________________
અંબુ :વાત; પવન. (ઘનવાત, તનુવાત, ઘનોદધિ.) ત્રણ પ્રકાર. અબદ્ધ બંધ રહિત, રાગ અને કર્મના બંધથી, રહિત. (૨) મુક્ત (૩) દૂર-જુદા
ક્ષેત્રે રહેલા. ઘર આદિ અબદ્ધ છે કારણ કે તે આત્મામાંથી દૂર ક્ષેત્રે રહેલાં છે. અબદ્ધ સ્પષ્ટ બંધ રહિત ખુલ્લું; બંધ રહિત સ્કૂટ; બંધ રહિત પ્રગટ (૨)
વસ્તુપણે શુદ્ધ, ક્ષણિક સંયોગી ચીજ દ્રવ્ય કમ છે તેના બંધ-સ્પર્શ રહિત, સંકલેશપણા રહિત, પર દ્રવ્યો સાથે નહિ ભળવા યોગ્ય, અસંગ એમ સ્વતંત્ર વસ્તુપણે શુદ્ધ બતાવે છે. નિર્લેપ સ્વભાવી કમલપત્રના દૃષ્ટાંતે. (૩)
અણબંધાયેલું અને અણસ્પર્શાવેલું. અબુદ્ધિગોચર દુ:ખ :બુદ્ધિથી ન પકડી શકાય તેવું અગોચર દુઃખ. અબુદ્ધિપૂર્વક ઈચ્છા વિના. (૨) વાંછા વિના (૩) ખ્યાલપૂર્વક વિકલ્પો પકડાતા
નથી તેને અબુદ્ધિપૂર્વક કહેવાય છે. વાંછા વિના. અનુભવ વખતે અબુદ્ધિપૂર્વકના વિકલ્પને જ શકે નહિ; જો જાણે તો તો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ગયો પછી અબુદ્ધિપણું કયાં રહ્યું ? માટે નિર્વિકલ્પ ધ્યાની અબુદ્ધિપૂર્વકના વિકલ્પને જા શકે નહિ. કેવળ જ્ઞાની જા શકે કે આ આત્માને સૂમ વિકલ્પ છે પણ તેને પોતાને ખબર નથી કે મને સૂમ વિકલ્પ છે. જે તો પોતાના સ્વરૂપમાં જ લીન છે. સાતમી ભૂમિકાએ મુનિને પણ અનુભવ વખતે અબુદ્ધિપૂર્વકના વિકલ્પ આવે ખરા પણ તેને તે પકડી શકે નહિ. જે વિકલ્પને પકડવા માટે ઉપયોગ સૂક્ષ્મ જોઈએ અને જો ઉપયોગ એટલો બધો સૂમ થાય તો કેવળ જ્ઞાન થઈ જાય. નિર્વિકલ્પ ધ્યાન વખતે જો અબુદ્ધિપૂર્વક વિકલ્પ ન હોય તો કષાય ન હોય અને કષાય ન હોય તો અધૂરું જ્ઞાન ન હોય અને જો અધૂરું જ્ઞાન ન હોય તો સર્વજ્ઞ હોય, એટલે કે તે વખતે કેવળ જ્ઞાની થઈ જાય. પણ તેમ તો બનતું નથી તેથી અબુદ્ધિપૂર્વક વિકલ્પ છે પણ તેની સ્વરૂપ ધ્યાનને ખબર નથી, તે તો પોતાના સ્વસંવેદનમાં લીન છે. (૫)
ઈચ્છા વિના. અબુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ આત્માનો પુરુષાર્થ, જડકર્મના ઉપદમાદિ કરતો નથી કેમકે
મોહકર્મના ઉપશમાદિ સ્વયં (જડકર્મોના પોતાના કારણે) થાય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ :જ્ઞાનમાં ન જણાય એવો રાગ.
અબધુ :અવધૂત = સાંસારિક વાસનાઓમાંથી મન ખેંચી લીધું છે. તેવું પરમ
વિરક્ત; વૈરાગી. (૨) અવધૂત; વૈરાગી. અબંધ મુક્ત દશા (૨) જ્યારે આત્મા કાંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ
કહેવાય. (૩) બંધ વિનાનું. (૪) નિર્મળ; અસંગ. (૫) અબંધક; બંધના
અભાવરૂપ અબંધદશા પામ્યા છીએ. અબુધ આત્મા-અનાત્માના સ્વરૂપથી અજ્ઞાત; જીવ અજીવના ભાવથી અજાણ.
(૨) અજ્ઞાની. અબંધ દશા શુદ્ધ પરિણામ. અબંધ પરિણામ જે પરિણામોથી બંધ ન થાય; રાગદ્વેષ રહિત પરિણામ. અભિગ્રહ :ખોરાક-પાણી-વહોરવામાં ટૂંકી મર્યાદા બાંધવી એટલે કે પોતે નક્કી
કરેલા વેશ કે રંગનો માણસ અમુક સ્થિતિમાં આપે તોજ લેવું એવી જાતનો
નિયમ; સ્વીકાર. હઠ; દુરાગ્રહ. અબધા વિદેહી. અહં બ્રહ્માસ્મિ, અમારે બધા રજકણ સરખા, માટે માંસને
રોટલામાં ભેદ પાડવો તે ભ્રમ છે. - આવું ઊંધું સમજીને કેટલાક છાણ ખાય, કાછ ખાય, થોર ખાય, અને તેને જોનારા ગાંડા કહે છે કે શું અબધૂત છે ? શું વિદેહી છે ? પણ અહીં કહે છે કે અરે ! એ તો મૂઢ છે, અને પર્યાયનો પણ વિવેક નથી; એને માનનારા મૂઢ છે, ને તે પોતે પણ મૂઢ છે. અરે ભાઈ ! જેને અખંડ દ્રવ્યદૃષ્ટિના ભાનપૂર્વક પર્યાયનો વિવેક નથી તે મુક્તિના માર્ગે જ નથી, બંધના માર્ગે છે; તે સત્યપંથને દેખતો નથી તેથી અંધ છે. કઈ ભૂમિકાએ કઈ જાતના આહારના નિમિત્તે બહારથી હોય છે તેનો સમ્યગ્દષ્ટિને વિવેક છે. ગમે તે ખાવામાં ને ગમે તેમ વર્તવામાં વાંધો
નથી એવું સાચા મુક્તિમાર્ગનું સ્વરૂપ નથી, પણ બંધનનું સ્વરૂપ છે. અબંધતત્વ:ભવના અભાવરૂ૫ ભાવ : આત્માનો જ્ઞાતા દેટા, અક્રિયરૂપ સ્વભાવ. અબંધદશા :જીવનમુક્તદશા
બંધભાવ:વીતરાગ ભાવ અબ્ધિ :સમુદ્ર અંબર :વસ્ત્ર; લુગડું; આકાશ; (૨) કિંમતી વસ્ત્ર; સુગંધી દ્રવ્ય.