________________ 340 : કથીરત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મોટું દૂષણ એ છે કે જેઓ તારી સેવા કરે છે, તેમને મનુષ્યભવાદિકમાં વિવાદિકનું સુખ દેખાડીને પછી નરકની ખાઈમાં તું નાખે છે. પણ પોતાના આશ્રિતને ઉદ્ધાર કરવો એ જ મહાત્માઓને ઉચિત છે.” તે સાંભળીને લક્ષમીએ કહ્યું, “ભદ્ર! તું પંડિતા થઈને જ્ઞાનનું જડપણું કેમ પ્રગટ કરે છે? હું કેવળ નરકમાં નાંખું છું એમ નથી પરંતુ મોહરાજાના પ્રેરેલા વ્યસન અને કામભેગ વગેરે નરકમાં નાખે છે, મારા બળે કરીને ધીમે ધીમે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી પરમપદ-(મોક્ષ)નું સાધન સ્વીકારીને ચિદાનંદને પામેલા પણ સંભળાય છે, અને તારા કહેવા પ્રમાણે હોય તે તને પામેલા અનંતા શ્રુતકેવળીએ પણ મહરાજાના પ્રેરેલા પ્રમાદના આચરણ વડે તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તેમાં શું તારો દોષ છે?” - તે સાંભળીને સ્મિત કરતી સરસવતી બોલી, “બહેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહત્વને પિોષણ કરનાર એક જ વાક્યને હું કહું છું તે તું સાંભળ.” “જે કેઈ આપણી પ્રાપ્તિ કરીને પુણ્યાનુબંધી પુણ્યથી સારી સામગ્રી મેળવીને સારા વિવેકપૂર્વક તેને સદુપયોગ કરે છે, તે પરમપદને પામે. એ આ સર્વ વાતનું રહસ્ય છે.” લક્ષ્મી બેલી; એ સત્ય છે.” આ પ્રમાણે તે અને શ્રી અને સરસ્વતીદેવીઓને વિવાદ પૂર્ણ થયો. એટલે બને પોતપોતાનાં સ્થાને ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust