________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 363 સાંભળી. તે સાંભળતાં જ તેનાં ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયા, અને તે વિચારવા લાગ્યું; “અહો ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તે હું એક જ છું. એ નામવાળો બીજે કઈ દેખ્યો નથી, તેમ સાંભળ્યો પણ નથી ! અને હું તો અહી છું ! અથવા આ ધનકમાં કે અન્ય ગામથી આવ્યા છે કે શું ?" આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી તેણે યાચકને પૂછયું“તે કહેલે ધનકર્મા કયા ગામથી આવેલા છે ?? * વાચકે કહ્યું; " આવેલ છે, તેમ શુ પૂછે છે ? તે તે તે જ લક્ષમીપુરનગરને રહેવાશી છે, કુબેરપાળમાં તે રહે છે. રેપમાં સાક્ષાત્ તમારી જેવો જ છે, ગુણોમાં તો દેવથી પણ ઘણે અધિક છે.” આ પ્રમાણે યાચક પાસેથી હકીકતને સાંભળીને તે મૂલ ધનકર્મા જે કપમાં શિરોમણિ હતો, તેનાં ચિત્તમાં મોટી ચિંતા ઉભી થઈ “આ યાચક શું બોલે છે? તે નગરમાં ને તે પળમાં મારા જેવો કોઈ રહેતો નથી, તે પછી મારા નગરમાં તે અન્ય કેણુ હોય?” આ પ્રમાણે વિચારીને તેણે ફરીથી પૂછયું; “તું જે બોલે છે, તે મને બિલકુલ સમજાતું નથી. તેથી જ હું વારંવાર પૂછું છું.. ભિખારીને સો જ હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદું બોલવું તમારી જાતિને ધર્મ છે, તેથી હું તેને ફરી પૂછું છું કે; ‘તું જે બોલે છે તે તે કોઈને મોઢેથી સાંભળ્યું છે? અથવા તે પોતે જ તે દેખ્યું છે ? અથવા ભાંગ પીને જેમ માણસ અસ્તવ્યસ્ત બોલે તેમ તે ખોટું બોલે છે? કારણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust