________________
(૫) શાસ્ત્ર વાંચન, શ્રવણ, સત્સમાગમ, સ્વાધ્યાય, ચિંતન (૬) ઉદ્યમ;
પ્રયત્ન; પુરુષાર્થ. અભ્યાસ કરે :દેખે; અનુભવ કરે; સાક્ષાત્કાર કરે. અભ્યાસ કરવા યોગ્ય વચનો (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય
આવવાના કષાયોને સમાવો, (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. (૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં વહે અટકો. (૪) તમે પરિપૂર્ણ સુખી છે, એમ માનો. અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. (૫) કોઈ એક સત્પષ શોધો અને તેનાં ગમે તેવાં વચનોમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમાંથી વળી ચારે સમાવેશ પામે છે, એ અવશ્ય માનો. અધિક શું કહે
શાસ્ત્રકથિત ૪૬ દોષ, ૩૨ અંતરાય, ૧૪ મલદોષથી બચાવીને શુદ્ધ આહાર લે છે. જે જ મોક્ષમાર્ગના સાધક સાચા સાધુ છે અને એ જ ગુરુ કહેવાય છે.). (શ્રી અહંત અને સિદ્ધ ભગવાન તે દેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ છે.). શાસ્ત્રનું સ્વરૂપ - જેમાં અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે. તથા જે સાચો રત્નમયરૂપ મોક્ષમાર્ગ દેખાડે છે તે જૈન શાસ્ત્રો છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૮૮). નવ દેવ : અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, જિન ધર્મ, જિન વચન, જિન પ્રતિમા, જિન મંદિર, એ નવ દેવ છે. અરહંત ભગવાન ૧૮ દોષ રહિત છે. જે દોષનાં નામ = શ્રુધા, તૃષા, ભય, રોષ (ક્રોધ), રાગ, મોહ, ચિંતા, જરા,(વૃદ્ધાવસ્થા), રોગ, મૃત્યુ, સ્વેદ (પરસેવો), ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ – આ અઢાર દોષ છે તે અહંતને કદી હોતા નથી. ૨૮ દોષનાં નામ : દોહા જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, અરતિ, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિંતા, વેદ, રાગ-દ્વેષ અરુ મરણયુત તે અષ્ટાદશ દોષ, નહિં
હોતે અરહંતકો સો છબિ લાયક મોક્ષ. અભયદાન સર્વ જીવોની રક્ષા,રાગ, દ્વેષ, કામ ક્રોધ દિનો નાશ કરી અસત્ય,
અન્યાય, કુશીલ, પરધનહરણનો ત્યાગ કરી, સંતોષ ધારણ કરવો, તે
અભયદાન છે. (૨) રક્ષણ આપવું; જીવોને બચાવવા. અભ્યસ્થાન :માનોર્થે ઊભા થઈ જવું, તે. અભ્યર્થના :પ્રાર્થના; માગણી; અરજ. અભ્યસ્ત જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેવું; આદતવાળું; ટેવવાળું. અભ્યસ્ત યોગ :વારંવાર કરી જોયેલા યોગ; મહાવરાવાળો યોગ; ટેવાયેલ;
અભ્યાસથી જાણેલું કે અભ્યાસ કરાયેલું. અભ્યાસ : સેવન; કોઈ પણ જાતની ક્રિયાનું પુનરાવર્તન; તાલીમ; ટેવ; આદત;
અધ્યયન. (૨) સેવન. (૩) વારંવાર આસેવન (૪) મહાવરોનું અધ્યયન.
અભ્યાસ કરવો માત્ર વાંચવું અને સાંભળવું એટલો જ માત્ર અભ્યાસનો અર્થ
નથી. પણ અભ્યાસ એટલે નિજ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા કરવાના
પુરુષાર્થની વાત છે. અભ્યાસ જીવોને વિનતિ: (૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, સામાયિક,
પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે હોય નહીં કેમકે તે ક્રિયા પ્રથમ પાંચમે
ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. (૩) શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની એ બન્નેને થાય છે. પણ અજ્ઞાની તેનાથી ધર્મ
થશે એમ માને છે અને જ્ઞાનીને બુદ્ધિમાં તે હેય હોવાથી તેનાથી કદી ધર્મ ન
થાય એમ તે માને છે. (૪) આ ઉપરથી ધર્મને શુભ ભાવ હોતો જ નથી એમ સમજવું નહીં. પણ શુભ
ભાવને ધર્મ કે તેથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ તે માનતો નથી. કેમકે અનંત
વીતરાગીઓએ તેને બંધનું કારણ કહ્યું છે. | (૫) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, પરિણાવી શકે નહીં, પ્રેરણા કરી
શકે નહીં, લાભ-નુકસાન કરી શકે નહીં, પ્રભાવ પાડી શકે નહીં, અસર, મદદ