________________ 7 : પંકપ્રિય કુંભાર પોતાના પિતા ધનસારની હિતશિક્ષા સાંભળીને તે ધનદત્ત આદિ પુત્રો કહેવા લાગ્યા; - “પિતાજી! અમારાં હદયમાં ધન્યકુમાર પર બિલકુલ ઈર્ષ્યા છે જ નહિ, પરંતુ દેવની પણ કોઈ ખોટી પ્રશંસા કરે છે તે અમે સહન કરી શકવાના નહિ, તે પછી મનુ ધ્યની ખાટી પ્રશંસાનું તો પૂછવું જ શું ? હે પિતાજી ! તમે વારંવાર ધન્યકુમારનાં વખાણ કરે છે, પણ તેણે તે છળપ્રપંચથી લેખ વાંચી લઈને વંચક, માણસની માફક લાખ રૂા.ની કમાણી કરી. આ રીતે મેળવેલ ધન તે કાકતાલીયા જેવું ગણાય, આમ કાંઈ નિરંતર ધન મળી શકે નહિ, અને વ્યવહાર તથા નીતિથી મેળવેલું ધન તો હંમેશા મળ્યા કરે છે. તેથી આવા કવચિત મળે તેવાં ધનને ડાહ્ય માણસે પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી.” આ પ્રમાણે પુત્રોનું યુક્તિપૂર્વકનું બેલવું સાંભળીને ધનસારે ફરી તે ચાર પુત્રોને એસઠ ચોસઠ સુવર્ણના ભાષા આપ્યા. ત્રણ જણ તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા, અને ધન મેળવવાની ઇચ્છાથી પોત-પોતાનું કળા કૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફટ કરીને તેઓ ઘેર પાછી આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust