________________ 0 0 0 0 0 0 લક્ષ્મીદેવીની આસુરી માયા H 437 હજારો સંકટમાં નાંખુ છું, રોગ વડે પીડું છું, ચાબકાના ઘાથી મારું છું, ભિક્ષા મંગાવું છું, અને કારાગૃહમાં નખાવું છું. ઘણું શું કહું ? ક્રોધ પામેલો મહાન શત્રુ પણ જેવું ન કરે તેવું હું દુઃખ દઉં છું, તે પણ સંસારી જી મારી પૂંઠ મૂકતા નથી. મારે માટે જ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, ચાકર અને શેઠ વગેરેને છેતરે છે, તેમને તિરસ્કાર કરે છે અને વિશ્વાસઘાત પણ કરે છે. કુળની, જાતિની, દેશની અને ધર્મની પણ લજજા છોડીને મારે માટે ભ્રમણ કરે છે, ન કરવાનું કાર્ય કરે છે અને ન બોલવાનું બોલે છે.” માત્ર એક શ્રી જિનેશ્વરદેવનાં વચનવડે જેનાં અંતઃકરણ વાસિત છે એવાં પાંચ મહાવ્રતોને ધારણ કરનારા નિર્ગથ મુનિઓ પાસે મારું કાંઈ પણ ચાલતું નથી. તેઓ મને વિવિધ પ્રકારે વગોવે છે, મારી મહત્તાને નાશ કરે છે, મારી સંતતિરૂપ જે કામભેગાદિક છે, તેને નાસિકાના મળની જેમ દૂર ફેંકી દઈ, પાંચ સમિતિરૂ૫ વાજીંત્રોને વગાડતા વનમાં જઈ અશોક વૃક્ષની નીચે ઊભા રહી, સારવાળી સર્વ વસ્તુઓ ત્યજી દઈ, નગ્ન જેવા થઈને મારા સંગના ત્યાગની પ્રતિજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી જનસમૂહમાં હંમેશાં મને તથા મારા કામભેગાદિક પુત્રોને નિંદે છે, પિતાનાં વચનની ચતુરાઈ વડે મારામાં રહેલાં ગુપ્ત છિદ્રોને પ્રગટ કરે છે. વળી મને ચપળા, કુટિલા, સ્વચ્છેદાચારિણી વગેરે અનેક કલંક આપીને કેટલાયે મનુષ્યોને પિતાના જેવા ત્યાગી બનાવે છે; આમ છતાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust