________________ 55 ચંદ્રપ્રભવિજયજી મ., તેમજ પૂ. મુનિરાજ શ્રી હર્ષરત્નવિજયજી મ., તેમજ પૂ. બાલમુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. જે મધુરકંઠી સ્તવન–સઝાય આદિ સુંદર કંઠે ગાય છે. આ રીતે તેઓશ્રીને ત્યાગી, સંયમી, સ્વાધ્યાય પ્રેમી અને વિનય વૈયાવચ્ચે આદિ ગુણોથી અલંકૃત શિષ્યરત્ન છે. પૂ. પંન્યાસજી મ. શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રીનાં શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ શ્રી પૂ. પૂર્ણાનંદવિજયજી મહારાજ વર્ષમાં બે-ત્રણ મોટી મોટી વર્ધમાનતપની ઓળીઓ કરે છે. તેઓશ્રીને 91 મી વર્ધમાન તપની ઓળી ચાલે છે. તેઓ સ્વાધ્યાય પ્રેમી છે. પૂ. પાદશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શાંતિભદ્રવિજયજી મ. વિનય વૈયાવચ્ચ આદિ ગુણોથી ભે છે. તેમજ પૂ પાદશ્રીની પાસેથી વાચના દ્વારા શ્રુતજ્ઞાનને યથાશક્તિ સંપાદન કરી રહ્યા છે. પૂજ્યપાદશ્રી સપરિવાર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશના ક્ષેત્રમાં વિચર્યા છે. અને અનેક શાસન પ્રભાવનાના કાર્યો તેઓશ્રીની પુણ્ય છત્રછાયામાં થયા છે. - શ્રી છરી પાળ સંઘ, ઉપધાન, પ્રતિષ્ઠા-ઉદ્યાપન આદિ અનુષ્ઠાન તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં સુંદર રીતે થયા છે. પૂ. પાદશ્રી વિ. સં. ૨૦૩૦ના ફાગણ સુદિ ત્રીજને દિવસે મુંબઈથી સપરિવાર વિહાર કરી મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ, ધુલિયા, અમલનેર આદિ ક્ષેત્રની સ્પર્શના કરતાં કરતાં માંડવ, પાવરના છરી પાળતા શ્રી સંઘની સાથે યાત્રા કરતાં રતલામ પધાર્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust