________________
(f) આઠ મંગળ દ્રવ્યના નામ :
(૧) છત્ર, (૨) ધજા, (૩) દર્પણ, (૪) કળશ, (૫) ચામર, (૬).
ઝારી, (૭) પંખો, (૮) ઠવણાં. (g) આઠ પ્રતિહાર્ય હોય છે તેનાં નામ :- (વિશેષ મહિમા બોધક ચિહ્ન.)
(૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, ૪) ચામર, (૫)
સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) સત્ર. (૧) શ્રી સિદ્ધનું સ્વરૂપ :
(૧) સમ્યકૃત્વ, (૨) દર્શન, (૩) જ્ઞાન, (૪) વીર્ય, (૫) અગુરુલઘુત્વ, (૬) અવગાહન, (૭) સૂક્ષ્મત, (૮) અવ્યાબાધ. એ આઠ ગુણની શુદ્ધ પર્યાયો જેને પ્રગટ થઈ છે તે સિદ્ધ ભગવાન છે.
આ આઠ ગુણો વ્યવહારનયનથી છે. નિશ્ચયથી અનંત ગુણો છે. (૨) શ્રી આચાર્યનું સ્વરૂપ :
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગ તો એ શુદ્ધોપયોગ વડે પોત પોતાને અનુભવે છે, પર દ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી. પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં મમતા કરતા નથી, કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભેત્યયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી, એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થયા છે. ૨૮ મૂલ ગુણોને જેઓ અખંડિત પાળે છે. આવા આચાર્યના ૩૬ ગુણ : ૧૦ ઉત્તમ શ્રમાદિ ધર્મ, ૧૨ પ્રકારનાં તપ, ૫ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીયૉચાર એ પાંચ આચાર. ૬ આવશ્યક (૧. સામયિક, ૨. ચોવીસ તીર્થંકર અથવા પંચ પરમેષ્ઠીની સ્તુતિ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. પ્રત્યાખ્યાન અને ૬. કાયોત્સર્ગ.) ૩ ગુપ્તિ (મન-વચનકાય ગુપ્તિ) એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે તથા બીજા ભવ્ય જીવોને
પળાવે છે આવા આચાર્ય મુનિઓના સંઘના અધિપતિ છે. (૩) શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ :
તેઓ પણ મુનિના ૨૮ મૂળ ગુણ તથા નિશ્ચય સમ્યદર્શનાદિ સહિત છે. એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગમ્બર સૌમ્ય મુદ્રાધારી થયા છે, આવા ઉપાધ્યાયના ૨૫ ગુણ - ૧૧ અંગ ૧૪ પૂર્વને પોતે ભણે તથા પાસે
રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. (તે મુનિઓમાં શિક્ષક-અળ્યાપક હોય છે.) (૪) સર્વ સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ :
જે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે. વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, હિંસાદિરૂપ અશુભયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાચારી થાય છે. ૨૮ મૂળગુણોને અખંડિત પાળે છે.
સર્વ મુનિ (સાધુ-શ્રમણના ૨૮ મૂળ ગણનાં નામ) :(૫) મહાવ્રત-હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ
પ્રકાર. (૬) સમિતિ-ઈર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપન, પ્રતિષ્ઠાપન. (૭) ઈન્દ્રિયરોધ - પાંચ ઈન્સિયો (સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રવણ) ના
વિષયોમાં ઈષ્ટ-અનિટ ન થવું- ન પરણિમવું. (૬) આવશ્યક-સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા પંચ પરમેષ્ઠીની સ્તુતિ,
પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ. (૨૨) કેશ લોચ, (૧૩) અચલપણું - એટલે વસ્ત્રરહિત-દિંગબરપણું, (૨૪)
અસ્નાનતા, (૨૫) ભૂમિ શયન, (૨૬) દાતણ ન કરવું, (૨૭) ઊભા ઊભા ભોજન. (૨૮) એક વખત આહાર. (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચયરત્નત્રય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ-મુનિધર્મરૂપ. જે આત્મસ્વરૂપનું સાધન તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન-જાગ્રતો રહે છે. બાહ્યમાં ૨૮ મૂળ ગુણોના ધારક હોય છે. જેમની પાસે દયાનું ઉપકરણ પીછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. જેઓ