________________
અભૂતાર્થ ધર્મ :મંદકષાય, શુભરાગ, વ્યવહારભાસીને ધર્મ માને છે. આ બધા અસત્યાર્થ છે, જૂઠા છે, શુદ્ધનય ભૂતાર્થ છે. ભૂતાર્થ આત્મસહભાવના આશ્રયે જ, સમ્યગ્દર્શન છે.
અભેદ :એક-ભિન્નતાનો અભાવ; એકરૂપતા; અભિન્નતા; અદ્વૈત; જીવ અને પરમાત્મા ભિન્ન નથી, એવી એકરૂપતા; અનન્યપણું. (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધા ગુણ સ્વમાં એક સાથે અભેદ છે. (૩) તન્મય. (૪) એકરૂપ; દ્રવ્ય અને પર્યાય બે થઈને એક વસ્તુ છે. ભિન્ન ભિન્ન ચીજ નથી; બે થઈને બે વસ્તુ નથી.
અભેદ દૃષ્ટિ વસ્તુના સહજ સ્વભાવની ઓળખાણ વડે સ્વમાં સ્થિરતા વધે છે, અને પરનો અભાવ થાય છે. અભેદ દૃષ્ટિ વડે, અખંડ સ્વભાવને લક્ષમાં ન લે પણ ગુણ-ગુણી ભેદને લક્ષમાં લે તો દૃષ્ટિમાં રાગ રહે ને તેથી સમ્યગ્દર્શન થઈ શકે નહિ. હું પરથી જુદો છું એવા વિચાર કરે અથવા હું રાગ ટાળું, હું રાગ ટાળું, એમ કર્યા કરે તો તે પણ રાગે છે. (રાગનું વલણ રાખે ત્યાં વીતરાગ સ્વભાવનું નિર્વિકલ્પ લક્ષ થાય નહિ, પણ રાગથી જુદો પડી હું નિર્મળ છું. એવી દૃષ્ટિના જોરમાં જો આગળ વધ્યે જાય તો પૂર્ણ નિર્મળ થાય છે. અવિરોધપણે તત્ત્વને જુદું લીધા પછી અખંડપૂર્ણ નિર્મળ છું એવા સ્વલક્ષના જોરે નિર્વિકલ્પ સ્વરૂપસ્થિરતા (ચારિત્રની નિર્મળતા) સહેજે પ્રગટે છે. અખંડની દૃષ્ટિનું જોર અલ્પકાળમાં મોક્ષ લાવે છે., રાગ ટાળવાનો વિચાર તે નાસ્તિ પક્ષનું વલણ છે. શુદ્ધ દષ્ટિ સહિત રાગ ટાળવાનો વિચાર થાય તો ભેદદષ્ટિ હોવાથી શુભ ભાવ થાય છે, પણ રાગનો અભાવ થતો નથી. અહીં તો પ્રથમ જ શુદ્ધ અખંડની દૃષ્ટિ કરવા કહ્યું છે, તેમાં શુભ કરવાની વાત તો નથી જ પણ અંતર સ્થિરતારૂપ ચારિત્ર તે પણ ગૌણ છે. દૃષ્ટિમાં નિરાવલંબી અભેદપણું લક્ષમાં લીધા પછી તેના જોરે જ નિરાવલંબી, નિર્મળ ચારિત્ર પ્રગટે છે.
પ્રશ્ન :પ્રથમ સરાગ ચારિત્ર અને પછી તેનાથી વીતરાગ ચારિત્ર થાય એમ જ ને ? ઉત્તર :નહિ, રાગ તો વિકાર છે, તેના વડે ચારિત્રને મદદ નથી. ચારિત્ર અકષાય સ્વરૂપે છે. અકષાય દષ્ટિ ઊઘડ્યા પછી વ્રત આદિનો શુભરાગ રહે, તેને
૯૪
ઉપચારથી વ્યવહાર ચારિત્ર કહેવાય. છતાં તે શુભભાવનો કરનાર હું છું અને તે મારું કાર્ય છે. એમ જેણે માન્યું, તેણ ધર્મને અવિકારી વિતરાગપણે ન માન્યો. પોતાને અવિકારી ન માન્યો તેથી તે દૃષ્ટિ મિથ્યા છે. ચારિત્ર આત્માનો અકષાય ગુણ છે, વ્રતાદિનો શુભરાગ તે વિકારી બંધન ભાવ છે, ચારિત્ર નથી.
આત્મા તો સદાય અરૂપી જ્ઞાતા છે, જાણનાર સ્વરૂપે છે, તેમાં પરનું લેવું મુકવું નથી. હું આને આમ ટાળું, આને મુકું, આને ટકાવી રાખું એવા શુભાશુભ ભાવો કષાય છે, તેથી તે આત્મગુણરોધક છે. ચારિત્ર તો અકષાય દૃષ્ટિના ભેદથી પ્રગટે છે. કું અખંડ છું, નિર્મળ છું એવા વિકલ્પ, દષ્ટિના વિષયમાં વળવા માટે, પૂર્ણ સ્થિર થયાપહેલાં આવે ખરા, પણ તે સ્થિરતામાં મદદગાર નથી. નિર્મળ અભેદ દૃષ્ટિના જોરે વીતરાગતા થાય છે, પણ હું પૂર્ણ છું. એવા વિકલ્પ વડે ચારિત્ર પ્રગટતું નથી, એને શુદ્ધ દૃષ્ટિ પણ ઊઘડતી નથી. અભેદ નિર્મળના લો વર્તમાન પર્યાય નિર્મળ થઈ સામાન્યમાં ભળી જાય છે, તેથી ભેદદૃષ્ટિને ગૌણ કરવા કહ્યું છે.
(૨) અભેદ દૃષ્ટિ ગુણ પર્યાયના ભેદને સ્વીકારતી નથી, પોતાના શુદ્ધ સ્વભાવને સ્વીકારે છે, તે શુદ્ધ એવ્યાર્થિક અભેદદષ્ટિ છે. એકવાર પણ તે ભૂતાર્થનયને ગ્રહણ કર ! પરમાર્થનય વડે જ્ઞાયિક સમ્યગ્દર્શન ઊપજે છે, ત્યારે દર્શનમોહનો નાશ થાય છે.
પરમાર્થ દષ્ટિ પોતાના પુરુષાર્થ વડે થાય છે, કાળ પાકે ત્યારે થાય છે એમ નથી પણ પોતે પુરુષાર્થ કરે ત્યારે થાય છે, ભ્રાંતિનો નાશ થયો તે ફરીને ઉત્પન્ન ન થાય. આ તો ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત છે, તેરમા ગુણસ્થાનની વાત નથી. ઊંધી માન્યતા ટળી ગઈ એટલે બંધન પણ ટળી ગયું, મિથ્યાત્વનો નાશ થયો તેને ફરીને સંસાર ઊક્ષવાનો નથી. ઝાડનું મૂળિયું નાશ થયું તેને ફરીને કાળાં પાદડાં ઊક્ષવાનાં નથી. અભેદ ભક્તિ :આત્મા ને પરમાત્માની એકતાનો અનુભવ.
અભેદ સ્વરૂપ વસ્તુ સ્વરૂપે આત્મા શુદ્ધ છે, તેવો જ પર્યાય પણ શુદ્ધ, વર્તે તેને
અભેદ સ્વરૂપની પ્રાપ્તિ થઈ કહેવાય. (૨) દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ પાડી