલા છે. •ચાર પ્રકારના અભાવ છે - (૧) અત્યંત અભાવ, (૨) અન્યોન્ય અભાવ, (૩) પ્રાગ્ અભાવ, (૪) ધ્વંસ અભાવ, એક પદાર્થનું, બીજા પદાર્થમાં નહિ હોવાપણું, - તેને અભાવ કહે છે.. (૧) પ્રાગભાવ = વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ, તેને પ્રાગભાવ કહે છે. (૨) પ્રધ્વંસાભાવ =આગામી પર્યાયમાં, વર્તમાન પર્યાયના અભાવને, પ્રધ્વંસાભાવ કહે છે. (૩) અન્યોન્યા ભાવ = પુદ્ગલ દ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં, બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયના અભાવને, અન્યોન્યાભાવ
ee
કહે છે. (૪) અત્યન્તાભાવ =એક દ્રવ્યમાં, બીજા દ્રવ્યના અભાવને, અત્યન્તાભાવ કહે છે.
•એક પદાર્થમાં બીજા પદાર્થનું ન હોવું તેને અભાવ કહે છે. અભાવના ચાર ભેદ છે. પ્રાભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યંતાભાવ. (૧) પ્રાગ્ભાવ = વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તેને
પ્રાગ્ભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો કાર્ય અનાદિ ઠરે.) (૨) પ્રધ્વંસાભાવ = એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યમાં થનારી પર્યાયમાં અભાવ હોવો તેને પ્રધ્વંસાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો તે જ કાર્ય અનંતકાળ રહે.)
(૩) અન્યોન્યાભાવ = પુદ્ગલ દ્રવ્યની એક વર્તમાન પર્યાયનો બીજો પુદ્ગલની વર્તમાન પર્યાયમાં જે અભાવ તેને અન્યોન્યાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાય બીજા પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયથી સ્વતંત્ર અને ભિન્ન નહિ રહે.) (૪) અયંતાભાવ = એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અશ્વયંતાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો કોઈપણ દ્રવ્ય સ્વતંત્ર અને ભિન્ન ન રહે.)
આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી શું લાભ થાય ? (૧) પ્રાગ્ભાવથી એમ સમજવું કે અનાદિકાળથી અજ્ઞાન. મિથ્યાત્વાદિ દોષ
કર્યા અને ધર્મ કદી પણ કર્યો નથી તોપણ ધર્મ વર્તમાનમાં નવા પુરુષાર્થથી થઈ શકે છે. કારણ કે વર્તમાન પર્યાય (અવસ્થા)નો પૂર્વ પર્યાયમાં અભાવ છે.
(૨) પ્રધ્વંસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં ધર્મ ન કર્યો હોય તો પણ તે અધર્મ દશાનો તરત વ્યય (અભાવ) કરીને જીવ નવા પુરુષાર્થથી ધર્મ પ્રગટ કરી શકે છે.
(૩) અન્યોન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલ દ્રવ્યની પર્યાય બીજા પુદ્ગલની પર્યાયને કાંઈ પણ કરી શકતી નથી; અર્થાત્ એકબીજાને મદદ, સહાય, અસર, પ્રેરણાદિ કંઈ કરી શકતા નથી.